Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 74
________________ ૬૪ મૈત્રીરૂપી સત્યથી જોડાયેલો છું અધ્યાપકોનું પ્રતિનિધિ મંડળ શ્રીનિવાસ શાસ્ત્રી પાસે ગયું અને એમણે એમની ફરિયાદ રજૂ કરી, શ્રીનિવાસ શાસ્ત્રીએ કહ્યું, “તમારી વાત સાચી છે. તમારા જેટલો જ હું સંસ્થાની શિસ્તનો આગ્રહી છું, પરંતુ કોઈને દંડ કરું છું ત્યારે મને મારું બાળપણ યાદ આવે છે.” અધ્યાપકો આશ્ચર્ય પામ્યા. આમાં વળી બાળપણની સ્મૃતિની વાત ક્યાંથી આવી ? ઉપકુલપતિ શ્રીનિવાસ શાસ્ત્રીએ કહ્યું, “બાળપણમાં મારી આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી. ફીના પૈસા માંડમાંડ એકઠા થતા હતા. પાઠ્યપુસ્તકો તો બીજાનાં લાવીને વાંચતો હતો. ધોવાના સાબુના ઘરમાં પૈસા નહીં, આથી ક્યારેક મેલાં કપડાં પહેરીને નિશાળે જવું પડતું. એક વાર આવાં મેલાં અને ગંદા કપડાં પહેરવા માટે વર્ગશિક્ષકે મને આઠ આનાનો દંડ કર્યો. જેની પાસે સાબુ ખરીદવાના પૈસા ન હોય, તે વળી આ દંડ ક્યાંથી ભરી શકે ? એ દિવસે ખૂબ ૨ડ્યો. શિક્ષકને વારંવાર આજીજી કરી. છેવટે પડોશીએ મદદ કરતાં દંડ ભરીને અભ્યાસ ચાલુ રાખી શક્યો. આથી આજે જ્યારે કોઈ વિદ્યાર્થીને દંડ કરવામાં આવે છે, ત્યારે મને મારા બાળપણની એ ઘટના યાદ આવે છે. એ ગરીબી યાદ આવે છે. એથી વિદ્યાર્થીની પરિસ્થિતિ જાણીને હું એના દંડને માફ કરું છું. એવું ન બને કે ઓ દંડને કારણે એને અભ્યાસ છોડી દેવો પડે.” પોતાના બાળપણની સ્મૃતિ વર્ણવતાં શ્રીનિવાસ શાસ્ત્રીની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. દસ દિવસના મહાસંહાર પછી પિતામહ ભીષ્મ દુર્યોધનને કહ્યું કે હવે તું વેરનો ત્યાગ કરીને કુરુક્ષેત્રનું યુદ્ધ બંધ કર. તેમાં જ તારું અને માનવજાતિનું શ્રેય છે, પરંતુ સત્તાલોભી દુર્યોધને કશોય ઉત્તર આપવાને બદલે અવિનયથી મુખ ફેરવી લીધું. દસમા દિવસની રાત્રે પિતામહ ભીષ્મને મળવા માટે કર્ણ જાય છે. યુદ્ધભૂમિમાં બાણશૈયા પર સૂતેલા ભીષ્મ એકમાત્ર કર્ણને જ એકાંતમાં મળવાની તક આપી હતી. બાણશૈયા પર સૂતા પછી દુર્યોધન કે અર્જુનને પણ તેઓ એકાંતમાં મળ્યા નથી. પોતાના રક્ષકોને દૂર કરીને ભીખ મહારથી કર્ણને મળે છે, ત્યારે કર્ણજન્મનું રહસ્ય જાણનાર ભીષ્મ જેવા દુઃસહ વીરને પિતામહ તરીકે કર્ણ પ્રતિ સ્વાભાવિક રીતે વાત્સલ્ય જાગે છે. પિતામહ ભીષ્મ પોતાનો એક હાથ લંબાવીને કર્ણને વહાલ કરે છે, પછી એ જ હાથ ઊંચો કરીને ભૂતકાળની સઘળી કડવાશ ભૂલી ગયાનો સંકેત આપે છે. ભીમ કર્ણને કહે છે કે બાણવિદ્યામાં, શસ્ત્રસંધાનમાં અને અસ્ત્રબળમાં તું અર્જુન અને કૃષ્ણનો બરોબરિયો વીર કર્ણને ભીમ દ્વારા કેવી ભવ્ય અંજલિ ! આ સાંભળી કર્ણ ગર્ગદ થઈ ગયો. એની આંખોમાં આંસુ આવી ગયાં. એણે પિતામહ ભીષ્મ પાસે યુદ્ધમાં પ્રવૃત્ત થવાની અનુજ્ઞા સાથે આશીર્વાદ માગ્યા. પિતામહ ભીષ્મ કર્ણના વંશરહસ્યને જાણતા હતા. બીજી 134 1 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો 1 135

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82