________________
૪૩ | તમારું વરદાન મારે માટે શાપ બની જાય !
ભગવાન બુદ્ધ નિર્લેપભાવે આ દૃશ્ય જોતા હતા. એ ઊંડા વિચારમાં પડી ગયા અને થોડી વારમાં એમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. બાળકો વિશેષ ગભરાઈ ગયાં. ટોળીના એક બાળકે માફી માગતાં કહ્યું, “અમારાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ. અમે આપને આવી ઈજા કરી બેઠાં. અમારો કોઈ ઇરાદો નહોતો, છતાં આવું થઈ ગયું. અમારે કારણે આપની આંખોમાં આંસુ આવ્યાં.”
ભગવાન બુદ્ધે કહ્યું, “પ્યારાં બાળકો, ના, તમારે કારણે મારી આંખમાં આંસુ આવ્યાં નથી. એનું કારણ તો સાવ ભિન્ન
મંડળીના મુખ્ય બાળકે પૂછવું, “તો પછી આંસુ આવવાનું કારણ શું ?”
ભગવાન બુદ્ધ કહ્યું, “બાળકો, તમે આંબાના વૃક્ષને પથ્થર માર્યો, તો એ વૃક્ષ તમને એના બદલામાં મીઠાં ફળ આપે છે અને મને માર્યો તો હું તમને માત્ર ભય આપી શકું છું.”
સંતની એકનિષ્ઠ અને સમર્પણશીલ સાધના જોઈને પરમાત્માને પારાવાર પ્રસન્નતા થઈ. આવી પૂર્ણભક્તિનાં અગાઉ
ક્યારેય દર્શન થયાં નહોતાં, આમ છતાં સંતના મનના ઊંડાણનો તાગ મેળવવા માટે પરમાત્માએ પોતાના દૂતને એમની પાસે મોકલ્યો. દૂતે આવીને સંતને વિનંતી કરી, “આપની જે કોઈ ઇચ્છા હોય તે કહો, તમારા પ્રત્યે પ્રસન્ન થયેલા પરમાત્મા તમને એ સર્વની પ્રાપ્તિ કરાવશે. તમારી ઇચ્છા હોય તે વરદાનરૂપે માગો.”
સંતે વિનમ્રતાથી ઉત્તર આપ્યો, “હવે મનમાં કોઈ ઇચ્છા જ રહી નથી, તો માગવું શું ? પરમાત્માની સાધનાના માર્ગે ચાલતાં સઘળી ઇચ્છાઓ સમાપ્ત થઈ ગઈ છે. હા, એક સમયે મારા મનમાં ઈચ્છાઓ હતી, ત્યારે પૂછવું નહીં અને હવે જ્યારે મનમાં કોઈ ઇચ્છા જ નથી રહી, ત્યારે પરમાત્મા પૂછે છે !”
દૂતે કહ્યું, “આ અતિ સ્વાભાવિક છે. તમારો ઇચ્છાયાગ જ તમને આવા વરદાનની યોગ્યતા અપાવે છે . ઇચ્છામુક્ત થવા માટે જ પરમાત્મા અને તમારા વચ્ચેનું અંતર ઓગળી ગયું અને માટે જ એ પ્રસન્ન થઈને તમને કશુંક માગવાનું કહે છે.”
પરમાત્માના દૂતે સંતને કશુંક વરદાન માગવા માટે વારંવાર આગ્રહ કર્યો, પણ સંતે એની વાતનો સહેજે સ્વીકાર કર્યો નહીં.
દૂતે કહ્યું, “આપ જો વરદાન માગશો નહીં, તો પરમાત્મા
છા 1 પ્રસન્નતાનાં પુષ્પો
પ્રસન્નતાનાં પુષ્પો [ 91