Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ ૩૩ સામે ચાલીને આંસુ લૂછીએ ! હતા. એ પછી તરત જ એક ગરીબનું શબ લઈને ગણ્યાગાંઠ્યાં સગાંવહાલાં આવ્યાં અને એમના અંતિમ સંસ્કાર કર્યા. સંતે એક હાથમાં કરોડપતિના ભસ્મીભૂત થયેલા દેહની રાખ લીધી અને બીજા હાથમાં પેલા ગરીબના દેહની રાખ લીધી અને એ બતાવતાં જુઓ, વ્યક્તિ ગરીબ હોય કે અમીર, પણ અંતે તો એ સમાન થઈ જાય છે. પરિણામે વ્યક્તિએ એના યશ, ધન કે દેહનો ગર્વ ધારણ કરવો જોઈએ નહીં. વ્યક્તિનો દેહ રાખ બની જાય છે, પણ જીવનમાં જે ઉમદા કાર્યો કર્યા હોય, તે એની સાથે રહે છે. એ કર્મો જ એને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરાવી શકે છે.” લક્ષ્મીનંદનના હૃદયમાં રહેલું નાનુંશું અભિમાન પણ ઓસરી ગયું અને પછી જ્યારે-જ્યારે મનમાં સંપત્તિનું અભિમાન જાગવાની ક્ષણ આવે, ત્યારે એને એક મુઠ્ઠીમાં કરોડપતિની અને બીજી મુઠ્ઠીમાં ગરીબની રાખ બતાવતા સંતનું સ્મરણ થતું. પવિત્ર ગંગાના રમણીય તટ પાસે આવેલા આશ્રમના ગુરુ અભેન્દ્રનાથનું અંતર વલોવાઈ રહ્યું હતું. જ્યારથી એમણે જાણ્યું કે આખો પ્રદેશ દુષ્કાળના કારમાં પંજામાં સપડાયેલો છે અને દૂરદૂરનાં નાનાં ગામડાંઓની સંભાળ લેનાર કોઈ નથી, ત્યારે એમનું મન અતિ વ્યથિત થઈ ગયું. પોતાના ત્રણ વરિષ્ઠ શિષ્યોને બોલાવ્યા અને કહ્યું કે ભયાનક દુષ્કાળને કારણે ચોતરફ માનવ, પશુપક્ષી અને વનસ્પતિ બધાં જ તરફડીને મરી રહ્યાં છે, ત્યારે તમારે એમને સહાયતા કરવી જોઈએ. તમે જુદાજુદા પ્રદેશમાં જાઓ અને દુષ્કાળગ્રસ્ત ભૂખ્યા લોકોને પ્રેમપૂર્વક ભોજન કરાવો. મારી ભાવના છે કે કોઈ અન્નને અભાવે મરવું જોઈએ નહીં. શિષ્યોએ કહ્યું, “ગુરુદેવ, આપની આજ્ઞા શિરોધાર્ય છે, પરંતુ આટલા બધા લોકોને ભોજન કરાવવું કઈ રીતે ? આને માટે ન તો આપણી પાસે અન્નભંડાર છે કે ન તો અનાજ ખરીદવા માટે અપાર સંપત્તિ છે. આટલું બધું અન્ન મેળવીશું કઈ રીતે ?” ગુરુ અભેન્દ્રનાથે શિષ્યોને એક થાળી આપતાં કહ્યું, “જુઓ, કામધેનુ વૃક્ષના જેવી આ કામધેનુ થાળી છે. તમે એની પાસે જેટલું ભોજન માગશો એટલું ભોજન એ તમને આપશે. તમારે 66 | પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 67.

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82