Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 34
________________ જે ખોયું, તેને રડવું નહીં ન્યાયાધીશે બીજે દિવસે નિર્ણય જાહેર કરવાનું નક્કી કર્યું. બન્ને સ્ત્રીઓ ન્યાયાલયમાં આવી ત્યારે બહાર પાંચ ગાય ધરાવનારી સ્ત્રીને માટે પાણીના પાંચ લોટા રાખ્યા અને એક ગાય ધરાવનારી સ્ત્રીને માટે એક લોટો રાખ્યો. | ન્યાયાધીશે સુચના આપી હતી કે પાણીથી હાથપગ બરાબર ધોઈને બંનેએ ન્યાયાલયમાં પ્રવેશ કરવો. કરજ લેનારી સ્ત્રીએ ધડાધડ એક પછી એક લોટા ઠાલવીને હાથપગ ધોવા માંડ્યા. ઘણું પાણી એમ ને એમ ઢોળાઈ ગયું. પાંચ લોટાનું પાણી પણ એને માટે પૂરતું થયું નહીં. બીજી સ્ત્રીએ ખુબ ચીવટથી હાથ અને પગ સાફ કર્યા અને થોડું પાણી બચાવ્યું પણ ખરું. ન્યાયાધીશ ધ્યાનથી બંને સ્ત્રીઓની વર્તણૂક જોતા હતા અને એમણે જાણી લીધું કે પાંચ ગાય ધરાવતી સ્ત્રીએ રકમ ઉછીની લીધી હોવી જોઈએ. એમણે પોતાનો ફેંસલો આપતાં કહ્યું, કરજ લેનારી પાંચ ગાય ધરાવતી સ્ત્રી ખૂબ ખર્ચાળ છે. આટલું બધું દૂધ મળતું હોવા છતાં એના બેફામ ખર્ચાને કારણે એ દેવામાં રહેતી હશે, જ્યારે બીજી સ્ત્રીએ લોટામાં રહેલા પાણીથી હાથ-પગ ધોયા અને વળી થોડું પાણી બચાવ્યું પણ ખરું. એ ઓછો ખર્ચ કરનારી મિતવ્યયી સ્વભાવની લાગે છે અને એટલે જ એ બચત કરેલી રકમ ઉધાર આપી શકી હશે.” આમ બંને સ્ત્રીઓની પ્રકૃતિની ઓળખ મેળવીને ન્યાયાધીશે પોતાનો ન્યાય આપ્યો. જાળમાં ફસાયેલી ચકલીને પકડીને શિકારી એને મારી નાખવા મથામણ કરતો હતો, ત્યાં ચકલીએ આજીજી કરતાં કહ્યું, “મને મારીશ નહીં, મને છોડી દે.” શિકારી કોઈ પણ સંયોગોમાં ચકલીને મુક્ત કરવા તૈયાર નહોતો, ત્યારે ચકલીએ પુનઃ વિનંતી કરી. “મારા જેવી નાનકડી ચકલીને મારીને તને કેટલું ભોજન મળશે ? જરા તો વિચાર કર. એને બદલે તું મને મુક્ત કરીશ, તો હું તને જીવનને માટે અત્યંત મૂલ્યવાન એવી ત્રણ વાત કહીશ, જેના પાલનથી તારું જીવન સુખસમૃદ્ધિપૂર્ણ બનશે.” શિકારીએ કહ્યું, “પણ હું તને જાળમાંથી મુક્ત કરીશ, તો તો તું આકાશમાં ઊડી જઈશ.” ચકલીએ એના પર વિશ્વાસ રાખવાનું કહ્યું અને સાથે એમ પણ કહ્યું, “પહેલી વાત હું તારા જમણા હાથ પર બેસીને કહીશ, બીજી વાત ડાબા હાથ પર બેસીને અને ત્રીજી અમૂલ્ય વાત દીવાલ પર બેસીને કહીશ. મારી ત્રણેય વાતોને સમજી વિચારીને સ્વીકારીશ, તો તને જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી નહીં નડે.” ચકલીની વાતથી રાજી થયેલા શિકારીએ એને જાળમાંથી મુક્ત કરી અને જમણા હાથ પર રાખી. ચકલી બોલી, “જીવનમાં જે વાત અસંભવ હોય, તેનો ક્યારેય સ્વીકાર કરવો નહીં, પછી ભલે એ વાત કોઈ અંગત સ્વજને કહી હોય.” 4 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 55

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82