Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 59
________________ ૪૯ માટીના અવગુણો નહીં, ગુણો જુઓ માનવજન્મ પૂર્વેની આ ઘટના છે. ધરતી પર સર્જનહારે અનેક સર્જનો કર્યા હતાં, તેમ છતાં એ સર્જનોથી એમને સંતોષ થતો નહોતો. રાતદિવસ કોઈ અભાવનો, અસંતોષનો અનુભવ થતો હતો. આખરે સર્જનહારે ચંદ્રનું હાસ્ય, ગુલાબની સુવાસ, અમૃતનું માધુર્ય, જળની શીતળતા, અગ્નિની ઉષ્ણતા અને પૃથ્વીની કઠોરતા એકઠી કરીને માટીનું એક પૂતળું બનાવ્યું અને એમાં પ્રાણસંચાર કર્યો. માટીના આ પૂતળામાં પ્રાણસંચાર થતાં જ પૃથ્વી પર ચારે તરફ માનવીની દોડધામ મચી ગઈ. એની પ્રવૃત્તિથી ધરતી ધમધમવા લાગી. ચારેબાજુ અનોખી રોનક આવી અને આવાસો માનવીય અવાજોથી ગાજવા લાગ્યા. સર્જનહારના આ અપૂર્વ સર્જનને જોઈને આશ્ચર્યચકિત થયેલા દેવદૂતોએ પ્રશ્ન કર્યો, “આ માટીના પૂતળામાંથી આપે શેનું સર્જન કર્યું ? આવું સર્જન પૂર્વે અમે જોયું નથી.” સર્જનહારે કહ્યું, “તમને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે. આ તો પૃથ્વી પરના જીવનની સર્વશ્રેષ્ઠ કૃતિ માનવ છે. બસ, હવે પૃથ્વી પર આ માનવના જીવનનું સર્વત્ર પ્રભુત્વ રહેશે.” સર્જનહારે હજી પોતાની વાત પૂર્ણ કરી નહોતી, ત્યાં જ એક દેવદૂત વચ્ચે બોલી ઊઠ્યો, “ક્ષમા કરજો પ્રભુ, આપે ખૂબ મહેનત કરીને આ માટીને આકાર આપ્યો, એમાં પ્રાણ ફૂંક્યા, પણ મારો સવાલ એ છે કે આ માટે માટીની પસંદગી શા માટે કરી? માટી તો તુચ્છમાં તુચ્છ અને જડમાં જડ છે. આ માટીને બદલે તમે સોના અથવા ચાંદીના આકારમાં આવો પ્રાણ ફૂંક્યો હોત, તો વધુ સારું થાત. એની રોનક અને શાન-શૌકત જુદાં જ હોત.” દેવદૂતની વાત સાંભળીને સર્જનહારે હસતાં-હસતાં કહ્યું, આ જ આ જીવનનું રહસ્ય છે. આ માટીના શરીરમાં મેં દુનિયાનું તમામ સુખ-સૌંદર્ય અને સમગ્ર વૈભવ મૂક્યાં છે. તને જે જડ લાગે છે, તે માટીમાં આનંદનું ચૈતન્ય ફૂંકી દીધું છે. હવે માનવી તેનો ઇચ્છશે તે રીતે ઉપયોગ કરશે.” એટલે ? આપની વાતનો મર્મ હું સમજી શક્યો નહીં ?” સર્જનહારે કહ્યું, “જે માનવી માટીના આ શરીરને મહત્ત્વ આપશે એ માટીની જડતા પામશે, પણ જે જડતાથી ઉપર ઊઠશે, એને ઊર્ધ્વ ચેતનાના આનંદની અનુભૂતિ થશે. કમળની એક પછી એક પાંદડી ખીલે, એમ એનો અંતરનો આનંદ સતત ખીલવા લાગશે.” પણ માટી શા માટે ? એનો આટલો બધો મહિમા કેમ ?” કારણ એટલે કે માટીનું ઘર ભાંગતાં સહેજે વાર નથી લાગતી. આથી માટી રચિત જીવન ક્ષણિક છે. વળી, એ ક્ષણભંગુર 1પ પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો 1 105

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82