________________
૩૪
બેજિંગના ચોખાના ભાવ કેટલા હતા ?
ચીનના બેજિંગ શહેરમાંથી એક ભિક્ષુ સત્યની ખોજ માટે નીકળ્યા. આજ સુધી એમણે સત્ય વિશે ઘણું વાંચન-મનન કર્યું હતું. સત્ય વિશે એમણે પ્રવચનો આપ્યાં હતાં, પરંતુ મનોમન વિચારતા કે આ સઘળો તો આડંબર છે. માત્ર બાહ્ય વાણી-વિલાસ છે. ગ્રંથોનું પોપટિયું ઉચ્ચારણ છે, કારણ કે સત્યનો એમને ખુદને સાક્ષાત્ અનુભવ થયો નથી.
સત્યની ખોજ માટે આ ભિક્ષુ ખૂબ ફર્યા. ચીનના પ્રત્યેક પ્રાંતમાં ઘૂમી વળ્યા. આખરે એમને એક જ્ઞાની મર્મજ્ઞ મળી ગયા અને લાગ્યું કે એમની પાસેથી સત્ય વિશે સાચી સમજણ મળશે.
આથી એમણે મર્મજ્ઞને પૂછ્યું, “સત્યની ખોજ માં નીકળ્યો છું, પણ હજી મને સત્ય હાથ લાગ્યું નથી. મારે સત્યનો સાક્ષાત્ અનુભવ કરવો છે અને એ અનુભવ માટે મારી જાતને સજ્જ કરવી છે.” - જ્ઞાની મર્મણે કહ્યું, “એ વાત તો સાચી, પરંતુ આ સત્યને જાણતાં પહેલાં મારે તમને બીજું પૂછવું છે. તમે સંસારમાં કેટલાં વર્ષ રહ્યાં ?'
ભિક્ષુએ કહ્યું, “ઘણાં વર્ષો વિતાવ્યો સંસારમાં, પણ પછી સાધક બની ગયો અને એ માર્ગે વિકાસ સાધતાં આજે ભિક્ષક થયો છું.”
જ્ઞાની મર્મજ્ઞ પૂછ્યું, “તો. તો તમારા જીવનની અનુભવયાત્રા ઘણી લાંબી છે. સંસારથી માંડીને છેક સંન્યાસ સુધીની છે. પણ મારો પ્રશ્ન તો તને સાવ સામાન્ય છે.”
કર્યા છે આપનો પ્રશ્ન ?”
મર્મજ્ઞ કહ્યું, “મારે જાણવું છે કે તમે બેજિંગથી નીકળ્યા ત્યારે ચોખાનો ભાવ શો હતો ? શું ભાવ ઘણો વધી ગયેલો કે પછી સાવ ઘટી ગયો હતો ? લોકો એની મોંઘવારી વિશે ફરિયાદ કરતા હતા ખરા ?”
ભિલુએ કહ્યું, “હું તો ક્યારનોય બેજિંગ છોડી ચૂક્યો છું. જે સંસાર છોડી દીધો એના તરફ કોઈ દૃષ્ટિ કરતો નથી. જે રસ્તા પરથી પસાર થયો એને ભૂલી જાઉં છું.”
આવું શા માટે કરો છો તમે ?”
આનું કારણ એ કે અતીત ઘણી વાર ભાવિને ધૂંધળું બનાવી દે છે. પાછળના રસ્તાની યાદ આગળના રસ્તાને ઓળખવામાં અવરોધરૂપ બને છે. આ આંખનો જ વિચાર કરો ને ! તે એક જ બાબત જુએ છે કાં તો એ આગળ જુએ અથવા તો એ પાછળ જુએ. એકસાથે એ આગળ અને પાછળ જોઈ શકતી નથી, આથી જો પાછળ જ જોયા કરીએ તો આગળ કશું દેખાતું નથી. આગળ જોવું હોય તો પાછળનું ત્યજવું પડે.”
મર્મજ્ઞ પૂછવું, “તમે શું કહેવા માગો છો ?''
“મારે તો એટલું જ કહેવું છે કે બેન્કિંગમાં ચોખાના ભાવ શા હતા એ તો ભૂતકાળની વાત બની ગઈ છે. એ બધું છોડીને નીકળ્યો છું. ચોખાના ભાવ વધુ હોય કે ઓછા એની કોઈ યાદ
70 પ્રસનતાનાં પુષ્પો
પ્રસન્નતાનાં પુષ્પો 1