Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 190
________________ ‘એમનો કોઇ પ્રભાવ તેં જોયો છે ?' મારા પિતાજીની જ તમને વાત કરું. વિ.સં. ૨૦૩૬માં પહેલી વખત મારા પિતાજીએ પૂજય આચાર્યશ્રીને જોયેલા ને એમની નિર્મળતા વગેરેથી અત્યંત પ્રભાવિત થઇ ગયેલા. ત્યારે આંખમાં ભયંકર તકલીફ ઊભી થઈ. ડૉકટરના કહેવા પ્રમાણે ઓપરેશનની જરૂર ઊભી થઇ. મારા પિતાજી પૂજ્યશ્રી પાસે એ માટે વાસક્ષેપ નખાવવા ગયા. પૂજ્યશ્રી કહે : તમને ઓપરેશનની જરૂર પડી ? હોય નહિ ! લો, આ વાસક્ષેપ ! ને એ વાસક્ષેપના પ્રભાવથી કોણ જાણે શું થયું કે ઓપરેશન કરાવવાની જરૂર જ ન પડી. આવા તો અનેક પ્રસંગો અને પ્રસંગે પ્રસંગે સાંભળવા મળતા હોય છે. પુણ્યપુરુષ પૂજય આચાર્યશ્રીના ચરણમાં અનંત નમન. પૂ. મુકિતચરણવિજયજી : નારદે પિતા માટે અમરપટ્ટો મેળવવા પ્રયત્ન કરેલો, પણ એ પ્રયત્ન જ પિતાજીના મૃત્યુનું કારણ બન્યું, એમ રૂપક કથા કહે છે. દૈહિક અમરપટ્ટો કોઇને મળતો નથી, પણ પૂજ્યશ્રી જેવા કોઇ પુણ્યપુરુષ ગુણ-દેહે અને અક્ષર-દેહે (કહે કલાપૂર્ણસૂરિ જેવા પુસ્તકરૂપે) અમર રહે છે. પૂજ્યશ્રીની નિશ્રામાં ગૃહસ્થપણામાં મેં બે ચાતુર્માસ કરેલા છે, વાંકી તથા પાલીતાણામાં. મેં પહેલાં તાત્કાલિક દીક્ષા (માતાની મંજુરી વિના જ) લેવાની તજવીજ કરેલી, પણ પૂજયશ્રીએ કહ્યું : “માતાના આશીર્વાદપૂર્વક કાર્ય સફળ થાય. ચાતુર્માસ પછી તમારું કામ આમેય થવાનું જ છે ને !' ને ખરેખર પાલીતાણા ચાતુર્માસ પછી મારી દીક્ષા થઇ. આવી હતી પૂજયશ્રીની વચન-સિદ્ધિ ! ગુરુપૂજનનો ચડાવો પોપટભાઇ હીરજીભાઇ ગડા (આધોઈ) અને માળાનો ચડાવો પ્રવીણભાઇ ભીખુભાઇ બાર્સીવાળા પરિવારે લીધો હતો. ૩૫ રૂા.નું સંધપૂજન થયેલું હતું. ૨૨૫ જેટલા આયંબિલ થયેલા હતા. વ્યાખ્યાન સભામાં કચ્છ-વાગડ સિવાયના મારવાડી, ડીસા-સમાજ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૬૮

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193