________________
રાજાએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, “જાત-જાતની બેડીઓ શા માટે બનાવી છે. ? બધી એકસરખી હોય તો ન ચાલે?”
મંત્રીએ કહ્યું, “મહારાજ ! ફાંસી આપતી વખતે વ્યક્તિની ગરિમા અને એના પદનું ધ્યાન રાખવું જોઈએ અને તેથી આવી જુદાજુદા પ્રકારની બેડીઓ બનાવી છે. આ સુવર્ણની બેડી આપને માટે છે, કારણ કે આપ પણ કોઈના જમાઈ તો છો જ.”
“તો શું મને પણ ફાંસીએ ચડાવશો ?”
મંત્રીએ કહ્યું, “આપના આદેશ પ્રમાણે. પણ એટલું ખરું કે આપને સોનાની બેડીથી બાંધીશું. લોખંડથી નહિ.”
રાજાએ કહ્યું, “બેડી તે બેડી છે. લોખંડની હોય કે સોનાની, તેથી શું ? એનું કામ તો વ્યક્તિનો પ્રાણ લેવો એ જ છે.”
મંત્રીએ કહ્યું, “આ સઘળો વિચાર આપે કરવાનો છે. અમારે તો માત્ર આપના આદેશનું પાલન કરવાનું છે.”
રાજાને પોતાની ભૂલ સમજાઈ, ત્યારે મંત્રી બોલ્યો, “મહારાજ ! ન્યાય કરતી વખતે વિવેકનો વિચાર જરૂરી છે. વિવેકબુદ્ધિ વિનાનો ન્યાય અન્યાયકારી નીવડે છે.”
78 – પ્રસન્નતાનાં પુષ્પો
૩૮
દરેક દુઃખનું બીજ હોય છે !
ભિખ્ખુઓથી વીંટળાઈને ભગવાન બુદ્ધ એક વૃક્ષ નીચે બેઠા હતા. ધર્મતત્ત્વની ચર્ચા ચાલી રહી હતી અને ભિખ્ખુઓ ભગવાન બુદ્ધ સમક્ષ પોતાની જિજ્ઞાસા પ્રગટ કરતા હતા અને ભગવાન બુદ્ધ એમને ઉત્તર આપતા હતા.
એવામાં ભગવાન બુદ્ધની નજર એક ભિખ્ખુ પર પડી. એનો ચહેરો ઉદાસ હતો. ચૂપચાપ બેસી રહ્યો હતો, એના માથા પર દુઃખનો મોટો બોજ હોય એમ લાગતું હતું, આથી ભગવાન બુદ્ધે પૂછ્યું, “શા માટે આટલા બધા ઉદાસ છો ? એવું શું બન્યું છે તમારા જીવનમાં ?”
ભિખ્ખુએ કહ્યું, “દુઃખના સાગરમાં ડૂબી ગયો છું. દુઃખનિવારણનો કોઈ માર્ગ સૂઝતો નથી.”
ભગવાન બુદ્ધે કહ્યું, “એનો એક સરળ માર્ગ છે, તમે આ જંગલમાંથી જમીનમાંથી સહેજ ઊગેલા છોડ લઈ આવો. જેના પર બે-ત્રણ પાંદડીઓ હોય એવા અંકુરિત છોડને એના મૂળ સહિત લાવો.'
ભિખ્ખુ જંગલમાં ગયો અને જુદાજુદા પ્રકારના ચાર-પાંચ છોડ ઉખાડીને લઈ આવ્યો અને ભગવાન બુદ્ધને આપ્યા. એમણે આ છોડમાંથી એક પાંદડું તોડ્યું અને ભિખ્ખુને પૂછ્યું, ‘કહો, આ પાંદડું કયા છોડનું છે ?’
ભિખ્ખુએ કહ્યું, ‘ભગવન્, ખબર પડતી નથી. આ નાની
પ્રસન્નતાનાં પુષ્પો – 79