________________
સહયોગ વિના શક્તિનો વિયોગ !
મને એમની સેવામાંથી દૂર કરી નાખશે, ગમે તે થાય, પણ આપ કોઈક વરદાન તો માગો જ .”
સંતે કહ્યું, “ખેર, આવું જ છે, તો પછી પરમાત્માને જે વરદાન આપવું હોય તે આપે. હું એનો સ્વીકાર કરીશ.”
પ્રસન્ન થયેલા પરમાત્માએ સંતને વરદાન આપ્યું કે તેઓ કોઈ બીમારને સ્પર્શ કરશે, તો એની બીમારી ચાલી જશે અને એ સ્વસ્થ બની જશે. પાનખરમાં પર્ણો વિનાના વૃક્ષને સ્પર્શ કરશે, તો એ વૃક્ષો પર પર્ણો આવી જશે અને લીલુંછમ બની જ છે.
વરદાન સાંભળીને વળી સંત વિચારમાં પડી ગયા અને એમણે પરમાત્માને કહ્યું, “જો આટલી કૃપા કરી છે, તો એક બીજી વધુ કૃપા કરજો અને તે એ કે આ કાર્ય મારા સ્પર્શથી નહીં, પણ મારી છાયાથી થાય અને જે થાય તેની મને જાણ સુધ્ધાં ન
થાય.”
દૂતે પૂછયું, “આવું શા માટે ? આ તો તમને આપેલું વરંદાન છે, પછી વાંધો શો ?”
સંતે કહ્યું, “આવી રીતે કોઈ ઘટના બને અને એમાં ચમત્કારનો અહેસાસ થાય, તો મારા ભીતરમાં અહંકાર ઉત્પન્ન થાય અને જો આવું થાય તો પરમાત્માનું વરદાન મારી સઘળી સાધનાને નષ્ટ કરતો શાપ બની જાય.”
ધનુષ્ય તરફ અહંકારભરી નજરે જોઈને બાણ બોલ્યું, અલ્યા, દુર્ભાગ્યના અવતાર ! મારી સાથે વસવા છતાં તારામાં સ્કૂર્તિ કે તાકાત આવી નહીં.”
ધનુષ્ય પૂછવું, ‘અરે બાણ મહાશય ! કઈ સ્કૂર્તિ અને તાકાતની આપ વાત કરો છો ?'
ઘમંડી બાણે જોશભર્યા અવાજે કહ્યું. ‘અલ્યા, જો ને મારો લક્ષ્યવેધ, કેટલે દૂર સુધી ગયો છું અને નિશાનને વીંધી દીધું. અને તું તો કોઈ પ્રમાદીની માફક હજી અહીંને અહીં જ બેઠો છું.”
ધનુષ્ય કહ્યું, ‘ભાઈ, દરેકનું પોતાનું કર્તવ્ય હોય છે. મેં મારું કર્તવ્ય બજાવ્યું અને તે તારું, એમાં તું જ તરવરિયો અને હું આળસું; તું લક્ષ્યવેધી અને હું પ્રમાદી એવો ભેદ ન હોય.’
તીર ખડખડાટ હસીને બોલ્યું, ‘ઘણા લોકો પોતાના દોષને ગુણ તરીકે બતાવતા હોય છે, તું પણ તારી મર્યાદાને ખૂબી ગણીને છાવરી રહ્યો છે. જો હું આકાશમાં ચડવો, દૂરદૂર સુધી ગયો, બીજી કોઈ આડીઅવળી દિશા નહીં. ક્યાંય કશું ફંટાવાનું નહીં, સીધો લક્ષ્યવેધ.'
ધનુષ્ય જોયું કે તીરનું ગુમાન પણ આકાશે ઊડવા લાગ્યું છે. આથી એણે પણછને કહ્યું, ‘મિત્ર, આપણો એક પરિવાર અને આપણે સહુ સરખા. ભલે આપણે જુદા પણ આપણું કામ તો સહિયારું. પણ જો ને આ તીરને ગર્વ ચડવ્યો છે. ખરું ને !'
92 D પ્રસન્નતાનાં પુષ્પો
પ્રસન્નતાનાં પુષ્પો 1 93