Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 63
________________ પ૩ સામ્રાજ્ય કરતાં ભિક્ષુનું પાત્ર શ્રેષ્ઠ ! ચિંતા સેવવા લાગ્યો. ધીરેધીરે એના કામમાંથી એકાગ્રતા ગુમાવી બેઠો. માથે ચિંતા એટલી સવાર થઈ ગઈ કે ભજન ગાવાનું પણ ભૂલી ગયો. મોચીને કામમાં બેદરકારી દાખવતો જોઈને એના ગ્રાહકો બીજે જવા લાગ્યા. દુકાન બંધ થાય એવી દશા આવી અને ભજન ગાઈને પ્રભુભક્તિ કરવાનું તો સાવ વીસરી ગયો. ભજન બંધ થતાં પંડિતજીનું ધ્યાન એમના રોગ તરફ ગયું અને રોગ વધવા લાગ્યો. એક દિવસ મોચી પંડિતજી પાસે આવ્યો અને સુવર્ણમુદ્રા પાછી આપતાં બોલ્યો, “મહારાજ, આપ આપની આ સુવર્ણમુદ્રા પાછી રાખી લો. મારે નથી જોઈતી.” પંડિતજીએ પૂછ્યું, “ કેમ ? તને કંઈ માઠું લાગ્યું છે ? આ સુવર્ણમુદ્રા જોઈને તારા પર કોઈએ ચોરી કરવાનો શક કર્યો મોચીએ કહ્યું, “ના જી, એવું કશું થયું નથી, પરંતુ જો હું આ સુવર્ણમુદ્રા રાખીશ, તો આપની માફક બીમાર થઈ જઈશ. આ સુવર્ણમુદ્રાએ તો મારું જીવવું હરામ કરી નાખ્યું છે. ભગવાનનાં ભજનો અને ભાવ હું વીસરી ગયો છું. કામમાં મન લાગતું નથી એટલે ધંધાપાણી બંધ થવા લાગ્યા છે. આજે મને સમજાયું કે પોતાની મહેનતની કમાણીમાં જે સુખ છે, એ પરાયી સુવર્ણમુદ્રામાં પણ નથી. આ સુવર્ણમુદ્રાને કારણે તો પરમાત્મા સાથેનો મારો સંબંધ વિસરાઈ ગયો. આપ આનો સ્વીકાર કરો.” પંડિતજીએ આ સુવર્ણમુદ્રાનો સ્વીકાર કર્યો અને મોચીએ આનંદભેર વિદાય લીધી. ભગવાન બુદ્ધ એક નગરના ઉદ્યાન પાસેથી પસાર થવાના હતા. રાજ્યના અનુભવી મંત્રીએ રાજાને વિનંતી કરી કે નગર બહારના ઉંધાનમાં ભગવાન બુદ્ધ પધારે છે, ત્યારે એમના સ્વાગત માટે રાજાએ જવું જોઈએ. આનાથી ભગવાન બુદ્ધનાં દર્શનનું મહાભાગ્ય પ્રાપ્ત થશે. અનુભવી મંત્રીની આ વાત સાંભળીને રાજા ગુસ્સે થયો અને બોલ્યો, “મંત્રીરાજ , વિવેક અને ઔચિત્ય એ ઘણાં મહત્ત્વનાં છે. એમ કહો કે ભગવાન બુદ્ધ સામે ચાલીને રાજાને મહેલમાં મળવા આવવું જોઈએ, એ જ ઔચિત્યપૂર્ણ ગણાય.” મંત્રીએ આશ્ચર્ય પ્રગટ કરતાં કહ્યું, “મહારાજ, આપ ભગવાન બુદ્ધથી સારી રીતે પરિચિત છો. એમના જ્ઞાન અને ત્યાગને આપ જાણો છો. જ્ઞાની અને ત્યાગીના સામે ચાલીને દર્શન કરવાં જોઈએ.” મંત્રીરાજ, ભગવાન બુદ્ધનો દરજ્જો શો છે ? સમાજમાં એ કયા સ્થાને બિરાજે છે ? એ તો માત્ર ભિક્ષુ છે અને હું રાજા છું, સમજ્યા !” ઘમંડી રાજાની આવી દલીલથી અનુભવી મંત્રીને આઘાત લાગ્યો અને એણે મંત્રીપદેથી ત્યાગપત્ર આપ્યું. રાજાએ એને બોલાવ્યો અને કહ્યું, “તમે ભૂલથી ત્યાગપત્ર લખી નાખ્યું છે. તમારી ગેરસમજ થઈ લાગે છે. ઘમંડને કારણે 112 1 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ li3

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82