________________
પાણી અને આગનો સંયોગ કેમ ?
ખેડૂતોએ કહ્યું, “હા, અમે ઘોષણા સાંભળી છે અને અમે જાણીએ છીએ પણ ખરા.”
“જો જાણો છો તો પછી ખેતર સાફ શું કામ કરો છો ? આ બળદોને શું કામ આમતેમ દોડાવો છો ? શા માટે ખળાં સાફ કરો છો, જ્યારે વરસાદ જ થવાનો નથી.”
ખેડૂતોએ કહ્યું, “મહાશય, વરસાદ થાય કે ન થાય, પણ અમે તો ખેતર ચોખ્ખું કરીશું અને ખેડીશુંય ખરા, જો અમે મહેનત કરવી છોડી દઈએ, તો અમારી ભાવિ પેઢી બેકાર બની જાય. કામ વિનાનો માણસ કેટલાંય અનિચ્ચે સર્જતો હોય છે. અને એવું પણ બને કે બાર-બાર વર્ષ સુધી ઘેર બેસીને એ કૃષિકામ પણ ભૂલી જાય.”
“હા, એવું બને ખરું !”
હવે જો બાર વર્ષ પછી એમને ખેતી નહીં ખાવડતી હોય, તો એમનું અને એમનાં બાળકોનું શું થશે ? આથી અમે તો પ્રતિવર્ષ આ જ રીતે કામ કરીશું. વરસાદ વરસે કે નહીં એ એની મરજી. પણ કૃષિ છોડીશું નહીં તે અમારી મરજી. વળી આમ કરતાં-કરતાં એક દિવસ વરસાદ વરસશે અને ખેતી પણ થશે.”
દેવરાજ ઇંદ્ર ખેડૂતોનો સંકલ્પ જોઈને પ્રસન્ન થયા અને વરસાદ વરસાવવાનું શરૂ કર્યું.
ઇરાકના બસરા શહેરમાં જન્મેલી બસરી રાબિયાની અલ્લાહમાં અતૂટ શ્રદ્ધા હોવાથી એ કોઈની ભેટસોગાદ સ્વીકારતાં નહીં અને અલ્લાહ પાસે ભૌતિક પદાર્થો માગતાં એમને શરમ આવતી, કારણ કે જે કંઈ છે તે તો બધું તેનું જ છે.
આવી સંત રાબિયાનું જીવન અત્યંત આધ્યાત્મિક અને તપશ્ચર્યાયુક્ત હતું. એની ઈશ્વરભક્તિએ સહુ કોઈને આકર્મા હંતા.
બસરામાં વસતી રાબિયા પાસે એક દિવસ એનો શિષ્ય આવ્યો. એણે જોયું તો તપસ્વી રાબિયાના ઘરમાં એક બાજુ પાણીથી ભરેલો કળશે પડ્યો હતો અને બીજી બાજુ આગ સળગી રહી હતી. રાબિયાના શિષ્યને તો આશ્ચર્ય થયું કે આ આગ અને પાણી એકસાથે કેમ ?
એણે રાબિયાને પૂછયું, ત્યારે રાબિયાએ હસીને કહ્યું,
હું મારી ઇચ્છાઓને પાણીમાં ડુબાડી દેવા તત્પર રહું છું અને અહંકારને ભસ્મીભૂત કરવા ઇચ્છું છું. આ પાણી અને આગ બંનેને સાથોસાથ જોઈને હું મારા દુર્ગુણો પ્રત્યે સાવધાન થઈ જાઉં
શિષ્ય કહ્યું, “આપની સાધના તો એટલી મહાન છે કે આપને લાલસા કે અહંકાર સ્પર્શી શકે તેમ નથી. ખરું ને ! આપે જ અગાઉ નરકના ભયથી અને સ્વર્ગની લાલસાથી ઈશ્વરની
62 પ્રસન્નતાનાં પુષ્પો
પ્રસન્નતાનાં પુષ્પો [ 6]