Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ ભક્તિ કરતા સૂફીપરંપરાના ભક્તોને નિઃસ્વાર્થ ભક્તિનો માર્ગ ચીંધ્યો. તેમને ‘ઇશ્કે હકીકી' દ્વારા ઈશ્વર પ્રત્યેની પ્રેમભક્તિનો મહિમા સમજાવ્યો, પછી આપનાથી તો આવી ક્ષતિ થાય જ નહીં ને !” સૂફીવાદી સ્ત્રીસંત રાબિયાએ કહ્યું, “હે શિષ્ય, માત્ર ઈશ્વર જ સર્વ દોષોથી રહિત છે. જે દિવસે હું મારી જાતને સર્વગુણસંપન્ન માની લઉં એ દિવસે ભક્ત તરીકે મારું સૌથી મોટું પતન થશે.” 64 – પ્રસન્નતાનાં પુષ્પો ૩૨ અહંકાર એ સર્વ અવગુણોનું પ્રવેશદ્વાર છે ! અપાર સંપત્તિ ધરાવનારા લક્ષ્મીનંદન પર અવિરતધારે લક્ષ્મીકૃપા વરસતી હતી. એ જે કોઈ વેપાર ખેડે, એમાં નફો જ થાય. દેશમાં વેપારમાંથી ધન રળે અને વિદેશમાંથી પણ કમાણી થાય. ધનવાન નીતિવાન પણ હતો. પોતાના ચિત્તમાં અભિમાન, લોભ, લાલસા કે અનીતિનો વિચાર આવે નહીં, તેની સદૈવ જાગૃતિ રાખતો. એક વાર લક્ષ્મીનંદનના ગામમાં સંત પધાર્યા. એમની સાથે બાળપણનો પરિચય હોવાથી લક્ષ્મીનંદન દોડીને એમનાં દર્શને ગયો. સંતની આગળ સહુ કોઈ પોતાનું હૃદય ખોલે, એમ લક્ષ્મીનંદને પણ કહ્યું કે મારી પાસે અઢળક સંપત્તિ છે, પણ સતત તકેદારી રાખું છું કે મારા ભીતરમાં કોઈ અહંકાર જાગે નહીં. પરંતુ કોણ જાણે કેમ, પણ કોઈ ને કોઈ રીતે થોડોક અહંકાર મનમાં પ્રવેશી જાય છે. જાણું છું કે અહંકાર એ સર્વ અવગુણોનું પ્રવેશદ્વાર છે, આથી હું રાતદિવસ ચિંતિત રહું છું કે મારો નાનોશો અહંકાર ભૂલેચૂકેય અવગુણોને પોષક બને નહીં. આવા અહંકારને અટકાવવાનો ઉપાય આપની પાસેથી જાણવો છે. સાધુ લક્ષ્મીનંદનને લઈને નગરના સીમાડે ભ્રમણ કરવા નીકળ્યા અને બંને સ્મશાનભૂમિ પાસે ઊભા રહ્યા. આ સ્મશાનભૂમિમાં મોટી મેદની એકઠી થઈ હતી. અવસાન પામેલા એક કરોડપતિના દેહને અગ્નિસંસ્કાર દેવા માટે બધા આવ્યા પ્રસન્નતાનાં પુષ્પો – 5

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82