Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 165
________________ પડતાં જ ધમપછાડા મચાવી દીધા. બંને બેનોને ઘેર લઇ જવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા, પણ આ બંને બાળાઓ મેરુની જેમ નિશ્ચલ રહી. આ વખતે કુદરતી રીતે તે બંનેની દઢતા જોઇ મુન્દ્રાના શ્રાવક વોરા તેજસીભાઈ ફોજદાર તથા ભુજપુરના શ્રાવક શ્રી આણંદજીભાઇ દેવશીએ (જેઓ પછીથી મહેસાણામાં ભણી પંડિતજી બન્યા હતા.) ખૂબ જ મદદ કરી હતી. શુભ ભાવથી શુભ કાર્યમાં પ્રવૃત્તિ કરનારને શાસનદેવ તરફથી ક્યાંકથી સહાય મળી જ જાય છે, તે આનું નામ ! ૧૮ વર્ષના મોટા બેનનું (નાનુબેન) નામ પાડવામાં આવ્યું : સા. નીતિશ્રીજી અને ૧૬ વર્ષના નાના બેન (લાલ)નું નામ પાડવામાં આવ્યું : સા. લાભશ્રીજી. આ બંને બેનો આ રીતે દીક્ષિત બની લાકડીયામાં બિરાજમાન સા. આણંદશ્રીજીને મળ્યા હતાં. વિ.સં. ૧૯૭૧, ઇ.સ. ૧૯૧૫નું ચાતુર્માસ ફતેહગઢ કર્યું. કારણ કે આ ચાતુર્માસ સુશ્રાવક ગઢેચા મેરાજ દીપચંદજી તરફથી હતું, જેઓ સા. આણંદશ્રીજીના સંસારી મોસાળપક્ષના સગા થતા હતા તથા પૂ. દાદાશ્રી જીતવિ.નું ચાતુર્માસ પણ ત્યાં હતું. વળી, ચોમાસામાં દશેરાથી તેમના તરફથી ઉપધાન તથા ત્યાર પછી સિદ્ધાચલનો છ'રી પાલક સંઘ નીકળવાનો હતો. કચ્છ-વાગડમાં આ ઉપધાન પહેલી વખત હતા. આ ઉપધાનમાં ગોપાલજીભાઇ (પૂ. દેવેન્દ્રસૂરિજી) જોડાયા હતા.) તથા સંઘ પણ પ્રથમ જ વખત હતો. સા. આણંદશ્રીજીએ ઉપધાનમાં શ્રાવિકાઓને આરાધના કરાવી તથા સંઘમાં પરિવાર સહિત સિદ્ધાચલ પધાર્યા. વિ.સં. ૧૯૭૩, ઇ.સ. ૧૯૧૭, મહા સુ.૧૩ ના પૂ. દાદાશ્રી જીતવિ. ના હાથે વાગડમાં ભીમાસરના વેજુબેન (જે સાધ્વીજીના સંસારી ભત્રીજી થતાં હતાં)ની દીક્ષા થઇ. ત્યાં સ્વયં ન જતાં પ્રશિષ્યાઓને મોકલ્યાં હતાં. વેજુબેન વિવેકશ્રીજીરૂપે પ્રસિદ્ધ થયાં ને તેમના ગુરુ બન્યાં : સા. નીતિશ્રીજી. આ અરસામાં અમદાવાદમાં પૂ. સાગરાનંદસૂરિજી મ.ની વાચનાનો લાભ લીધો હતો. વિ.સં. ૧૯૭૪, ઇ.સ. ૧૯૧૮નું ચાતુર્માસ મહેસાણા કર્યું. આ વખતે સા. નીતિશ્રીજીને ટી.બી. રોગ લાગુ પડ્યો. સખતે માંદગીમાં પણ જ્ઞાન બળે અને ગુરુ કૃપા બળે અપૂર્વ સમતા રાખીને વિ.સં. ૧૯૭૫, કા.સુ.૭ ના ૪.૦ વાગે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં ! માત્ર પાંચ વર્ષનો દીક્ષા પર્યાય અને ૨૩ વર્ષની ઉંમર ! માતૃશ્રી રળીયાતબેન સંસારી અવસ્થામાં જ ગયાં, બેન અત્યારે ગયાં ! હવે ૨૧ વર્ષના લાભશ્રીજી જ માત્ર એક રહ્યાં ! આ બધા પ્રસંગો લાભશ્રીજી માટે તો ઉત્કૃષ્ટ વૈરાગ્યના નિમિત્ત બન્યાં ! સા. નીતિશ્રીજીના અગ્નિસંસ્કાર વખતે કેટલીક અદ્ભુત ઘટનાઓ ઘટી હતી. અગ્નિસંસ્કારના સ્થાને કેશરની ધારાવારિ જોવા મળી હતી તેમ જ ગામમાં અનેક સ્થળે કેસરનાં છાંટણા પણ થયાં હતાં. ઉપાશ્રયમાં તો પોતાની મેળે જ ધૂપના ગોટેગોટા છવાઇ ગયા હતા. આ પ્રસંગથી જૈન-જૈનેતર લોકોની ધર્મ-શ્રદ્ધા ખૂબ જ વધી હતી. વિ.સં. ૧૯૭૭, ઇ.સ. ૧૯૨૧માં સા. આણંદશ્રીજી કચ્છની પંચતીર્થીની યાત્રાર્થે પધાર્યા હતા. નળીયામાં સુશ્રાવક ફોજદાર વોરા તેજસી સાંકળચંદને (મુન્દ્રામાં જે તેમના થકી જ ધર્મમાં જોડાયા હતા) સજોડે ચતુર્થ વ્રતની પ્રતિજ્ઞા કરાવી. રાત્રિ-ભોજન વગેરેના પણ નિયમો આપ્યા. તેમજ જ્ઞાનાદિ અભ્યાસ માટે એટલી જોરદાર પ્રેરણા આપી કે મોટી ઉંમરે પણ ફોજદારે બે પ્રતિક્રમણના સૂત્રો કંઠસ્થ કરી લીધા. આ વર્ષની ચૈત્રી ઓળી ભચાઊ કરી અનેક શ્રાવક-શ્રાવિકાઓને આયંબિલપૂર્વક શ્રી સિદ્ધચક્ર ભગવંતની આરાધનામાં જોડ્યા. આ વર્ષનું ચાતુર્માસ પલાંસવામાં પૂ. દાદા શ્રી જીતવિ., પૂ. હીરવિ, તથા પૂ.પં. શ્રી કનકવિ. ની નિશ્રામાં કર્યું. પૂ.પં. શ્રી કનકવિ.મ.ની પાસેથી વ્યાખ્યાનમાં ભગવતીસૂત્રનું શ્રવણ કર્યું તથા પૂ. ગુરુદેવની આજ્ઞાપૂર્વક વ્યાખ્યાન સિવાયના સમયમાં અનુયોગદ્વાર, કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૧૯ પૂ. સાધ્વીજી આણંદશ્રીજી ૩૧૮

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193