________________
ભૂખ્યાને ભોજન, સૌથી મોટો ધર્મ
એની રોશની પાછી આવી ગઈ. આસપાસની સૃષ્ટિ દેખાવા લાગી. એ પછી બાકીના સુરમાનું બીજી આંખમાં અંજન કરવાને બદલે પોતાની જીભ પર લગાડી દીધો. - આ જોઈને રાજા ચકિત થઈ ગયો. એણે પૂછવું, “આપે આ શું કર્યું ? હવે તો તમારી એક જ આંખમાં રોશની રહેશે. પ્રજાજનો તમને કાણા કહેશે.'
વૃદ્ધ મંત્રીએ કહ્યું, “રાજન, આપ આની ચિંતા કરશો નહીં. હું કાણો નહીં રહું. મારી બંને આંખોની જ્યોતિ પાછી આવશે, પરંતુ એથીય વિશેષ હજારો નેત્રહીનોને હું રોશની આપી શકીશ. આ સુરમો જીભ ઉપર મૂકીને મેં તાગ મેળવી લીધો કે એ શેનો બનેલો છે. હવે હું જાતે સુરમો બનાવીને સહુ નેત્રહીનોને આપીશ.”
મંત્રીની વાત સાંભળી અતિપ્રસન્ન થયેલા રાજા એને ભેટ્યા | અને કહ્યું, “આ મારું કેટલું મોટું સદ્ભાગ્ય કે તમારા જેવો મંત્રી મળ્યો. જે માત્ર પોતાનો નહીં, પણ સહુ કોઈનો વિચાર કરે છે.”
એ દિવસોમાં પંજાબમાં ચોતરફ ભીષણ દુષ્કાળ પ્રવર્તતો હતો. પરિણામે ચોતરફ અનેક લોકો અન્નના અભાવે મૃત્યુ પામતા હતા. પશુઓની સ્થિતિ તો એનાથી પણ બદતર હતી.
આવે સમયે બંગાળમાં પોતાના આશ્રમમાં રહેલા સ્વામી વિવેકાનંદને મળવા માટે એક સર્જકની સાથે બીજા બે મહાનુભાવો પણ આવ્યા. એમના મનમાં સ્વામીજીની તેજસ્વી વાણી અને પ્રભાવક ઉપદેશ પામવાની તીવ્ર ઉત્કંઠા હતી. એમની સાથે વાતચીત કરતાં સ્વામીજીને જાણ થઈ કે આમાંના એક મહાનુભાવ તો પંજાબથી આવે છે. આવી જાણકારી મળતાં જ સ્વામી વિવેકાનંદ તત્કાળ એમને કહ્યું, “ભાઈ, મને પંજાબના દુષ્કાળ અંગે વિગતે વાત કરો. હું અતિ ચિંતાતુર છું.”
- પંજાબથી આવેલી વ્યક્તિએ સ્વામી વિવેકાનંદને દુષ્કાળની પરિસ્થિતિ અંગે માહિતી આપી અને પછી એમણે એમની વાત પૂરી કરી એટલે સ્વામીજી અત્યંત ઉપદેશ સાંભળવા એકત્રિત જનમેદનીને આવી પરિસ્થિતિમાં કઈ રીતે કાર્ય કરવું જોઈએ ! માનવતાનો સાદ પડે ત્યારે રાહતકાર્યોમાં કઈ રીતે યોગદાન આપવું જોઈએ, એ વિશે લંબાણથી સમજાવવા લાગ્યા. આમ એકાદ કલાક સુધી સ્વામી વિવેકાનંદે પંજાબના દુષ્કાળરાહત અંગે માંડીને વાત કરી.
સમય પૂરો થતાં એમણે સહુની વિદાય લીધી, ત્યારે બંગાળના
20 D પ્રસન્નતાનાં પુષ્પો
પ્રસન્નતાનાં પુષ્પો 1 2