Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 148
________________ ધીરે શ્વાસની ગતિ મંદ થઇ રહી હતી. હાથમાં નાડીઓનું ધડકન પણ ઉપર-ઉપર જઇ રહ્યું હતું. મુનિઓ સાવધ બની ગયા. તેઓએ ફરીથી નવકારમંત્ર સંભળાવવા શરૂ કરી દીધા. ૫૦-૬૦ નવકાર સંભળાવ્યા ને પૂજ્યશ્રીએ અંતિમ શ્વાસ લીધો. તે વખતે સવારના ૭.૨૦નો સમય થઇ ચૂક્યો હતો. પૂર્વ ક્ષિતિજમાંથી મહા સુ.૪, શનિવાર, ૧૬-૦૨-૨૦૦૨નો સૂર્યોદય થઇ રહ્યો હતો, જ્યારે આ બાજુ અધ્યાત્મનો મહાસૂર્ય મૃત્યુના અસ્તાચલમાં ડૂબી રહ્યો હતો. ઉત્તર ભાદ્રપદ નક્ષત્રનું ત્યારે ચતુર્થ ચરણ હતું. પૂર્વ ક્ષિતિજમાં કુંભ લગ્ન ઉદિત હતું. ત્યારના ગ્રહોની સ્થિતિ : લ | સૂ| ચં | મે | બ | ગુ | શુ | શ | રા | કે | ૧૧ | ૧૧ | ૧૨ | ૧૨ | ૧૦ | ૩ | ૧૧ | ૨ | ૩ | ૯ તે સમયે કેશવણામાં, ફલોદીમાં ચાતુર્માસ કરનાર બધા જ મુનિ ભગવંતો (પૂ.આ.શ્રી વિ. કલાપ્રભસૂરિજી, પૂ.પં. કલ્પતરુવિ., પૂ.પં. કીર્તિચન્દ્રવિ., પૂ. તત્ત્વવર્ધન વિ., પૂ. કીર્તિદર્શનવિ., પૂ. કેવલદર્શનવિ., પૂ. કલ્પજિવિ.) તથા સાચોરમાં ચાતુર્માસ કરનાર પૂ. અમિતયશવિ., પૂ. આગમયશવિ. પણ મૌન એકાદશીના દિવસે પૂજયશ્રીની સેવામાં ઉપસ્થિત થઇ ગયા હતા. રાણીમાં ચાતુર્માસ કરનાર કીર્તિરત્નવિ. તથા હેમચન્દ્રવિ. પણ ૧૮ દિવસ પહેલાં જ આવી ગયા હતા. આ બધા મહાત્માઓએ પૂજ્યશ્રીની સેવાનો અનુપમ લાભ લીધો હતો. તે સમયે પૂજ્યશ્રીના બીજા શિષ્યો ગુજરાતમાં હતા. ગણિ શ્રી પૂર્ણચન્દ્રવિ., મુનિ શ્રી અનંતયશવિ. મુનિ શ્રી અજિતશેખરવિ આદિ ૫ ઊંઝામાં, ગણિ શ્રી તીર્થભદ્રવિ. આદિ ૩ રાજપીપળામાં, ગણિ શ્રી વિમલપ્રભવિ. આદિ ૨ નવસારીની બાજુમાં, આનંદવર્ધન વિ. આદિ ૨ આરાધનાધામ (જામનગર)માં હતા ને અમે મનફરાથી આધોઇના વિહારમાં હતા. પૂજયશ્રીના પવિત્ર દેહને અનેક સંઘો તથા અનેક પૂ. આચાર્ય ભગવંતોની સૂચનાથી શંખેશ્વરમાં લાવવામાં આવ્યો તથા અગ્નિસંસ્કાર પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. = ૨૮૪ પણ ત્યાં જ કરાયો. તે વખતે ગણિ પૂ. પૂર્ણચન્દ્રવિ., મુનિ અનંતયશવિ., મુનિ શ્રી અજિતશેખરવિ. આદિ પાંચ મહાત્માઓ ઊંઝાથી શંખેશ્વર આવી ગયા હતા. હજારો લોકોની ચોધાર અશ્રુધારા વહાવતી આંખો સાથે પૂજયશ્રીનો અગ્નિસંસ્કાર મહા સુ.૬ ના દિવસે કરાયો. | દોઢ કરોડની બોલી ઉત્સાહપૂર્વક બોલીને હિતેશ ઉગરચંદ ગઢેચા (કચ્છ-ફતેહગઢવાળા, હાલ અમદાવાદ)એ અગ્નિદાહ આપ્યો હતો. જ્યારે હિતેશે કેશવણા સંઘના લોકોને ધીરુભાઇ શાહ (વિધાનસભા અધ્યક્ષ, ગુજરાત) કુમારપાળ વી. શાહ, પોતાની સામે ૧ કરોડ ને ૪૧ લાખ સુધી બોલી બોલવાવાળા ખેતશી મેઘજી તથા ધીરુભાઇ કુબડિયા આદિને પણ અગ્નિદાહ માટે બોલાવ્યા ત્યારે હિતેશની આ ઉદારતાથી બધાય લોકો આશ્ચર્યચકિત થઇ ગયા. બધું મળીને ૩ કરોડની ઊપજ થઇ હતી. અગ્નિદાહના સમયે અમે લાકડિયા (કચ્છ)માં હતા. અગ્નિસંસ્કારની ક્રિયા પૂરી થયા પછી લાકડિયા નિવાસી ચીમન કચ્છી (પાલીતાણા) અમારી પાસે આવ્યા અને તેમણે અમને સમાચાર આપ્યા : કેશવણાથી શંખેશ્વર સુધી જે ટ્રકમાં પૂજ્યશ્રીના દેહને રાખ્યો હતો, તે જ ટૂંકમાં પૂજ્યશ્રીની પાસે જ હું બેઠો હતો. કારણ કે પૂજ્યશ્રીના દેહને સાચવવાની જવાબદારી મને સોંપવામાં આવી હતી. ત્યારે મેં રસ્તા પર ગામોમાં જોયું : ભિનમાલ, જાલોર આદિ ગામોમાં રાતના ૧૨-૧-૨ વાગે પણ પૂજયશ્રીના પાવન દેહના અંતિમ દર્શન કરવાને માટે માનવ મહેરામણ ઊભરાયું હતું. મારા જીવનમાં મેં આવું દેશ્ય ક્યારે પણ જોયું નથી. ખરેખર ત્યારે સમજાયું કે પૂજયશ્રી પ્રત્યે લોકોના હૃદયમાં કેવો જબરદસ્ત આદરભાવ છે.. (બબ્બે) બે-બે દિવસો પસાર થવા છતાં પણ પૂજ્યશ્રીનો દેહ જેમ વાળીએ તેમ વળી શકતો હતો. આંગળીઓ પણે વળી શકતી હતી. એક વાર તો મેં પૂજ્યશ્રીના હાથેથી વાસક્ષેપ પણ લીધો. સામાન્ય માણસનું શરીર તો મૃત્યુ પછી થોડા જ સમયમાં અક્કડ થઇ જાય છે. જયારે અહીં તો પૂજ્યશ્રીનો દેહ એવોને એવો જ હતો. ખરેખર આ બહુ મોટું આશ્ચર્ય હતું. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૮૫

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193