Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ ૪ | માગીશ તો અક્ષય સંપત્તિના સ્વામી પાસે ! ‘હા, એથી જ હું આત્મહત્યા કરવા નીકળ્યો છું. એનાથી મારાં સઘળાં દુ:ખો સમાપ્ત થઈ જશે. અભ્યાસની ઝંઝટ નહીં રહે અને પાસ-નપાસનો પ્રશ્ન નહીં જાગે.’ વૃદ્ધે કહ્યું, ‘તારી વાત વિચારવા જેવી છે. પરંતુ આત્મહત્યા એ સઘળા દુ:ખોનો અંત નથી. જરા વિચાર તો કર, આત્મહત્યા કરીશ તો તારો પુનર્જન્મ થયા બાદ ફરી તારે એકડે એકથી અભ્યાસ કરવો પડશે. જ્યારે અત્યારે તો તેં જે ટલા ધોરણ પાસ કર્યા છે એનાથી આગળ વધવાનું રહેશે.’ વૃદ્ધની વાત સાંભળીને યુવાનનો વિચાર બદલાઈ ગયો. એ ચુપચાપ ઘર તરફ પાછો વળ્યો. માનવીના જીવનમાં સંઘર્ષ તો સદાય ચાલવાના જ. એક અર્થમાં કહીએ તો જીવન એટલે જ સંઘર્ષ છે. એમાં સફળતા અને નિષ્ફળતા કે નિરાશા કે આશાની સ્થિતિ આવે ને જાય. માનવીએ તો એનો ધીરજપૂર્વક સામનો કરીને જીવનયાત્રા ઉર્ધ્વગામી પથે ચલાવવી જોઈએ. જીવનનો અંત આણવાનો વિચાર કરનાર એક ક્ષણના ઊભરાનો શિકાર બનતો હોય છે. આવેગથી એક ક્ષણ એને આત્મહત્યા તરફ દોરી જતી હોય છે. એક જ દિશામાં આંધળી દોટ લગાવતો વિચાર અને હતાશાના ઊંડા કૂવામાં ફેંકી દે છે. વિરાટે જીવનના અનેક અંશોમાંથી એક અંશની નિષ્ફળતા એને ગૂંગળાવતી હોય છે. જીવનને સમગ્રતયા જોનાર કદી જીવનને ટૂંપાવી દેવા ઇચ્છતો નથી. એક અતિ ધનવાનની સામે આવીને મૃત્યુ ઊભું રહ્યું હતું. દુર્ભાગ્યે એના પરિવારમાં પત્ની કે કોઈ પુત્ર-પુત્રી નહોતાં, તેથી એ પોતાની વિપુલ ધનરાશિનો વારસો કોને સોંપવો એ અંગે ઘણો ચિંતિત હતો. અંતે સંપત્તિનો યોગ્ય વારસ શોધવા માટે એણે એક ઉપાય કર્યો. શહેરમાં ઠેરઠેર ઢંઢેરો પિટાવ્યો કે એની પાસે વિપુલ ધનરાશિ છે. એ કોઈ યોગ્ય વ્યક્તિને વારસારૂપે આપવા માગે છે, તો આવી વ્યક્તિએ એને રૂબરૂ મળવા આવવું. ઘણા લોકો આ ધનવાનની મુલાકાતે ઊમટ્યા. કોઈ એમની સમક્ષ એમની અતિશયોક્તિપૂર્ણ પ્રશંસા કરવા લાગ્યા, તો કોઈ એમની પ્રશસ્તિનાં મહાકાવ્યો રચવા લાગ્યા. પછી તો જાણે પ્રશંસા કરવાની હોડ જાગી ! સમજ્યા-વિચાર્યા વિના આ ધનાઢ્ય વ્યક્તિને વિશેષણોથી મઢી દેવામાં આવી અને એક વ્યક્તિ બીજી વ્યક્તિને ધનવાનની ખુશામત કરવામાં મહાત કરવા માટે યત્ન કરવા લાગી. ધનની લાલચને કારણે સહુ કોઈ એને મળી ગયા, માત્ર એક યુવકે એને મળવા આવ્યો નહોતો. ધનવાનને આની જાણ થઈ એટલે એણે યુવકને પોતાને ઘેર આવવા નિમંત્રણ પાઠવ્યું, તો એ યુવકે નમ્રભાવે પ્રત્યુત્તર વાળ્યો કે એની પાસે આને માટે કોઈ સમય નથી. એનો આવો ઉત્તર સાંભળીને તો ધનવાનને એને મળવાની પ્રબળ ઉત્સુકતા જાગી. 6 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82