Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 50
________________ ૪૧ મારે તમારે પગલે ચાલવું જોઈએ ને ! માર્ગ ઘણો સરળ છે. જે દિવસે માત્ર પરમાત્મપ્રાપ્તિનો જ માર્ગ રહેશે અને અન્ય સઘળા વિચાર અને પ્રયાસ બંધ થઈ જશે, એ દિવસે તમને ઈશ્વરનાં દર્શન થશે.” એ કઈ રીતે ?” સંત ફરીદે કહ્યું, “માણસ ઈશ્વર વિશે વિચાર કરે છે, એની પ્રાપ્તિ માટે ચિંતન કરે છે, પરંતુ જ્યાં સુધી હૃદયમાંથી સાચો ભાવ ઉત્પન્ન થતો નથી, ત્યાં સુધી એને પૂર્ણ સફળતા મળતી નથી. જેમ પાણીમાં રહેલા તમે જીવ બચાવવા માટે અણી પર આવીને છલાંગ મારી, એવી છલાંગ અને એવી તડપન ઈશ્વર માટે હોય, તો એ આસાનીથી મળી જશે.' ગામડામાં દુકાન ચલાવતા વેપારીએ વૃદ્ધાવસ્થા આવતાં ધીરેધીરે દીકરાને જવાબદારી સોંપવા માંડી. સમય જતાં દીકરાએ દુકાનનો સઘળો કારભાર સંભાળી લીધો. થોડો સમય તો દીકરાએ પિતાની બરાબર સાર-સંભાળ રાખી, પરંતુ ધીરેધીરે એમની અવગણના કરવા લાગ્યો. ઘરની છેવાડે આવેલા રૂમમાં એમનો ખાટલો રાખ્યો કે જ્યાં ન તડકો આવે કે ન પ્રકાશ આવે. ભોજન પણ એમને રૂમમાં જ અપાવા લાગ્યું. દીકરાએ વિચાર કર્યો કે ધાતુના વાસણમાં ભોજન આપીએ, તો એ એઠાં વાસણને માંજવાં પડે. એને બદલે માટીનાં વાસણ લઈ આવ્યો અને એમાં પિતાને ભોજન આપવા લાગ્યો. થોડા સમય બાદ વૃદ્ધ વેપારીનું અવસાન થયું. પુત્રે પિતા તરફ અપાર પ્રેમ દાખવવા માટે આખા ગામને મિષ્ટાન્ન-ભોજન કરાવ્યું. સઘળી અંતિમવિધિ પૂરી થયા પછી પેલા અવાવરા ખંડમાં જઈને યુવાન વેપારી પિતાની ચીજ વસ્તુઓ એક પછી એક બહાર ફેંકવા લાગ્યો. એમનો તૂટેલો ખાટલો બહાર ફેંક્યો. જૂનાં કપડાં બહાર ફેંક્યાં. જ્યારે માટીનાં વાસણો ફેંકવો જતો હતો, ત્યાં યુવાન વેપારીના પુત્રે કહ્યું, “અરે પિતાજી ! થોભો ! દાદાજીનાં આ વાસણો ફેંકશો નહીં. એ તો મારે જાળવીને રાખવાનાં છે.” યુવાન વેપારીએ કહ્યું, “શું ? આવો કચરો રાખવાનો શો.] 86 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 87,

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82