Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ ત્રીજા શિષ્યે કહ્યું, “ગુરુજી, સઘળું ઊથલપાથલ કરી દેતી આંધીને મંત્રબળ દ્વારા શાંત પાડવાની કળામાં હું પારંગત બની ગયો છું. આમાં હું કોઈને પણ પરાજિત કરી શકું તેમ છું. મારી આ અપ્રતિમ શક્તિ સહુને દર્શાવવાની મારી આતુરતા છે.” ચોથા શિષ્યે કહ્યું, “ગુરુજી, મને મંત્ર-તંત્ર કે ચમત્કારની વિદ્યામાં વિશેષ રુચિ નથી. હું તો મનને વશ રાખવાની કલા શીખ્યો છું. મને એમ લાગે છે કે જનસામાન્યને મનને વશ રાખવાની કલા શીખવીને એમને સુખી જીવનનો માર્ગ બતાવી શકું તો મને અપાર આનંદ થશે.” ઋષિએ ચોથા શિષ્ય તરફ જોઈને કહ્યું, “વત્સ, વાસ્તવમાં તેં જ બધાં શાસ્ત્રોના મૂળને પકડ્યું છે. જ્ઞાન, શિક્ષણ અને જીવનમાં મનનો જ ખરો મહિમા છે ! કોઈ પણ વિદ્યામાં દક્ષતા હાંસલ કરવા માટે મનની ગતિને વશમાં રાખવી આવશ્યક છે. મન જીતે, તે સઘળું જીતી શકે. એની ગતિ પર પ્રભુત્વ ધરાવનાર તમામ પ્રકારના લોભ અને મોહને જીતી શકે છે અને સુખી જીવન વી શકે છે. આ રીતે તારી વિદ્યા એ તારા અને સમસ્ત સમાજના કલ્યાણનું કારણ બનશે. તારા પર હું અતિ પ્રસન્ન છું.” 12 – પ્રસન્નતાનાં પુષ્પો શું લાવ્યા અને શું લઈ જશો ? જિંદગી સદૈવ એકસરખી જતી નથી. એમાં ભરતી અને ઓટ પેઠે સુખ અને દુઃખ આવે છે. સમય અને સંજોગ પલટાય છે. એક સમયે અપાર સમૃદ્ધિમાં આળોટતા ધનિકની સંપત્તિ એકાએક ચાલી ગઈ અને એ સાવ નિર્ધન થઈ ગયો. એક વાર એની પાસે અઢળક ધન-સમૃદ્ધિ હતાં, એને હવે એક-એક પાઈ માટે તલસવું પડતું હતું. હતાશ થઈને લમણે હાથ મૂકીને વિષાદગ્રસ્ત ચહેરા સાથે એ જીવતો હતો. ક્યારેક એનું મન આઘાત અનુભવતું, તો ક્યારેક એને આત્મહત્યાનો વિચાર આવતો. એવામાં એ ગામમાં એક સંત આવ્યા અને ધનિક એમની પાસે દોડી ગયો. પોતાની બદલાયેલી આર્થિક સ્થિતિની વાત કરી અને સંતને ચરણે પડીને વિનંતી કરી, “મહારાજ, જીવનમાં સઘળું ગુમાવીને બેઠો છું. કોઈ એવો રસ્તો બતાવો કે એનાથી મને શાંતિ મળે.' સંતે વળતો પ્રશ્ન કર્યો, “તમારું બધું જ ચાલ્યું ગયું છે ને!” ધનિકે સ્વીકારમાં માથું હલાવ્યું, ત્યારે સંતે કહ્યું, “તમારી પાસે હતું એ તો તમારી પાસે જ રહેવું જોઈએ. એ ક્યાંથી ચાલ્યું જાય ? જરા કહેશો, તમે તમારા જન્મ સમયે શું લઈને આવ્યા હતા ?” ધનવાન વિચારમાં પડી ગયો. આવા પ્રશ્નનો ઉત્તર શો પ્રસન્નતાનાં પુષ્પો C 13

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82