Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 158
________________ પડવું. વળી, ઘરની જવાબદારી પણ આવી પડી. પણ પોતાના જીવન ધ્યેયને સારી રીતે જાણતી અંદુએ પિતાશ્રીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું : “હું બેત્રણ વર્ષથી ધર્મના અભ્યાસમાં લીન છું, એ આપ જાણો જ છો. મને સંસારમાં જરા પણ રસ નથી. એટલે મારા પર કોઇ આશા રાખતા નહિ.' “આવું બોલીને તું શા માટે મને વધુ ચિંતામાં નાંખે છે ?' ‘ચિંતામાં નથી નાખતી, પણ ચિંતાથી મુક્ત કરું છું. ઘરમાં રહેલી છોકરી તો જીવનભર પિતા માટે (પરણીને જાય તો પણ) ચિંતાનું પોટલું બની રહે છે. જ્યારે હું તો આપને જીવનભર માટે ચિંતામુક્ત બનાવું છું.” આવું સ્પષ્ટપણે બોલતી અંદુની સામે પિતાશ્રી મોતીચંદ એક શબ્દ પણ ન બોલી શક્યા. દૃઢ સંકલ્પની સામે ઘણું કરીને સામી વ્યક્તિ હતપ્રભ બની જતી હોય છે. વિ.સં. ૧૯૩૨, ઇ.સ. ૧૮૭૬માં પૂ. પદ્મવિજયજી, પૂ. જીતવિ., પૂ. પુણ્યવિ. આદિ પલાંસવામાં ચાતુર્માસાર્થે પધાર્યા. પૂ. પદ્મવિ.મ.ની વૈરાગ્યભરી વાણી સાંભળીને અંદરબેનનો વૈરાગ્ય અત્યંત તીવ્ર બન્યો. ચોથું વ્રત લેવાની ભાવના જાગી. જયોતિર્વિદ્ પૂ. પદ્મવિ. એ પણ આ બાળાના કપાળના લેખ વાંચી લીધા ને એક દિવસ વ્યાખ્યાન સભામાં જ બંને બેનોને (અંદરબેન તથા ગંગાબેન) આજીવન બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા આપી દીધી. સભામાં ખળભળાટ મચી ગયો. ૧૪-૧૫ વર્ષની બાળાઓને વ્રત ? લોકોને આશ્ચર્યનો આઘાત લાગ્યો. પૂ. પદ્મવિજયજીએ સૌને સમજાવતાં કહ્યું : ભાગ્યશાળીઓ ! આ વ્રત દુર્ધર છે, તે હું જાણું છું. પણ સાથે-સાથે આ બંને બાળાઓનાં મન પણ દેઢ છે, તે પણ જાણું છું. આજનો દિવસ અને અત્યારનો સમય અતિશ્રેષ્ઠ હોવાથી મેં અત્યારે પ્રતિજ્ઞા આપી છે. લોકો ચૂપ થઈ ગયા. બંને બાળાઓને ચલાયમાન કરવા કુટુંબીજનોએ ઘણા પ્રયત્ન કર્યા, પણ જેમનો સંકલ્પ મેરૂ જેવો નિશ્ચલ હોય તેમને કોણ ચલાયમાન કરી શકે ? પૂ. પદ્મવિ.એ શુભ મુહૂર્ત આપેલી પ્રતિજ્ઞા બંનેએ કેવી રીતે પાળી ? તે જગત જાણે છે. પૂ. સાધ્વીજી આણંદશ્રીજી + ૩૦૪ હવે બંને બાળાઓએ પોતાનું મન સંપૂર્ણપણે ધર્મ-માર્ગમાં લગાવી દીધું. ત્યારથી માંડીને જ્યાં સુધી સંસારમાં રહ્યા ત્યાં સુધી બંને વખત પ્રતિક્રમણ, રોજ ૭-૮ સામાયિક, ૧૨ તિથિએ પૌષધ, પૌષધ સિવાયના દિવસોમાં પણ પડિલેહણ કરવાનું (અભ્યાસ માટે) તથા સચિત્તનો સ્પર્શ નહિ કરવાનો ! હવે તો પિતા મોતીચંદજીએ પણ બાળકીનું મન જાણી લીધું એટલે અનુકૂળ થઇને રહેવા માંડ્યા. ભાગ્ય યોગે વિ.સં. ૧૯૩૫, ઇ.સ. ૧૮૭૯ થી પૂ. પદ્મવિજયજીએ પલાંસવામાં જ સ્થિરવાસ કર્યો હતો. આથી અંદરબેને તેમની પાસે જ આગળનો ધાર્મિક અભ્યાસ શરૂ કર્યો. સાથે તપ પણ ચાલુ રાખ્યો. ગૃહસ્થપણામાં જ એમણે કરેલો તપ તથા કરેલો જ્ઞાનાભ્યાસ આશ્ચર્ય ઉપજાવે તેવા છે. જીવવિચારાદિ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, વૈરાગ્ય શતક, દાન-શીલાદિ ૨૭ કુલકો, બૃહત્સંગ્રહણી, ક્ષેત્રસમાસ, ઉપદેશમાલા, સિંદૂરપ્રકર વગેરે અર્થ સહિત કંઠસ્થ કર્યા હતા. બીજ, પાંચમ, આઠમ, અગ્યારસ, ચૌદસ, રોહિણી, નવપદજીનું આરાધન વગેરે સંપૂર્ણ તથા વીશસ્થાનકની ૧૧ ઓળી વગેરે તપ કરેલ હતાં. સાથે સાથે પૂ. પદ્મવિ.મ.ની વૈરાગ્ય-ગર્ભિત વાણીથી સંસાર પૂર્ણપણે અસાર લાગવા માંડ્યો હતો. વર્ષો પર વર્ષો વીતવા લાગ્યા હતા છતાં હજુ સ્વજનો તરફથી દીક્ષા માટે રજ મળતી નહોતી. હવે, ફોઇના પુત્રી નંદુબેન, જે રાધનપુરમાં વિ.સં. ૧૯૩૧, ઇ.સ. ૧૮૭૫માં પૂ. જીતવિજયજી પાસે દીક્ષા લઇને સા. નિધાનશ્રીજી રૂપે સુંદર સંયમ જીવન પાળતા હતાં, તેઓ પોતાના ગુરુજી સા. રળીયાતશ્રીજી સાથે પલાંસવામાં પધાર્યા. તેમના ઉપદેશથી જલ્દીથી દીક્ષા લેવાની ઇચ્છા થઇ, સ્વજનોએ પણ હવે માંડ-માંડ રજા આપી, પણ પૂ. પાવિજયજી મ. પાસે કચ્છ વાગડના કર્ણધારો જે ૩૦૫

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193