Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 36
________________ છે. તને મારી પડોશમાં જોઉં છું, ત્યારે પારાવાર દુઃખ થાય છે.” વસંતે વિદાય લીધી અને ધોમધખતો તડકો શરૂ થયો એટલે ગુલાબનું પુષ્પ પાણીના અભાવે મૂરઝાવા લાગ્યું. એને માટે જીવવું જ મુશ્કેલ બની ગયું. આ સમયે એણે જોયું તો એક ચકલી થોર પર બેઠી. થોરને ચાંચ મારીને એમાંનું પાણી લઈ ગઈ. તરસથી પરેશાન ગુલાબે બાજુના પડોશી પીપળાને પૂછ્યું, “આવી રીતે કોઈ ચકલી ચાંચ મારે, તો થોરને કંઈ દર્દ કે વેદના થતી નહીં હોય ?" પીપળાએ કહ્યું, “થતી તો હોય, પરંતુ બીજાની તૃષા છીપાવવા માટે પોતે વેદના સહન કરી લે છે.” ગુલાબને થયું કે મને પણ પાણી આપે તો સારું, ત્યારે પીપળાએ કહ્યું કે આને માટે તારે ચકલીની અને થોરની મદદ લેવી જોઈએ. ગુલાબને માટે ચકલીએ થોરમાંથી પાણી લઈને થોરની અનુમતિથી ગુલાબને આપ્યું. એ દિવસે ગુલાબને સમજાયું કે બાહ્ય સૌંદર્યનું અભિમાન માત્ર સપાટી સુધી સીમિત છે. અસલી સુંદરતા તો ભીતરમાં હોય છે . 58 – પ્રસન્નતાનાં પુષ્પો ૨૯ દોષદર્શીને માટે જગત ટીકાની ખાણ છે ! પ્રજાપ્રેમી અને દયાવાન રાજા પ્રત્યે પ્રજાને ખૂબ આદર અને પ્રેમ હતો. રાજ્યના સામાન્ય માનવીથી માંડીને સહુકોઈ રાજાની ગુણપ્રશસ્તિ કરતા હતા. માત્ર સોનાની થાળીમાં લોઢાની મેખ જેમ રાજ્યનો એક નાગરિક એવો હતો કે જે રાજાનો પ્રખર ટીકાકાર હતો અને એના મુખેથી રાજાવિરોધી વાણી સતત વહેતી રહેતી. વિરોધ કરવાનો કોઈ મુદ્દો ન મળે, તો કોઈ કાલ્પનિક મુદ્દો ઊભો કરીને પણ એ ટીકા અને નિંદાનાં તીર સતત વરસાવતો રહેતો. રાજાપ્રેમી પ્રજા આ વાંકદેખું ટીકાકારથી ખૂબ પરેશાન હતી, પણ એની પરેશાનીમાં વધારો તો ત્યારે થયો કે જ્યારે પ્રજાએ એમ જાણ્યું કે રાજાએ પોતાના સૈનિક મારફતે આ ટીકાકારને એક બોરી લોટ, સાકર અને સાબુ ભેટરૂપે મોકલ્યાં છે. ટીકાકારને તો વળી ટીકા કરવાનું એક નવું સાધન મળ્યું. એણે ગામના નગરશેઠ પાસે જઈને કહ્યું, “જુઓ, તમારી જીભ જેની પ્રશંસા કરતાં થાકતી નથી એવા રાજા મને કેવું અતિ સન્માન આપે છે. સામે ચાલીને મારે ઘેર લોટ, ખાંડ અને સાબુ મોકલાવે છે. જાણો છો આનું કારણ ?” “ના, કંઈ સમજાતું નથી." ટીકાકારે કહ્યું, “એનું કારણ એ છે કે રાજા મારી પ્રસન્નતા ઇચ્છે છે અને મારો સદ્ભાવ પામવા માટે આતુર છે. ઇચ્છે છે. પ્રસન્નતાનાં પુષ્પો C 59

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82