________________
આ ચાતુર્માસમાં સ્પેશ્યલ ટ્રેન દ્વારા ધનજી ગેલા (લાકડીઓ, મુંબઇ) એકી સાથે બે હજાર માણસોને મુંબઇથી લાવેલા.
વિ.સં. ૨૦૫૪, ઇ.સ. ૧૯૯૭-૯૮, માગ. સુદ (સોલાપુર), અહીં માગસરમાં સંઘના દેરાસરમાં અંજનશલાકાપૂર્વક પ્રતિષ્ઠા થઇ. હજુ મહા મહિને સોલાપુરમાં બીજી અંજનશલાકા-પ્રતિષ્ઠા હતી. વચ્ચેના દોઢ મહિનાના ગાળામાં પૂજ્યશ્રીએ બીજાપુર, કુંભોજગિરિ, કોલ્હાપુર, સાંગલી વગેરે ક્ષેત્રોમાં વિચરણ કર્યું. અહીં પણ સર્વત્ર અપૂર્વ
સત્કાર આદિ થયાં.
બાર્સી (સોલાપુરથી ૭૫ કિ.મી. દૂર), અહીં પાર્શ્વપુરમ્ સંકુલમાં નવનિર્મિત જિનાલયમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. અહીં ઘીસુલાલજીભાઇએ જિનાલય બંધાવી પ્રતિષ્ઠા કરાવેલી, જેમાં લગભગ દોઢ કરોડનો ખર્ચ થયેલો.
ફરી સોલાપુરમાં, અહીં મોહનલાલજી કોઠારીએ દોઢ કરોડના ખર્ચે સમ્રાટ્ ચોકમાં કોતરણીયુક્ત મનોરમ જિનાલય બનાવ્યું. પૂજ્યશ્રીના વરદ હસ્તે અંજનશલાકા-પ્રતિષ્ઠા મહા સુદ-૧૩ ના દિવસે કરાવી. તે જ દિવસે બેંગ્લોરનિવાસી સમતાબેનની દીક્ષા થઇ. નામ પડ્યું : સા. ચિંતનપ્રિયાશ્રીજી. અહીં હુબલી નિવાસી મનોજકુમારનું દીક્ષા મુહૂર્ત પ્રદાન પૂજ્યશ્રી દ્વારા થયું. (દીક્ષા મુહૂર્ત : વૈ.વદ-૭, હુબલી)
મહા સુદ-૧૩ ના રાજનાંદગાંવ ચાતુર્માસની જય બોલાઇ ત્યારે સૌને આશ્ચર્ય થયું હતું. કારણ કે તે વખતે થાણા અને વાંકી, બંને સ્થાનો જ ચાતુર્માસ માટે મનાઇ રહ્યા હતા.
સોલાપુરથી વિહાર કરી લાતુર, નાંદેડ, કલમનૂરી, શૈબાળ, પિંપરી, દિગ્રસ, દારવા, યવતમાલ (અહીં પૂજ્યશ્રીએ જિનાલય નિર્માણ માટે પ્રેરણા કરી. પૂજ્યશ્રીની પ્રેરણાથી હાલ એ જિનાલય તૈયાર થઇ ગયું છે.), થઇને ચૈત્ર સુદ-૬ ના ભદ્રાવતી તીર્થે પધાર્યા. ત્રણ દિવસ સ્થિરતા કરી. ત્યાં મંદિરની પાછળના પરિસરમાં જીર્ણોદ્વારરૂપે થઇ રહેલા નૂતન જિનાલયના નિર્માણ માટે પૂજ્યશ્રીની નિશ્રામાં સારો એવો ફાળો થયો.
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. * ૨૫૬
ચૈત્ર સુદ-૧૨-૧૩, હિંગણઘાટ, અહીં બે દિવસમાં પર્યુષણ જેવો માહોલ સર્જાયો. નિર્મલ જૈને (વિજયવાડા, ફલોદી) પ્રાચીન ભજનો લલકારીને રાત્રિ ભક્તિમય બનાવી દીધી.
ચૈત્ર વદ-૨, નાગપુર (રામદાસ પેઠ), અહીંના નૂતન મંદિરમાં મૂળનાયક શ્રી સુમતિનાથજી આદિ જિનબિંબોના પ્રવેશની બોલી દોઢ લાખમાં અનિલભાઇએ લીધી. બીજા દિવસે ઇતવારી પેઠમાં મુંબઇથી આવેલા મુમુક્ષુશ્રી જિજ્ઞેશભાઇ (સામખીયાળી)નું સન્માન થયું. નાગપુરમાં કુલ ચાર દિવસ રોકાણ થયું.
આ વિહારોમાં પૂજ્યશ્રી મુનિઓને પન્નવર્ણાનો પાઠ દરરોજ
આપતા હતા.
વૈ.સુદ-૨, ચિંચોળા (છત્તીસગઢ), ૭૫ કિ.મી.નું લાંબું જંગલ પસાર કરી પૂજ્યશ્રીએ આજે છત્તીસગઢના આ ગામમાં પ્રવેશ કર્યો ત્યારે
જીવનના પણ ૭૫મા વર્ષે પ્રવેશ કર્યો હતો. રાજનાંદગાંવ નજીક હોવાથી ભક્ત લોકો પૂજ્યશ્રીના જન્મદિવસ નિમિત્તે આવી પહોંચ્યા હતા. મોટા મંડપો તૈયાર કરવામાં આવ્યા હતા.
પૂજ્યશ્રીએ રાજનાંદગાંવના ઉપકારી પ્રભુ પાર્શ્વનાથ (કાલિયા બાબા)ને યાદ કરતાં કહ્યું કે– “એમની ભક્તિના પ્રભાવથી જ અમને દીક્ષા મળી છે. એ ભગવાનના આકર્ષણે જ રાજનાંદગાંવમાં ચાતુર્માસ નક્કી થયું છે."
ગુરુપૂજન અને કામળીની બોલી એક લાખ થઇ. પૂજ્યશ્રીની ખાસ પ્રેરણાથી જીવદયાની પણ ત્રીસ હજારની ટીપ થઇ.
વૈ.સુદ-૬, રાજનાંદગાંવ, આ દિવસે પૂજ્યશ્રીએ ૪૫ વર્ષ પછી પ્રવેશ કર્યો. મન મૂકીને કાલિયા બાબા પાર્શ્વપ્રભુને ભેટ્યા. સમગ્ર નગરની જનતાએ ઉલ્લાસપૂર્વક સ્વાગત કર્યું. રાજનાંદગાંવના જિનાલયને ૧૦૦ વર્ષ પૂરાં થઇ રહ્યાં હતાં. તે નિમિત્તે થતા મહોત્સવના કારણે પૂજ્યશ્રીએ વહેલો પ્રવેશ કર્યો હતો.
કચ્છ વાગડના કર્ણધારો ૦ ૨૫૭