________________
આજે ૪૨ વર્ષ થયા. આટલા વર્ષોમાં હું ક્યારેય બપોરે સૂતો નથી. આમાં પૂ.પં.શ્રી દીપવિ.મ.નું જીવન અમને પ્રેરણા આપી રહ્યું છે.
પૂજ્ય આ.ભ.નો આ ખુલાસો સાંભળી અમારું હૃદય પૂજ્યશ્રીના ચરણમાં ઝૂકી ગયું.
* *
(૨૧) એક વખત (વિ.સં. ૨૦૫૯) પૂજ્ય ગુરુદેવ આચાર્ય શ્રી વિજયકલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી અમદાવાદથી અમારે મુંબઇ તરફ જવાનું હોવા છતાં પૂજ્ય પરમ ગુરુદેવ અધ્યાત્મયોગી આ.શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના શંખેશ્વરમાં થનાર સ્મૃતિમંદિરના ભૂમિ-પૂજન અને શિલાન્યાસ મહા વદમાં થવાના હતા. આથી અમારે અમદાવાદથી શંખેશ્વર આવવાનું થયું. ભૂમિપૂજન, ખાતમુહૂર્ત, શિલાન્યાસ વગેરે ઉલ્લાસપૂર્વક થયા.
એ પ્રસંગે પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય અરિહંતસિદ્ધસૂરિજી મ. શંખેશ્વર પધારેલા. એક વખત એમના પડિલેહણનો અમને લાભ મળ્યો. ઓઘો બાંધવાનો પણ લાભ મળ્યો.
ઓઘાની દોરીમાં રહેલી ગાંઠ જોઇ અમે ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ પૂજ્ય આ.ભ.એ તરત જ કહ્યું : ગાંઠ ખોલતા નહિ. એમને એમ રાખી મૂકજો.
અમને નવાઇ લાગી : સાધુએ તો બધી જ ગાંઠ છોડી દેવાની હોય છે. બાહ્ય-આંતર તમામ ગ્રંથિ (ગાંઠ) છોડે માટે જ નિર્પ્રન્થ કહેવાય છે ને ! તો અહીં ગાંઠ કેમ રાખવાની ?
અમે પૂછ્યું : ‘કારણ ?'
જવાબ મળ્યો : “હું ૬૦-૭૦ વર્ષથી ગંઠસીનું પચ્ચક્ખાણ કરતો આવ્યો છું. ઠેઠ ગૃહસ્થપણાથી. પૂજ્ય દીપવિજયજી મ.નો આધોઇમાં ખૂબ નાના હતા ત્યારથી પરિચય થયેલો. એમના આધોઇ ચાતુર્માસ વખતે અમે કેટલાક છોકરાઓ ઉપાશ્રયમાં જ રહેતા અને સૂતા. પૂજય દીપવિજયજી મ.થી અમે એટલા રંગાયેલા હતા કે મેં તો મનમાં નક્કી જ કરેલું કે પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. • ૧૦૮
માનવજીવનની સફળતા માત્ર દીક્ષામાં જ છે, માટે મારે દીક્ષા તો લેવી જ. દીક્ષાના ભાવ સાથે ત્યારે અમને પૂજ્યશ્રીએ જે જે વ્રત પચ્ચક્ખાણ વગેરે શીખવાડેલું તે ત્યારથી આજે પણ ચાલુ છે. પૂજ્યશ્રીએ અમને ગંઠસી પચ્ચક્ખાણ શીખવેલું તે ત્યારથી આજે પણ ચાલુ છે. પૂ. દીવિજયજી મ.નો તો મારા પર અમાપ ઉપકાર છે. કેમ ભૂલાય, એ ઉપકારીને ?
* *
(૨૨) વિ.સં. ૨૦૨૮માં અમે પૂજ્યશ્રી સાથે લાકડીયા ચાતુર્માસમાં હતા. પૂજ્યશ્રીનું એ અંતિમ ચાતુર્માસ હતું.
એક વખત ત્યાં કોઇ પંડિતજી આવ્યા. ચંદ્રકાંતભાઇ નામના એ પ્રજ્ઞાચક્ષુ પંડિતજી કોઇ સ્થાને અધ્યાપન કાર્ય મળે એ હેતુથી આવેલા. જ્યોતિષ વગેરેનો પણ તેમણે અભ્યાસ કરેલો.
પૂજ્યશ્રીએ પૂછ્યું : કેટલું ભણ્યા છો ?
“ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, સંસ્કૃત બે બુક, જ્યોતિષ” વગેરે જે પોતે ભણેલું હતું, તે બધાના નામો કહ્યા.
પૂજ્યશ્રી : “પચ્ચક્ખાણ ભાષ્ય આવડે છે ને ?” “હાજી,”
“ચોથી ગાથા બોલો."
પેલા પંડિતજી ચૂપ થઇ ગયા. લાઇનસર ગાથા આવડતી હશે, પણ કયા નંબરની કઇ ગાથા તે ખ્યાલ ન હોવાથી બોલ્યા નહિ હોય.
પૂજ્યશ્રીએ કહ્યું : ‘જુઓ, આપણો અભ્યાસ એટલો સંગીન હોવો જોઇએ કે ગમે ત્યારે ગમે તે ગાથા ઉપસ્થિત થઇ જવી જોઇએ. તમારી પરીક્ષા કરવા કે અપમાન કરવા નથી પૂછ્યું, પણ તમને ખ્યાલ આવે કે અભ્યાસ કેવો હોવો જોઇએ ? માટે જ પૂછ્યું છે.’
પૂજ્યશ્રીનું જ્ઞાન તો સંગીન હતું જ, પણ કોઇના અહંને ઠેસ ન લાગે, એની પણ પૂરતી કાળજી લેતા હતા.
* *
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૦૯