________________ “જગતને અજ્ઞાનના અંધકારમાંથી જગાડવા હું ઉત્સુક થયો છું. મશાલ એ સંદેશ આપે છે કે જાગો, તમારી ચોપાસનો અંધકાર દૂર કરો. પ્રકાશ પામો.” વિદ્વાનની વાત સાંભળીને ભિક્ષુ ખડખડાટ હસી પડ્યા. એમણે કહ્યું, “આ તે કેવું ? જો તમારી આંખો સુર્યના સર્વવ્યાપ્ત પ્રકાશને જોઈ શકતી નથી, તો એમાં દુનિયાનો નહીં, તમારો દોષ છે. અને ક્યાં છે અંધકાર ? હે વિદ્વાન પુરુષ ! તમે મને એટલું કહેશો કે આ તમારી સળગતી મશાલથી ભીતરના અજ્ઞાનનો ગાઢ અંધકાર દૂર થાય ખરો ?" એટલે શું ?" ભિક્ષુએ કહ્યું, “લોકોના હૃદયમાં રહેલા અજ્ઞાન અને શિક્ષાના અંધકારને દૂર કરવાની આવશ્યકતા છે. તમે તમારા જ્ઞાન અને વિદ્યાથી તેને દૂર કરી શકો અને એમના હૃદયને પ્રકાશમય બનાવી શકો. આ રીતે મશાલ લઈને ચાલવાથી તો તમે તમારા તેલ, શ્રમ અને જ્ઞાન - ત્રણેયને વ્યર્થ નષ્ટ કરી રહ્યા છો.” 150 પ્રસન્નતાનાં પુષ્પો છે D પ્રહનતાનાં પુષો 9