Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ ૩૦. વરસાદ વિના અમે ખેતી તો કરીશું જ ! કે વિનામૂલ્ય આટલું બધું મને મળ્યું, તેથી હવે એમની ટીકા કરતો હું અટકીશ. પણ ના, એવું તો ક્યારેય નહીં થાય. ભલેને રાજા અધું રાજ આપે.” નગરશેઠે કહ્યું, “ભાઈ, સ્વપ્નાં જોવાં રહેવા દે. જરા સમજદાર બન. રાજા કેટલા સમજદાર છે એનો વિચાર કર. આ લોટ તો તારા ભૂખ્યા પેટ માટે છે. સાબુ તારા અસ્વચ્છ શરીર અને મેલાં કપડાં માટે છે અને ખાંડ તારી કડવી જીભને થોડી મીઠી બનાવવા માટે છે. રાજા કોઈ લાંચરુશવત આપવા માગતા નથી, પણ તારા જેવા ટીકાકારો સુધરે એમ ઇચ્છે છે.” નગરશેઠની વાત સાંભળીને ટીકાકારનું મુખ શરમથી ઝૂકી ગયું. પૃથ્વીલોક પરની ઘટનાઓથી બ્રેધાયમાન બનેલા દેવરાજ ઇંદ્રએ દુંદુભિનાદ સાથે ઘોષણા કરતાં કહ્યું, “આ પૃથ્વીલોકથી હું એટલો બધો ત્રાહિમામ્ ત્રાહિમામ્ થઈ ગયો છું કે ન પૂછો વાત ! એના અપરાધોનો દંડ કરવા માટે હું ઘોષણા કરું છું કે હવે આ પૃથ્વીલોક પર બાર-બાર વર્ષ સુધી વરસાદ નહીં વરસે. લોકો અન્ને માટે ટળવળતા હોય એવી સ્થિતિ આવશે. પશુ-પક્ષીઓ પણ પાણી વિના તરફડતાં હશે.” ઇંદ્રની આવી પ્રચંડ, ભયાવહ ઘોષણા સાંભળીને પૃથ્વીલોકની પ્રજા આતંકિત બની ગઈ. ભવિષ્યના ભયથી સહુ કોઈ ધ્રૂજવા લાગ્યા. કારમાં દુષ્કાળનો ડર સહુના મનમાં પેસી ગયો અને એટલામાં તો વર્ષાઋતુની વેળા આવી. ખેડૂતો ખેતરમાં ગયા અને ભૂમિ સાફ કરી અને ત્યાર બાદ ખેતર ખેડવાની તૈયારી કરી. દેવરાજ ઇંદ્રને અપાર આશ્ચર્ય થયું કે એમની સ્પષ્ટ ઘોષણા છતાં ખેડૂતો શા માટે ખેતીની તૈયારી કરે છે ? આવું વ્યર્થ કાર્ય કરવાનો અર્થ શો ? જ્યાં મેઘ વરસવાનો જ નથી, ત્યાં જમીન ખેડવાનો હેતુ શો ? આમ છતાં ખેતીની તૈયારી કરતા ખેડૂતોને જોઈ એનું રહસ્ય જાણવા માટે છૂપા વેશે ધરતી પર આવ્યા અને ખેડૂતોને પૂછ્યું, શું તમે દેવરાજ ઇંદ્રની ઘોષણા સાંભળી નથી ? બારબાર વર્ષ સુધી પાણીનું ટીપું વરસવાનું નથી, તો પછી આ હળ હાંકવા કેમ નીકળી પડ્યા ?” પ્રસન્નતાનાં પુષ્પો [ 61 60 પ્રસન્નતાનાં પુષ્પો

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82