Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 142
________________ માગ સુદ-૫, પાલીતાણા, આજના દિવસે પૂ. ગણિશ્રી મુક્તિચન્દ્રવિજયજીને પંન્યાસ પદ, મુનિ શ્રી તીર્થભદ્રવિજયજી તથા મુનિ શ્રી વિમલપ્રવિજયજીને ગણિપદ અપાયાં. તેમજ બાબુભાઇ, હીરેન, પૃથ્વીરાજ, ચિરાગ, મણિબેન, કંચન, ચારુમતી, શાંતા, વિલાસબેન, ચંદ્રિકા, લતા, શાંતા, મંજુલા અને ભારતી - આ ચાર ભાઇઓ તથા દસ બહેનોની દીક્ષા થઇ. માગ.સુદ-૬, અહીં સાત સ્થાને ચાલતી ૯૯ યાત્રાનો ભાર નૂતન પં.શ્રી મુક્તિચન્દ્રવિજયજી આદિને સોંપીને પૂજ્યશ્રીએ પાલીતાણાથી વિહાર કર્યો. આ અમારાં છેલ્લાં દર્શન હતાં. પૂજ્યશ્રી અમદાવાદ પૂ. ભદ્રંકરસૂરિજીનાં દર્શન-વંદનાર્થે જવાના હતા, પણ વિહાર કરતાં પહેલાં જ સમાચાર મળ્યા : પૂ. ભદ્રકરસૂરિજી કાળધર્મ પામ્યા છે. અમદાવાદ, અહીં રહેલા મહાત્માઓનું મૈત્રી મિલન ગોઠવાયું હતું. સંકલ સંઘ એક થઇને આરાધના કરે તે દિશામાં પૂજયશ્રી આવા પ્રસંગે સદૈવ સક્રિય રહેતા હતા. કડી પાસેના ગામમાં પૂજ્યશ્રીના દર્શનાર્થે જ ખાસ એક દિવસમાં ૬૦ કિ.મી.નો વિહાર કરીને વિદ્વદ્વર્ય મુનિ શ્રી યશોવિજયજી આદિ આઠ (પૂ.આ. ભુવનભાનુસૂરિજીના સમુદાયના) મુનિઓ સાંજે પધાર્યા. શંખેશ્વર, તા. ૦૧-૦૧-૨૦૦૧, પૂજ્યશ્રીએ આ દિવસે શંખેશ્વરમાં છેલ્લાં દર્શન કર્યા. જતી વખતે માંગલિક વખતે લોકોને, જિનાલયને પૂંઠ ન આવે તે રીતે ઊભા રહેવાની સૂચના આપેલી.. ડીસા, અહીં બે બહેનોની (મધુબેન ભંસાલી, રમીલાબેન લુક્કડ) દીક્ષા થઇ. પૂજયશ્રીના વરદ હસ્તે આ છેલ્લી દીક્ષાઓ હતી. પાવાપુરી (રાજસ્થાન), મહા સુદ-૧૪, કે. પી. સંઘવી પરિવાર દ્વારા અહીં મોટા પાયે અંજનશલાકા પ્રતિષ્ઠાનું આયોજન થયું હતું. અહીં ૧૮ આચાર્ય ભગવંતો (પૂ.આ. અરિહંતસિદ્ધસૂરિજી, પૂ.આ. અભયદેવસૂરિજી, પૂ.આ. જિતેન્દ્રસૂરિજી, પૂ.આ. ગુણરત્નસૂરિજી, પૂ.આ. નવરત્નસાગરસૂરિજી, પૂ.આ. માનતુંગસૂરિજી, પૂ.આ. પ્રદ્યુમ્નસૂરિજી, પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૭૨ પૂ.આ. અરવિંદસૂરિજી, પૂ.આ. યશોવિજયસૂરિજી, પૂ.આ. મુનિચન્દ્રસૂરિજી, પૂ.આ. અશોકસાગરસૂરિજી આદિ ૧૮) ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાં મોટો ભૂકંપ થયો તે વખતે પૂજયશ્રી જીરાવલામાં હતા. ભૂકંપની દાસ્તાન સાંભળી પૂજ્યશ્રીનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. એક લાખ રૂપિયાની તૈયારી મીઠાઇ તાત્કાલિક ધોરણે કચ્છ તરફ રવાના કરાવી હતી તથા ભૂકંપગ્રસ્તોને મદદરૂપ થવા ૭ કરોડનું મોટું ફંડ કરાવ્યું હતું. ત્યાર પછી પણ ભૂકંપગ્રસ્તો માટે પૂજયશ્રી સતત ચિંતાતુર રહેતા અને આવશ્યક ફંડ કરાવતા રહેતા. ભૂકંપગ્રસ્તોને તાત્કાલિક રાહત મળે માટે કોઇ પણ સંપ્રદાયનો કે ગચ્છનો ભેદ રાખ્યા વિના દરેક કુટુંબને કુમારપાળભાઇ દ્વારા ૧૦-૧૦ હજારનું વિતરણ કરાવ્યું હતું. નિમ્બજ, મહા વદ-૫, રમણભાઇ મોન્ટેક્ષવાળાના પ્રયત્નથી પૂજ્યશ્રી અહીં પધારેલા અને પ્રતિષ્ઠા કરાવેલી. નાનકડું ગામ હોવા છતાં અહીં પાંચ કરોડની આવક થયેલી. ૨૫ લાખની આવક થાય તોય ઘણું, એવી ત્યારે ધારણા હતી. ભેરુ તારક તીર્થધામ, ફાગણ સુદ-૩, પૂ. ગુણરત્નસૂરિજી મ.ની પ્રેરણાથી તારાચંદભાઇ આદિ દ્વારા નિર્માણ પામેલા અહીંના જિનાલયમાં શાનદાર અંજનશલાકા પ્રતિષ્ઠા થઇ હતી. અહીં પણ ૧૫-૧૬ આચાર્ય ભગવંતો ઉપસ્થિત રહ્યા હતા. ચૈત્રી ઓળી : રાણકપુરમાં લુણાવાના સોહનરાજજી તરફથી સામુદાયિક ચૈત્રી ઓળી થઇ હતી. પૂજ્યશ્રીની આ છેલ્લી ચૈત્રી ઓળી હતી. અજમેર, વૈશાખ, તા. ૦૬-૦૫-૨૦૦૧ થી ૧૪-૦૫-૨૦૦૧, લોકાશા કોલોનીમાં પૂજ્યશ્રીની જ પ્રેરણા અને આશિષથી બનેલા જિનાલયની પ્રતિષ્ઠા થઇ. અહીં પૂ. પદ્મસાગરસૂરિજી પણ ઉપસ્થિત રહ્યા હતા. ખ્યાવર, અહીં એક બ્રાહ્મણ જ્યોતિષીએ પૂજ્યશ્રીની કુંડલીને જોઇને કહેલું : આ કોઇ અવતારી પુરુષની કુંડલી છે, પરંતુ રામ કે શ્રીકૃષ્ણ જેવા આ અવતારી પુરુષનું હવે આયુષ્ય વધારે જણાતું નથી. ભા.વદ૮ સંભાળવા જેવી ખરી. કચ્છ વાગડના કણધારો ૨ ૨૭૩

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193