________________
આ દિવસોમાં પૂજયશ્રીની વાચના સાથે ધ્રાંગધ્રાના તત્ત્વચિંતક પન્નાલાલ ગાંધીના દ્રવ્યાનુયોગવિષયકતત્ત્વપૂર્ણ વક્તવ્યો પણ રહ્યાં હતાં. ધર્માસ્તિકાય વગેરે વિષે તેમનું ચિંતન ઘણું ઊંડું હતું. અમે એ બધું લખ્યું પણ હતું.
ફા.સુદ-૩ ના અહીં કેટલાંક બહેનોની દીક્ષા થઇ હતી : સા. અક્ષયનંદિતાશ્રીજી (અકલેસબેન, ખ્યાવર, બેંગ્લોર), સા. અક્ષયપ્રજ્ઞાશ્રીજી (ઇન્દુબેન, ખ્યાવર, બેંગ્લોર), સા. દીપ્તિરત્નાશ્રીજી (નયનાબેન, સિકંદરાબાદ), સા. દીપ્તિદર્શનાશ્રીજી (વીણાબેન, થાવર, બેંગ્લોર), સા. શીતલદર્શનાશ્રીજી (સુમનબેન, ખ્યાવર, બેંગ્લોર), સા.ગીવણયશાશ્રીજી (હેમલતાબેન, બાવર, બેંગ્લોર), સા. મોક્ષનંદિતાશ્રીજી (મંજુલાબેન, બ્લાવર, બેંગ્લોર), સા. હર્ષવર્ધનાશ્રીજી (રેખાબેન, નવસારી).
આમાં બ્લાવરના એક જ પરિવારનાં છ (એક માતા, પાંચ પુત્રીઓ) હતાં. તેમને તેમના સસરા તરફથી બિલકુલ રજા મળતી ન હતી, પણ જયપુરમાં પૂજયશ્રી પાસે આવતાં જ તેમના વિચારો બદલાઇ ગયા હતા. કોઇ પણ રીતે રજા ન જ આપવી, આવી ગાંઠ વાળીને આવેલા હોવા છતાં એ સાંડ મહાશય પૂજ્યશ્રીના સાંનિધ્યમાં આવતાં જ બદલાઇ ગયેલા અને બોલી ઊઠેલા : હું પ્રેમપૂર્વક સૌને રજા આપું છું.
પૂજ્યશ્રીની ઉપશમલબ્ધિનો આ પ્રભાવ હતો.
ચૈત્ર સુદ-૫ થી ચૈત્ર વદ-૧, શણવા, રણના કિનારે આવેલા આ નાનકડા ગામમાં સામુદાયિક ચૈત્રી ઓળીનું આયોજન થવાથી સેંકડો આરાધકો અનેક ગામોથી આવી પહોંચ્યા હતા. આ ઓળી ભુજ રહેતા અહીંના ત્રેવાડીઆ પરિવાર તરફથી હતી.
ચૈત્ર વદ-૨ થી ચૈત્ર વદ-૫, ફતેહગઢ, ચૈત્ર વદ-૫ ના અહીં એક બહેનની દીક્ષા હતી. સા. જિનાજ્ઞાશ્રીજી (દમયન્તીબેન, ફતેહગઢ)
ચૈત્ર વદ-૬, ગેડી, અહીં પ્રાચીન શ્રી મુનિસુવ્રતસ્વામી પ્રભુનું દેરાસર હતું. પૂજયશ્રીનું ગેડીમાં આ પ્રાયઃ છેલ્લું જ દર્શન હતું. પછી તો ૨૦૫૭ના ધરતીકંપમાં આ દેરાસર ધ્વસ્ત થયું. આ પ્રતિમાજી અન્યત્ર કટારીયાજી તીર્થમાં ખસેડાઇ.
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૧૨
વૈ.સુદ-૪ થી વૈ.સુદ-૧૨, સામખીયાળી, અહીં પૂજયશ્રીની નિશ્રામાં નવનિર્મિત આરસના સુંદર જિનાલયમાં મૂળનાયક શ્રી કુંથુનાથજી આદિ જિનબિંબોની અંજનશલાકા-પ્રતિષ્ઠા હતી. આ જિનાલયના નિર્માણમાં ગામ બહારથી પૈસા લેવામાં આવ્યા ન હતા.
સંગીતકાર જયંત રાહી આવેલા. કુલ ઊપજ ૪૪ લાખની થયેલી. | (આ જિનાલય ભૂકંપમાં ધ્વસ્ત થયું. પ્રતિમાજી બચી ગયા.)
સામખીયાળીમાં વૈ.સુદ-૫ ના દીક્ષા પણ થઇ હતી : સા. વિરાગરસાશ્રીજી (મુક્તાબેન, ધમડકા, મુંબઈ)
વૈ.સુદ-૧૫, ગાગોદર, અહીંના સંઘનો મુનિઓના ચાતુર્માસ માટે ખૂબ જ આગ્રહ થતાં અમારા બંનેનું (મુક્તિમુનિચન્દ્રવિ.) ચાતુર્માસ ગાગોદર નક્કી થયું. બીજે દિવસે થોરીઆરીમાં જય બોલાઇ. ખાસ કરીને આ વર્ષથી પૂજ્યશ્રીએ સ્વ-શિષ્યોને અલગ અલગ ક્ષેત્રોમાં ચાતુર્માસાર્થે મોકલવાનું શરૂ કર્યું. આ વર્ષે મુનિશ્રી કીર્તિચન્દ્રવિ.નું મુંદ્રામાં, મુનિશ્રી પૂર્ણચન્દ્રવિ. નું પૂ.પં.શ્રી પ્રીતિવિ. સાથે મનફરામાં, મુનિશ્રી કુમુદચન્દ્રવિ.નું પૂ. મુનિશ્રી દર્શનવિ. સાથે પલાંસવામાં ચાતુર્માસ થયેલું.
થોરીઆરી, અહીં નવનિર્મિત શિખરબદ્ધ જિનાલયમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા (વૈ.વ.૬) થઇ. અંજનશલાકા સામખીયાળી થઇ ગયેલી.
(આ જિનાલય ભૂકંપમાં ધ્વસ્ત બન્યું.).
અહીંના મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાનું નિર્માણ અમારી હાજરીમાં જયપુર-આત્માનંદ સભા ભવનમાં થયું હતું.
અહીં એક બહેનની દીક્ષા (વૈ.વ.૫) પણ થઇ હતી. સા. નિર્મલદર્શનાશ્રીજી (નિર્મળાબેન, થોરીઆરી)
વૈ.વદ-૬, કટારીઆ, થોરીઆરીથી અહીં આવતાં રસ્તો (તે વખતે કાચો જ રસ્તો હતો) ભુલાઇ જતાં પૂજ્ય શ્રી વગેરે શિકારપુર સુધી પહોંચી ગયા. ત્યાંથી કટારીઆ આવતાં ખૂબ જ મોડું (લગભગ ૧૨.00 વાગી
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨ ૧૩