________________
મહાત્માએ ઉત્તર આપ્યો, “મંત્રીશ્વર, રાજાને કહેજો કે રાત તો લગભગ આપના જેવી વ્યતીત થાય છે, પરંતુ દિવસ આપનાથી વધુ સારો પસાર થાય છે.”
મહાત્માનો ઉત્તર સાંભળીને મંત્રીને પાર વિનાનું આશ્ચર્ય થયું. એણે રાજાને આ ઉત્તર કહ્યો, ત્યારે રાજા પણ એનો અર્થ પામી શક્યા નહીં. આથી રાજા સ્વયં મહાત્મા પાસે ગયા અને
પૂછ્યું. “મહાત્મન્, આ કારમી ઠંડીમાં આપની રાત કેવી પસાર થાય છે?”
મહાત્માએ હસતાં-હસતાં એ જ ઉત્તર આપ્યો, “રાજન, મેં કહ્યું હતું તેમ મારી રાત લગભગ આપના જેવી જ વ્યતીત થાય છે, પણ દિવસ આપના કરતાં વધુ સારો પસાર થાય છે.” રાજાએ મહાત્માને આનું રહસ્ય પ્રગટ કરવા વિનંતી કરી, ત્યારે મહાત્માએ કહ્યું,
“રાત્રે તો હું અને તમે બંને નિદ્રાધીન હોઈએ છીએ એટલે લગભગ સમાન રીતે રાત્રી વ્યતીત થાય છે. નિદ્રાની ગોદમાં સૂતેલા બધા માણસોની સ્થિતિ લગભગ સમાન હોય છે, પરંતુ જાગ્રત અવસ્થામાં તમે સાચાં-ખોટાં કાર્યોમાં ડૂબેલાં હો છો અને હું પરમાત્માની આરાધનામાં લીન હોઉં છું. એ રીતે દિવસે તમારા કરતાં મારો સમય વધુ સારી રીતે પસાર થાય છે.”
18 – પ્રસન્નતાનાં પુષ્પો
૧૦
પ્રજાપ્રેમી મંત્રીએ સુરમો જીભથી ચાખ્યો !
એક રાજાએ પોતાના મિત્ર-રાજાને પત્ર સાથે સુરમો મોકલ્યો. પત્રમાં એ રાજાએ લખ્યું કે આ સાથે મોકલેલો સુરમો અતિ કીમતી છે અને જે વ્યક્તિ આ સુરમો લગાડશે, એનો અંધાપો દૂર
થઈ જશે.
રાજાએ વિચાર્યું કે એમના રાજ્યમાં નેત્રહીનોની સંખ્યા ઘણી મોટી હતી અને સુરમાની માત્રા એટલી છે કે માત્ર બે આંખોમાં જ એનું અંજન થઈ શકે, આથી સ્વાભાવિક રીતે જ રાજાએ અતિ પ્રિય વ્યક્તિને સુરમો આપવાનું નક્કી કર્યું.
આ સમયે રાજાને એકાએક પોતાના નિષ્ઠાવાન, કર્તવ્યપાલક વૃદ્ધ મંત્રીનું સ્મરણ થયું. એ મંત્રીએ પ્રામાણિકતા અને વફાદારીપૂર્વક રાજની સેવા કરી હતી અને બંને આંખે અંધાપો આવતાં રાજ કાર્યમાંથી નિવૃત્ત થયા હતા. હજી રાજાને એમની ખોટ સાલતી હતી.
રાજાએ વિચાર્યું કે જો એમની આંખની રોશની પાછી આવે તો પુનઃ એ કાર્યકુશળ મંત્રીની સેવાઓ રાજને પ્રાપ્ત થઈ શકે. આથી રાજાએ મંત્રીને બોલાવ્યા અને એમના હાથમાં સુરમાની આ ડબ્બી આપતાં કહ્યું,
“આ સુરમાને તમે આંખોમાં આંજી દેજો. તમે પુનઃ નેત્રજ્યોતિ પ્રાપ્ત કરશો. માત્ર એટલું ધ્યાનમાં રાખજો કે આ સુરમો બે
આંખમાં આંજી શકાય એટલી અલ્પ માત્રામાં જ છે.”
મંત્રીએ એમની એક આંખમાં સુરમાનું અંજન કર્યું અને
પ્રસન્નતાનાં પુષ્પો C 19