Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 143
________________ (ફલોદી ચાતુર્માસ વખતે આ દિવસોમાં અનેક લોકો દર્શનાર્થે ઊમટેલા, પણ ત્યારે પૂજયશ્રીને કેડની સામાન્ય પીડા સિવાય બીજું કશું થયું ન હતું.) અહીંના સંઘમાં વર્ષો જૂના મતભેદો પૂજ્યશ્રીએ સહજતાથી દૂર કર્યા. અહીંથી ૩ કિ.મી. દૂર રહેલા બલાડ ગામના જિનાલયમાં આદિનાથ ભગવાનનાં પગલાંની પ્રતિષ્ઠા કરાવી. મેડતા સિટી, જેઠ સુદ, વિજય ચિંતામણિ પાર્શ્વનાથજીના જિનાલયનું ખનન તથા શિલાન્યાસ થયા તથા બે મજલી શ્રી શાન્તિનાથ ભગવાનના જિનાલયમાં પ્રતિષ્ઠા થઇ. અહીંથી જોધપુર સુધી પૂજયશ્રીના મામાના પુત્ર ઉમેદમલજી ગુલેચ્છા પરિવારના સભ્યો પદયાત્રા પૂર્વક સાથે ચાલ્યા હતા. ચતુર્વિધ સંઘની ભક્તિમાં લગભગ બે લાખનો વ્યય કર્યો હતો. ફલોદી ચાતુર્માસ, સ્વ-જન્મભૂમિમાં આ છેલ્લું ચાતુર્માસ અનેકવિધ આરાધનાઓથી ભર્યું ભર્યું રહ્યું. અજૈનો પણ પૂજયશ્રીના પ્રવચનોમાં આવતા. ભગવતીસૂત્ર (મુનિઓની વાચના) અહીં પૂરું થયું. ઉપમિતિ પર પૂજયશ્રીએ સાધુ-સાધ્વીઓ સમક્ષ વાચના આપેલી. લગભગ ૪૦ હજારથી વધુ સંખ્યામાં ભાવિકો વંદન-દર્શનાર્થે આવેલા. જેમની સુંદર ભક્તિ સંઘે કરેલી. વિ.સં. ૨૦૫૮, ઇ.સ. ૨૦૦૧-૦૨, ખીચન, કા.વદ-૫, અહીં અંજનશલાકાપૂર્વક પ્રતિષ્ઠા થઇ. પૂજ્યશ્રીની નિશ્રામાં આ છેલ્લી અંજનશલાકા થઇ. લોહાવટ, કા.વદ-૯, અહીં પૂજયશ્રીની નિશ્રામાં છેલ્લી પ્રતિષ્ઠા થઇ. ફલોદીથી નાકોડા છ'રી પાલક સંઘ. નાકોડા તીર્થ, પોષ દશમી નિમિત્તે અહીં દોઢ મહિના સુધી સ્થિરતા. ૩ કરોડના ખર્ચે નિર્મિત પાઠશાળાનું પૂજ્યશ્રીની નિશ્રામાં ઉદ્દઘાટન. બાલોત્તરામાં ચંપાલાલજીભાઇના બાના ધર્મમય જીવનની અનુમોદનાથને શાનદર જીવિત મહોત્સવ. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૭૪ બાલવાડા આદિ ગામોમાં સંઘના મતભેદ દૂર કર્યા. પોષ વદ-૬, રમણિયા, અહીં ચતુર્વિધ સંઘ સમક્ષ લલિતવિસ્તરા પર છેલ્લી વાચના આપી અને તે પર પ્રકાશિત થયેલા પાલીતાણાવાચનાના પુસ્તક (કહે કલાપૂર્ણસૂરિ) વાંચવાની ભલામણ કરી. પોષ વદ-૧૦, સામાન્ય શરદી લાગુ પડતાં ઘરગથ્થુ ઉપચારો શરૂ કર્યા. ભૂકંપમાં ભ્રમણ પુસ્તકમાં ભૂકંપના પ્રસંગો વાંચતાં પૂજયશ્રી અત્યંત ગગ બન્યા. મહા સુદ-૧, કેશવણામાં પ્રવેશ. શરદીનો પ્રકોપ વધતાં ડૉકટર બોલાવ્યા. અજમેરથી ડૉ. જયચંદજી વૈદ પણ આવ્યા. ડૉકટરોએ સારવાર કરીને ચિંતા ન કરવા કહ્યું. પલાંસવાના બાદરભાઇ વાસક્ષેપ લેવા (દર બેસતે મહિને આવતા હતા.) આવ્યા ત્યારે હવે પછી આવવાની પૂજયશ્રીએ ના કહી. આજથી શ્વાસની તકલીફ શરૂ થઇ ગઇ હતી. ઊંઘ પણ આવતી નહોતી. પૂજયશ્રી પ્રાયઃ આખો દિવસ ધ્યાન અને સમાધિમાં લીન રહેવા લાગ્યા. શરીર છોડવાનો અવસર આવી ગયો છે, એમ અંદરથી સમજાઈ ગયું. ત્રણ દિવસ સુધી શ્વાસની તકલીફ રહી, ઊંઘ બિલકુલ ન આવી. મહા સુદ-૩, કેશવણા, બપોરે માંડવલા સંઘપતિ પરિવારને વાસક્ષેપ નાખીને કહ્યું : “હું તમારી સાથે છું. ઉલ્લાસપૂર્વક સંઘ કઢાવજો .” સાંજે જાલોરના ડૉ. અનિલ વ્યાસે ઇજેકશન આપ્યું. સાંજે સૌ સાધુએ સામૂહિક વંદન કર્યા પછી અત્યંત પ્રસન્નતાપૂર્વક પૂજ્યશ્રીએ સૌને પૂછ્યું : સૌ સાતામાં છોને ? આખી રાત જાગતા રહેલાં પૂજ્યશ્રીને સમાધિપ્રેરક સ્તવન આદિ સંભળાવવામાં આવ્યા. મહા સુદ-૪, તા. ૧૬-૦૨-૨૦૦૨, કેશવણા, સવારે પ્રતિક્રમણમાં ઇરિયાવહિયંના કાઉસ્સગ્નમાં ‘ચંદેસુ નિમલયરા' પદમાં પૂજયશ્રી લીન બન્યા... પુનઃ પુનઃ તે જ પદનું ઉચ્ચારણ કરવા લાગ્યા. આંખો સ્થિર બની. વાણી બંધ થઇ. ગમે તેટલા પ્રશ્નો પૂછવામાં આવે તો પણ પૂજયશ્રી મૌન જ રહ્યા. કચ્છ વાગડના કણધારો ૨ ૨૭૫

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193