________________
વિ.સં. ૨૦૨૮ (ઇ.સ. ૧૯૭૧)ના નૂતન વર્ષના પ્રારંભે જ્યોતિષના બળથી એમણે જોઇ લીધું કે હવે મારું આયુષ્ય પુરું થવાની તૈયારી છે. એટલે તેમણે એક સાથે ૧૬ ચોવિહાર ઉપવાસના પચ્ચકખાણ લઇ લીધા ને ૧૧મા ઉપવાસ કા.વ.૨ ના દિવસે તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
તેઓશ્રી એટલા બધા ફક્કડ હતા કે ઉપધિમાં સંથારો, ઉત્તરપટ્ટો ને આસન - આના સિવાય કશુંય તમને મળે નહિ. * પૂ. મુનિ શ્રી દેવવિજયજી :
મૂળ રાજસ્થાન-પીપાડના વતની, પણ આમ મહારાષ્ટ્ર-નાસિકમાં રહેતા દેવીદાસ ચંદનમલજી વિ.સં. ૧૯૯૩, વૈ.સુ.૧૩, ઇ.સ. ૧૯૩૭, ભુજમાં પૂજયશ્રી પાસે દીક્ષા લઇ મુનિશ્રી દેવવિજયજી બન્યા. પૂ. કંચનવિજયજીની દીક્ષા પછી માત્ર ત્રણ દિવસ પછી આ દીક્ષા થયેલી, અંજારમાં બંનેની વડી દીક્ષા સાથે થઇ. પૂ. દેવવિજયજી મ. ખરેખર દેવ જેવા હતા. અત્યંત શાંત પ્રકૃતિવાળા આ મહાત્મા તપસ્વી પણ હતા. નિત્ય એકાસણા તો કરતા જ હતા, પણ ૯૨ જેટલી વર્ધમાન તપની ઓળી પણ કરી છે.
વિ.સં. ૨૦૨૬ની આસપાસ તેઓશ્રી રાધનપુર મુકામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. * મુનિ શ્રી રત્નાકરવિજયજી :
આમોદ (ભરૂચ પાસે)ના વતની રતનચંદભાઇ વિ.સં. ૧૯૮૮, ફા.સુ. ૩ ના અમદાવાદમાં પૂજ્યશ્રી પાસે દીક્ષિત બની પૂ. મુનિ શ્રી કાન્તિવિજયજી મ.ના શિષ્ય બન્યા.
પૂજય મુનિશ્રી અત્યંત શાંત, સ્વાધ્યાય અને ક્રિયામાં અત્યંત જાગરૂક અને પ્રભુના પરમ ભક્ત હતા.
વિશ્વવિભૂતિ પૂ. કલાપૂર્ણસૂરિજી મ.ના દીક્ષા દાતા આ મુનિશ્રી એટલા જાગરૂક હતા કે સ્વાધ્યાય વગેરે કરતા ઊંઘ આવી જાય કે પોતાનાથી બીજી કોઇ ભૂલ થઇ જાય તો પોતે જ પોતાને થપ્પડ મારી દેતા હતા.
પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી + ૬૦
વિ.સં. ૨૦૨૫, ઇ.સ. ૧૯૬૯ ની આસપાસ તેઓશ્રી ભચાઉ મુકામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. * પૂ. મુનિ શ્રી કેવળવિજયજી' :
પૂના નિવાસી મારવાડી મોતીલાલ લાધાભાઇએ (ગૃહસ્થપણામાં તેમણે સ્યાદ્વાદ-મંજરી વગેરે અનેક સંસ્કૃત ગ્રંથો સંપાદન-સંશોધન કરાવીને પ્રકાશિત કર્યા હતા, તેવું જણાય છે.) ૪૦ વર્ષની વયે વિ.સં. ૧૯૯૬, ફા.સુ. ૨, ઇ.સ. ૧૯૪૦ ના બાવળા (ગુજરાત)માં દીક્ષિત બની કેવળવિજયજી' તરીકે પૂજ્યશ્રીનું શિષ્યત્વ સ્વીકાર્યું.
મુનિશ્રી અટ્ટમના ઉગ્ર તપસ્વી હતા. પાછળના વર્ષોમાં તેઓશ્રીએ દક્ષિણ ભારતમાં (મદ્રાસ, બેંગ્લોર વગેરે સ્થળે) વિચરણ કર્યું હતું. એમના ઉપદેશથી અનેક સ્થાને જિનાલયોનાં નિર્માણ થયેલાં. મુનિઓ માટે અણાહારી દવાઓ મોકલવી વગેરે બાબતો અંગે તેઓશ્રી તત્પર રહેતા. વિ.સં. ૨૦૪૭, ઇ.સ. ૧૯૯૧, પૂનામાં ૯૧ વર્ષની વયે તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. * પૂ. મુનિ શ્રી કિરણવિજયજી :
વિ.સં. ૨૦૭૦, વૈ.સુ.૩, ઇ.સ. ૧૯૪૪, પાટણમાં લાકડીયા
મોતીલાલ લાધાજી ગૃહસ્થપણામાં ભણેલા સંસ્કૃતના વિદ્વાન પુરુષ હતા. તેમણે આહંત-મત-પ્રભાકર નામની સંસ્થા દ્વારા પ્રમાણ-મીમાંસા, સભાખ્યતત્ત્વાર્થાધિગમસૂત્રાણિ, સ્યાદ્વાદ રત્નાકર (ભાગ-૧), સાદ્વાદ મંજરી (એકથી પાંચ ભાગ), સૂત્રકૃતાંગસૂત્રમ્ (નિયુક્તિસહિતમ્), ઔપપાતિકસૂત્રમ્, પ્રાકૃતવ્યાકરણમ્ વગેરે ગ્રંથોનું ઉત્કૃષ્ટ સંપાદન-સંશોધન કરી-કરાવીને પ્રકાશિત કરાવ્યા હતા. તેમણે સંસ્કૃતની વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવનાઓ પણ લખી છે. ઇ.સ. ૧૯૩૧ (વિ.સં. ૧૯૮૭) માં પ્રકાશિત
ઔપપાતિક સૂત્રમાં પૂજય કનકસૂરિજી મ.નો ફોટો પણ મૂકાવ્યો છે. આ બધું અમે પૂના-કાગજ વગેરે સ્થાનોમાં હમણાં જ જોયું છે.
અમારી દીક્ષા પછી સૌ પ્રથમ લાકડીયા ચાતુર્માસમાં તેમના તરફથી અમને મૂર્તિ-ઘડીયાળ વગેરે મળ્યા હતા.
કરછ વાગડેના કર્ણધારો ૨ ૬૧