________________
છે. પ્રથમ મારો આતિથ્ય-સત્કાર કરો, પછી આપના પ્રશ્નનો ઉત્તર આપીશ.”
રાજાએ નમ્રતાથી આ અનુભવીને પૂછ્યું કે તેઓ ભોજનરૂપે શું ગ્રહણ કરશે. ત્યારે એણે કહ્યું, “મને એક કટોરીમાં દૂધ આપો.”
કટોરીમાં દૂધ આવતાં પેલો માણસ એમાં આંગળી ફેરવવા લાગ્યો. રાજાને આશ્ચર્ય થયું અને એણે આવું કરવાનું કારણ પૂછયું, તો પેલા માણસે કહ્યું, “મહારાજ, હું આમાંથી માખણ કાઢી રહ્યો છું.”
રાજાથી હસવું ખાળી શકાયું નહીં. એમણે કહ્યું, “અરે ભલાભાઈ, દૂધમાં આંગળી હલાવવાથી માખણ નહીં મળે. એને માટે તો દૂધને ગરમ કરીને મેળવણ નાખીને દહીં બનાવવું પડે, પછી એને ખૂબ ઝેરવવામાં આવે ત્યારે થોડું માખણ મળે.”
તાણ પેલા માણસે કહ્યું, “મહારાજ , આ માખણની જેમ જ ઈશ્વર આ જગતમાં વ્યાપ્ત છે. તપ, ધ્યાન અને ચિંતન કરીએ તો જ એનો સાક્ષાત્કાર થાય. એના વિના એની કશી ભાળ મળે નહીં.”
તો હવે તમને એ સમજાવવાનો નમ્ર અનુરોધ કરું છું કે આ ઈશ્વર શું ખાય છે ?”
અનુભવીએ કહ્યું, “મહારાજ , આપના અગાઉના અને અત્યારના વર્તનમાં કેટલો ફેર પડી ગયો. અગાઉ આપને અહંકાર હતો. અત્યારે એ નષ્ટ થઈ ગયો. ઈશ્વર અહંકારને ખાય છે.”
અને ઈશ્વર શું કરે છે ?”
પેલા માણસે સરળતાથી પૂછ્યું, “મહારાજ , આપ આ પ્રશ્ન મને ગુરુ તરીકે પૂછી રહ્યા છો કે શિષ્યની પેઠે ?”
“જે જ્ઞાન આપે તે ગુરુ. માટે તમે ગુરુ.”
અનુભવીએ કહ્યું, “પણ તમે તો શિષ્ય થઈને સિંહાસન પર બેઠા છો અને હું ગુરુ હોવા છતાં જમીન પર તમારી સમક્ષ ખડો છું. ખરું ને !”
રાજા તત્કાળ સિંહાસન પરથી ઊઠી ગયા અને એ અનુભવીને બેસાડ્યો અને પ્રશ્નના ઉત્તરની આશાએ એની સમક્ષ ઊભા રહ્યા.
અનુભવીએ કહ્યું, “ઈશ્વર આ જ કરે છે. એ કોઈને સિંહાસન પર બેસાડે છે અને કોઈને સિંહાસન પરથી ઉઠાડી મૂકે છે. સારાં કર્મ કરનારને સુખ આપે છે અને અનિષ્ટ કાર્યો કરનારને સજા આપે છે.”
રાજા સામાન્ય લાગતા અનુભવીના આ અસામાન્ય ઉત્તરોથી પ્રસન્ન થઈ ગયા.
26 | પ્રસન્નતાનાં પુષ્પો
પ્રસન્નતાનાં પુષ્પો 27