________________
સંઘ પછી પૂજ્યશ્રી પાલીતાણા થોડા દિવસ રોકાઇ શંખેશ્વર પધાર્યા. રસ્તામાં ચૂડા (સૌરાષ્ટ્ર)માં ચૈત્ર સુદ-૬ ના દિવસે ૩૪ વર્ષની વયના હંસાબેનને ચોથું વ્રત આપ્યું. અહીંથી શંખેશ્વર ગયા પછી પૂ. મુનિશ્રી કલાપ્રભવિ., મુનિચન્દ્રવિ, વિશ્વસનવિ., કીર્તિરત્નવિ. આદિ ભચાઉ (કચ્છ) ચાતુર્માસાર્થે છૂટા પડ્યા.
પૂજયશ્રી પિંડવાડા ચાતુર્માસાર્થે પધારી રહેલા હતા. રસ્તામાં ચૈત્ર વદ૭ ના ગઢ (બનાસકાંઠા) મુકામે પ્રવીણાબેન તથા દક્ષાબેનની દીક્ષા થઇ. સા. મુક્તિધર્માશ્રીજી તથા સા. મુક્તિપ્રભાશ્રીજી – એમ ક્રમશ: નામો પડ્યાં.
અહીં વિહારમાં સ્વરૂપ ગંજ પાસે એક મહાત્મા ખાતર પૂજ્યશ્રીને ભયંકર ગરમીમાં રોકાવું પડયું હતું. પૂજયશ્રી ભયંકર ગરમીમાં એક વાગે પધાર્યા હતા. આવી ગરમીમાં પણ પૂજયશ્રીની પ્રસન્નતા હિમાલય જેવી અડગ અને શીતલ હતી.
પૂ.પં.શ્રી ભદ્રંકરવિજયજી મ. ની તબિયત ખૂબ જ અસ્વસ્થ બનતી જતી હતી, એ કારણે જ એમની સાથે ચાતુર્માસ ગાળવા પૂજયશ્રી પિંડવાડા પધારી રહ્યા હતા.
આ પિંડવાડા ચાતુર્માસ વખતે પૂ. ગણિશ્રી ધર્મજિતુ વિજયજી (પછીથી ધર્મજિસૂરિજી) તથા પૂ. જગવલ્લભવિજયજી (હાલ આચાર્ય) પણ ચાતુર્માસાર્થે પધારેલા. તેમણે (પૂ. ગણિશ્રીએ) નાના મુનિઓને કર્મસાહિત્યનો અભ્યાસ મન દઈને કરાવ્યો તથા ઠારંગસૂત્રની વાચના આપેલી.
પૂ.પં.મ.ની તબિયત ખૂબ જ અસ્વસ્થ રહેવાથી વાચના-હિતશિક્ષા વગેરે બંધ જેવું હતું. છતાં ક્યારેક હિતશિક્ષા ફરમાવતા. બહુ જ માંદગીમાં પૂ.પં.મ. ‘ઉપયોગો લક્ષણમ્' એ સુત્રોના ચિંતનમાં ડૂબી જતા.
દશેરાથી નાદિયામાં અમદાવાદવાળો ચંદ્રકાંતભાઇ તથા કલકત્તાવાળા તેમના સહયોગી વર્ધચંદજીભાઇ તરફથી ઉપધાન તપ શરૂ થયાં.
વિ.સં. ૨૦૩૫, ઇ.સ. ૧૯૭૮-૭૯, નાંદિયા ઉપધાન કા વદ૧૩ ની આસપાસ પૂર્ણ થયા. એ અરસામાં મુનિ શ્રી દિવ્યરત્નવિ.ના સળંગ પ00 આયંબિલનું પારણું થયેલું.
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૬૪
નાદિયામાં નયનરમ્ય ભગવાનશ્રી મહાવીરસ્વામીની પ્રતિમા (જે પ્રભુશ્રી વીરના ભાઇ નંદિવર્ધને ભરાવેલી છે) સમક્ષ પૂજ્યશ્રી અત્યંત ભાવપૂર્વક ભક્તિ કરતા.
માગ.સુદ-૫, પિંડવાડા, અહીં ભોંયણીના લલિતાબેનની તથા જામનગરના મીનાબેનની દીક્ષા થઇ. ક્રમશઃ નામ પડયાં : સા. અઈત્કલ્પાશ્રીજી તથા સા. જીતકલ્પાશ્રીજી.
પો.વદ-૫, રાતા મહાવીર, આજના દિવસે પૂ. મુનિ શ્રી કલાપ્રભવિ.મ. આદિ ભચાઉ ચાતુર્માસ કરીને પધાર્યા.
અહીંથી પો વદ-૧૧ ના ૬૪ દિવસનો નાકોડા, જેસલમેર થઇને પાલી સુધીનો સંઘ નીકળ્યો. લુણાવા-મુંડારાના નેમિચંદજી વગેરે ૨૧ સંઘપતિઓ દ્વારા આ સંઘનું આયોજન થયું હતું. એક હજાર યાત્રિકો અને ૨૫૦ જેટલા સાધુ-સાધ્વીજીઓ હતાં.
મહા સુદ-૬, જાલોર, અહીં શ્રીસંઘ સાથે પૂજયશ્રીએ નંદીશ્વરદ્વીપ આદિનાં દર્શન કર્યા. અહીં બિરાજમાન પૂ. મુનિશ્રી કલ્યાણવિજયજી મ.ની સાથે દીક્ષિત થયેલા પૂ. મુનિશ્રી સૌભાગ્યવિજયજીનાં દર્શનાર્થે પૂજયશ્રી સાથે અમે સૌ ગયા. ૮૫ કે ૯૦ વર્ષની તેમની અત્યંત વૃદ્ધ ઉંમર હતી. તેઓએ અમારી સાથે સંસ્કૃતમાં વાર્તાલાપ કર્યો હતો. “अक्षिभ्यां न पश्यामि, कर्णाभ्यां न शृणोमि । वृद्धावस्था-विवशोऽहं વૈવર્ત નામેવ કોમ ” ઇત્યાદિ તેમનાં વાક્યો આજે પણ યાદ આવે છે. કલ્યાણવિજયજીની જેમ સૌભાગ્યવિજયજી પણ વિદ્વાન હતા. શૈશવકાળમાં બંને ભણવામાં સહપાઠી હતા.
આ સંઘ અનેક રીતે ભવ્ય અને યાદગાર હતો. સંઘમાં કેટલીક વખત એવાં વિદગ્ન આવ્યો કે સંઘ-યાત્રા પર ત્યાં જ પૂર્ણવિરામ મૂકી દેવું પડે. તેમાંનો એક પ્રસંગ પ્રસ્તુત છે.
મહા વદ-૨, ચવા, લુણાવા, તખતગઢ, જાલોર, માંડવલા, ગઢસિવાણા, બાલોતરા, નાકોડા થઇને અમે ચવા આવ્યા હતા.
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૬૫