Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 57
________________ ૪૮ શિક્ષકે બે વાર ચપટી રાખ નીચે ફેંકી સોદાગરે કહ્યું, “અહંકારથી ભરપૂર છે મારું એ પોટલું અને એની ખરીદી કરનાર હોય છે મહાપંડિતો અને જ્ઞાની વિદ્વાનો અને આ ત્રીજા ખચ્ચર પર ઈર્ષાનું પોટલું મૂક્યું છે. એના ગ્રાહક છે ધનવાન લોકો જેઓ એકબીજાની પ્રગતિ સહન કરી શકતા નથી. આને ખરીદવા માટે તો લોકો વર્ષો સુધી લાંબી કતરમાં ઊભા રહે છે.” ફકીરે હસીને કહ્યું, “તો આ ચોથા પોટલામાં શું છે, ભાઈ?” “એમાં બેઈમાની ભરેલી છે અને એના ગ્રાહક મોટામોટા રાજ કારણીથી માંડીને સામાન્યમાં સામાન્ય પટાવાળા પણ છે. ધર્મ, શિક્ષણ, સમાજ, સરકાર બધાં ક્ષેત્રના લોકો આની સતત માગ કરે છે. આનાથી ઘણો ફાયદો થતો હોવાથી એની ખરીદી કરનારની ક્યારેય ખોટ પડતી નથી.” “અને આ છેલ્લા ખચ્ચર પરના પોટલામાં શું છે ?” એમાં છે છળ-કપટ. નેતાઓ, નવરા માણસો અને કામ વિનાની અમર સ્ત્રીઓમાં એની ભારે માંગ છે. એ પોતાની લીટી મોટી કરવા માટે બીજાની લીટી સતત ભૂંસતાં હોય છે. આની ખરીદી કરનારાં પણ કંઈ ઓછાં હોતાં નથી.” વાહ, તું તો આ ખચ્ચરો પર કમાલનો માલ લઈને નીકળ્યો છે, વાહ !” અને આમ હાથ ફંગોળતાં ફકીરની ઊંઘ ઊડી ગઈ અને આ સ્વપ્ન એના કેટલાય પ્રશ્નોનો ઉત્તર આપી દીધો. શિક્ષક જગતરામ પાસે એક ધનાઢય વેપારીનો પુત્ર અભ્યાસ માટે આવતો હતો. એક દિવસ એ છોકરો અભ્યાસ કરવા માટે આવ્યો, ત્યારે ગળામાં, કાનમાં અને કાંડા પર કીમતી ઘરેણાં પહેરીને આવ્યો હતો. કાનમાં સોનાની કડી, ગળામાં મોતીનો હાર અને હાથમાં સોનાનું કડું પહેર્યું હતું.. જગતરામે એને કહ્યું, “પહેલાં તારા શરીર પરથી આ ઘરેણાં ઉતારી નાખ. લક્ષ્મીનો આટલો બધો પ્રભાવ હશે, તો સરસ્વતી આવશે નહીં અને તને વિદ્યા ચડશે નહીં.” જગતરામે વિદ્યાર્થીના અલંકારો ઉતારી લીધા અને અભ્યાસ પૂર્ણ થયા બાદ ઘરેણાં પાછાં આપ્યા વિના જ ઘેર મોકલી આપ્યો. ઘેર પહોંચ્યો કે તરત જ એની માતાએ પૂછ્યું, “બેટા, ઘરેણાં ક્યાં ગયાં ? કોણે લઈ લીધાં?” છોકરાએ કહ્યું, “શિક્ષકે ભણાવતાં પહેલાં ઉતારી લીધાં અને ભણાવ્યા બાદ પાછાં આપ્યાં નથી.” વેપારીની સ્ત્રીએ પડોશણને વાત કરી. એણે વળી બીજી સ્ત્રીને વાત કરી અને પછી આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે જુગતરામ તો ઠગતરામ છે. ભારે બેઈમાન છે. એ વળી આપણા છોકરાઓને કઈ રીતે ઈમાનદાર બનાવવાનો ? ઘેરઘેર જગતરામની 100 L પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 101

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82