________________
મારી પાસે નથી. એક ભિક્ષુ તરીકે બધું છોડી દીધું છે, માટે માફ કરજો. મને એ કશું યાદ નથી."
આ સાંભળીને જ્ઞાની મર્મજ્ઞ હસ્યા અને કહ્યું, “જુઓ, તમે બેજિંગમાં ચોખાના ભાવ કેટલા છે તેમ કહ્યું હોત તો તમે સત્યથી ઘણા વેગળા રહેત. સત્ય પામવા માટે ભૂતકાળને ભૂલવો જરૂરી છે. ઘણી વાર વ્યક્તિ જીવનભર બેજિંગના ચોખાના ભાવ યાદ રાખે છે અને એને પરિણામે એને સત્ય પ્રાપ્તિ થતી નથી.”
સત્યની પ્રાપ્તિને માટે ચિત્ત પરની બોજરૂપ બાબતો હટાવવી જોઈએ. ગઈકાલના અનુભવોનો બોજ એને આજના આનંદથી દૂર રાખે છે અને ભવિષ્યને પૂરેપૂરું પારખવા દેતું નથી. માણસ ગઈકાલને પકડીને બેસે છે. એની સ્મૃતિઓમાં જીવન પકડી રાખે છે અને પછી વર્ષો વીતી જાય છે. તેમ છતાં એ સ્મૃતિઓને જકડીને વર્તમાનકાળમાં જીવતો હોય છે. આ ભૂતકાળની સ્મૃતિ વર્તમાનકાળને સમજવા દેતી નથી. જે બની ચૂક્યું છે તે આજે બનવાનું નથી, માટે ભૂતકાળને બદલે ભવિષ્યને જોવું જોઈએ.
72 D પ્રસન્નતાનાં પુષ્પો
૩૫
બધિરતાએ અવગુણનો નાશ કર્યો
સંતનું નામ હતું હાતિમ, પરંતુ લોકો એને બહેરા હાતિમ તરીકે ઓળખતા હતા. નિકટના અનુયાયીઓ પણ માનતા કે ગુરુ એટલા બધા ધિર છે કે તેઓ અન્યની સામાન્ય વાતચીત પણ સાંભળી શકતા નથી. એમના કાન પાસે જઈને ખૂબ જોરથી બોલવામાં આવે તો જ એ માંડ સાંભળી શકે છે. આથી બનતું
એવું કે, આ સંતની સમક્ષ આવતી દરેક વ્યક્તિ મન ફાવે તેમ બોલતી, કારણ કે, એ જાણતી હતી કે બિચારા હાતિમ તો કશું સાંભળતા નથી, પછી ચિંતા શેની ?
બહેરાશને કારણે બરાબર સાંભળ્યું નથી એમ કહીને સંત હાતિમ પણ સામી વ્યક્તિને નજીક આવીને જોરથી બોલવાનું કહેતા. એક દિવસ સંત પોતાના શિષ્યો પાસે બેઠા હતા, ત્યાં એકાએક એક માખી જાળમાં ફસાઈ ગઈ અને એમાંથી બહાર નીકળવા માટે ગણગણાટ કરવા લાગી. આ જોઈને સંત હાતિમ બોલી ઊઠ્યા,
“અરે લોભી ! શા માટે આમ ભમી રહી છે. બધી જગાએ ખાંડ કે મધ હોતું નથી. ક્યાંક જાળ પણ હોય છે.” એમની નજીક બેઠેલો અનુયાયી આશ્ચર્ય પામ્યો. એણે કહ્યું, “આપે આ માખીનો ગણગણાટ કઈ રીતે સાંભળ્યો ? અમે ન સાંભળી શક્યા, તે તમારા બહેરા કાને કઈ રીતે સાંભળ્યું ?
બીજી વ્યક્તિએ કહ્યું, “આનો અર્થ એ કે તમે બધિર નથી. લોકો તો તમને બધિર સમજે છે.”
પ્રસન્નતાનાં પુષ્પો – 73