Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 183
________________ પૂજ્ય શ્રી કનકસૂરિજી મહારાજ ગુરુસ્તુતિ (હરિગીત) વાગડતણા સમુદાયના પહેલા જ સૂરીશ્વર હતા, જેના ચરણના ભક્તગણ કઇ લોક કોટીશ્વર હતા; જેના ચરણના સ્પર્શ દ્વારા દૂર ટળતી દુર્મતિ, તે કનકસૂરિ ગુરુરાજ કેરા સ્મરણમાં મુજ હો મતિ.. .......... પ્રજ્ઞા પ્રતિભા વિનય ગુણના કારણે સૌને ગમે, ઠાકોર કહે ઇંગ્લેન્ડ જઈને થાવ બેરિસ્ટર તમે; કહે કાનજી ઇંગ્લેન્ડ ભણવામાં નથી મુજને રતિ, શ્રી કનકસૂરિ ગુરુરાજ કેરા સ્મરણમાં મુજ હો મતિ. સાધ્વીજી શ્રી આણંદશ્રીના શુભ સમાગમ કારણે, વ્રત રહ્યું ચોથું વલી શ્રી વિમલગિરિવર આંગણે; સંવેગપૂર્વક ઝંખતા ક્યારે ટળે મુજ અવિરતિ, શ્રી કનકસૂરિ ગુરુરાજ કેરા સ્મરણમાં મુજ હો મતિ. ગામ ભીમાસર અને માગસર સુદિ પૂનમ હતી, શ્રી જીતવિજય ગુરુરાજની સોહામણી નિશ્રા હતી; દીક્ષાર્થી કાનજીભાઇની ઉત્સવસભર દીક્ષા હતી, શ્રી કનકસૂરિ ગુરુરાજ કેરા સ્મરણમાં મુજ હો મતિ. સિદ્ધિ-જીત-હીર-મેઘ ગુરુવર ‘હે કનક’ બોલાવતા, આસન ઉપરથી સાંભળી ‘ક’ તરત ઊભા થઇ જતા; આવું સમર્પણ જોઇને અત્યંત સૌ રાજી થતા, શ્રી કનકસૂરિ ગુરુરાજ કેરા સ્મરણમાં મુજ હો મતિ.. પંન્યાસને આચાર્ય પદવી પામીને શોભે અતિ, સિદ્ધિસૂરીશ્વરજીએ ભૂષિત કર્યા નિર્મળમતિ; પદધારીની સામે ગયા ગુરુ જીતવિજયજી મુનિપતિ, શ્રી કનકસૂરિ ગુરુરાજ કેરા સ્મરણમાં મુજ હો મતિ.. પ.પૂ. કનકસૂરિજી મ. ૧ ૩૫૪ ભચાઉ સંવત્ બારમાં ભૂકંપથી ધ્રુજી ધરા; પણ કોટમાં ક વ્યક્તિને ઇજા નહિ પહોંચી જરા; એવા અનુપમશક્તિધારક સત્ત્વસાધક સૂરિવરા, શ્રી કનકસૂરિ ગુરુરાજ કેરા સ્મરણમાં મુજ હો મતિ.. ‘કલિકાળના સ્થૂલિભદ્રજી આ’ ઇમ કહે કઇ મહાવતી, છે શાન્તમૂર્તિ ભદ્રમૂર્તિ ને વળી સમતાવતી; નિર્મલ સ્ફટિક સમ આપની અત્યંત શુદ્ધ પરિણતિ, શ્રી કનકસૂરિ ગુરુરાજ કેરા સ્મરણમાં મુજ હો મતિ.. શ્રમણગણ પાસે રહી શ્રી પંચસૂત્ર સુણાવતા, હૃદયના ધબકાર સહ ઘડિયાળ કૌટા થોભતા; જીવનભર રહેશે ગુરુવર ! હૃદય મંદિરમાં સ્મૃતિ, શ્રી કનકસૂરિ ગુરુરાજ કેરા સ્મરણમાં મુજ હો મતિ.. શ્રાવણ વદિ દિન ચોથના ભચાઉ વાગડ કચ્છમાં, ગુરુ વિરહના કારણે અતિ શોક વ્યાપ્યો ગચ્છમાં; થઇને મુનિ મુક્તિ તરફ ચાલ્યા “શ્રમણ-ગણ-અધિપતિ, શ્રી કનકસૂરિ ગુરુરાજ કેરા સ્મરણમાં મુજ હો મતિ... કચ્છ-વાગડ દેશોદ્ધારક પૂ. આચાર્ય શ્રી વિજયકનકસૂરિજી મ.નું ભક્તિ-ગીત | (તર્જ : એ મેરે વતન કે લોગો...) ઓ કચ્છ વાગડના લોકો ! તમે યાદ કરો ગુરુવરને, શ્રી કનકસૂરીશ્વર ચરણે તમે વંદો હર્ષ ધરીને... પ્રજ્ઞા પ્રતિભા બુદ્ધિ, જીવનમાં છે અતિ શુદ્ધિ, તેનાથી છે તેમ વૃદ્ધિ (૨), નથી મોહમાયાની ગૃદ્ધિ. જે શાસ્ત્ર ભણે ગુરુ પાસે, દિલમાં અતિ ભાવ ભરીને ..... શ્રી કનક0 ૧ કરુણા ઝરે છે નયને, ને મધુરતા છે વયણે, આનંદિત થઇ તે જાએ (૨), જે આવે આપના શરણે, વંદન કરોડો હોજો , વાગડના પ્રથમ સૂરિને. .............. શ્રી કનક0 ૨ કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૫૫

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193