________________
દીધો. દરેક તીર્થમાં ‘મારી આ છેલ્લી યાત્રા સફળ હોજો' એમ બોલતા ત્યારે શિષ્યાઓને નવાઇ લાગતી : ૪૦ વર્ષની ઉંમરે આવા ઉદગારો કેમ ? પણ રહસ્ય કોણ જાણે ?
છેલ્લે, ચાણસ્મામાં પૂજ્ય ગુરુદેવ આ.શ્રી વિ.કનકસૂરિજી મ.ને વંદન કર્યા ને ઉગ્ર વિહાર કરી જેઠ વ.૧૩ ના રાધનપુર પૂ. ગુરુવર્યાના ચરણોમાં હાજર થઇ ગયાં. જેઠ વ.૩૦ ના અચાનક ગભરામણ ઊપડતાં બધા સાવધાન થઇ ગયાં. તેઓ પણ સાંભળવામાં લીન બની ગયાં. ચરિત્રનાયક સાધ્વીજીશ્રીએ પણ ઘણી સારી રીતે નિર્ધામણા કરાવી. આવું સાધ્વીરત્ન આમ એકાએક અષા.વ.૬ ના ક્રૂર કાળે ઝૂંટવી લીધું. તેથી સૌને ખૂબ જ આઘાત લાગ્યો. એમના નિમિત્તે રાધનપુર, પલાંસવા વગેરેમાં મોટા અઠ્ઠાઇ મહોત્સવો થયા હતા.
સા. આણંદશ્રીજીને ઠેઠ બચપણથી લઇને છેલ્લે સુધી સતત મૃત્યુના પ્રસંગો આવતા રહ્યા ને એ આઘાતોની અગ્નિપરીક્ષામાંથી પસાર થઇ શુદ્ધ સુવર્ણની જેમ ઝળકી ઊઠ્યાં.
૧૦ વર્ષના હતા ત્યારે માતાનું મૃત્યુ. દીક્ષા લીધી તે જ વર્ષે દીક્ષા-દાતા પૂ. પદ્મવિ.નો સ્વર્ગવાસ ! દીક્ષાના ત્રીજા વર્ષે દાદી ગુસણીનો કાળધર્મ ! દીક્ષાના બારમા વર્ષે ગુરુવર્યાનો કાળધર્મ ! પ્રૌઢાવસ્થામાં પ્રથમ શિષ્યાનો કાળધર્મ ! થોડા જ આંતરે પોતાના સદાના સાથી જ્ઞાનશ્રીજીનો કાળધર્મ !
જેની દીક્ષા માટે અપાર સાહસ કર્યું તે બાળસાધ્વી નીતિશ્રીજીનો નાની ઉંમરમાં જ કાળધર્મ !
તે પહેલાં સા. ચતુરશ્રીજીનાં ઉપકારી માતૃશ્રી મુક્તિશ્રીજીનો કાળધર્મ ! પૂ. દાદાશ્રી જીતવિ. તેમજ પૂ. હીરવિ.નો કાળધર્મ !
આ બધું ઓછું હોય તેમ ઠેઠ છેલ્લા વર્ષે પોતાના મહત્ત્વના પ્રશિષ્યા લાભશ્રીજીનો કાળધર્મ !
આવા બધા પ્રસંગોથી એમના હૃદયમાં વિરાગનો ચિરાગ છેલ્લે સુધી ઝળહળતો રહ્યો હશે !
આવા આઘાતના ઝટકાનું ઝેર પી-પીને ખરેખર એ ‘નીલકંઠ' બન્યા હતાં; એ આઘાત શોકરૂપે બહાર ન કાઢ્યો ને મનમાં પણ ન લીધો ! પૂર્વની કોઇ અધૂરી સાધના કરીને આવેલો આત્મા જ આવા આઘાતોમાં સ્વસ્થતાપૂર્વક રહી શકે !
આ છેલ્લા ચાતુર્માસમાં તેમને જીર્ણજ્વર લાગુ પડ્યો. આસો સુ.૧૪ ના છેલ્લો ઉપવાસ કર્યો. ૧૨-૧૩ વર્ષની ઉંમરથી તેઓશ્રી દર ચૌદસે ઉપવાસ કરતા આવ્યા હતાં. અત્યાર સુધી એક પણ ઉપવાસ છોડ્યો ન હતો. આસો વદ-૩ થી થોડીક શ્વાસની તકલીફ અનુભવાઇ. છતાં દૈનિક વાંચન ચાલુ જ. વ.૮ થી શ્વાસની તકલીફ અત્યંત વધી ગઇ. એટલે વાંચન ન થઇ શકતાં જાપમાં મન પરોવ્યું. સૌને ખમાવી ચાર શરણમાં લીન બન્યાં. તેઓ પોતાના આશ્રિત ગણને કહેતાં કે “મારી તમે ચિંતા કરતા નહિ. મારે તો અહીં પણ આનંદ છે ને જયાં જઇશ ત્યાં પણ આનંદ છે. તમે સૌ જ્ઞાન-ચારિત્રાદિની ક્રિયામાં બરાબર ઉપયોગ રાખશો. મારો કોઇ શોક કરતા નહિ.' અંતિમ દશામાં કેવા ઉચ્ચ વિચારો ! કેવા ઉચ્ચ ઉચ્ચારો ! કેવો આત્મવિશ્વાસ !
ધમણની જેમ શ્વાસ તો વધતો જ જતો હતો. પોતાની અંતિમ અવસ્થા નજીક આવતી જતી તેઓશ્રી જોઇ રહ્યા હતાં. આથી જ દૈનિક દરેક ક્રિયા અત્યંત ઉપયોગીપૂર્વક સ્વસ્થ ચિત્તે કરતા હતાં. તેમાં અત્યંત એકાકારતા લાવવા લાગ્યા. ૨.૭ સુધી ચઉસરણ, નિત્યસ્મરણ, સ્વાધ્યાય વગેરે બધું જ જાતે જ કરતા હતાં, પણ પછી એ શક્ય ન બનતાં બીજા દ્વારા કરવા લાગ્યાં. સ્વયં ઉપયોગપૂર્વક સાંભળતાં રહ્યાં. આસો વદિ૧૪ નો છેલ્લે ઉપવાસ ન થઇ શક્યો ત્યારે બોલી ઊઠ્યાં : મહાપુરુષો ધન્ય છે કે અંતિમ અવસ્થામાં અનશન સ્વીકારે, જ્યારે હું ચૌદસના પણ ઉપવાસ કરી શકતી નથી.” અમાવસ્યાના છેલ્લા દિવસે પ્રતિક્રમણાદિ દરેક ક્રિયા સ્વસ્થતાપૂર્વક કરી સંથારા પોરસી પણ સમયસર ભણાવી. મોડી
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૨૭
પૂ. સાધ્વીજી આણંદશ્રીજી ૩૨૬