Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 163
________________ વિ.સં. ૧૯૬૩, ઇ.સ. ૧૯૦૭માં વિહાર કરતા સાધ્વીજી અમદાવાદ પાસેના કલ્લોલ ગામમાં આવ્યાં. ત્યાં મનસુખભાઇ ભગુભાઇ શેઠ અમદાવાદથી ખાસ વંદન કરવા આવ્યા. ગામમાં ઢંઢક મત (સ્થાનકવાસી)નું જોર જોઇને તેમણે સાધ્વીજીને વિનંતી કરી : આપ અહીં આવ્યા જ છો તો ઉન્માર્ગે ચડી ગયેલા આપણા જૈન ભાઇઓને સન્માર્ગે લાવો તો મોટો ઉપકાર થશે. ભોળા જીવો બિચારા મૂર્તિ, શાસ્ત્ર, ઇતિહાસ, તર્ક અને પરંપરા બધી રીતે સિદ્ધ હોવા છતાં તેનાથી દૂર રહે છે. આપનામાં આ કાર્ય કરવાની શક્તિ છે. આપ જરૂર કરી શકશો. સાધ્વીજીએ આ વિનંતી સ્વીકારી લીધી અને સ્થાનકવાસીઓ સમક્ષ ખૂબ જ પ્રેમથી અને કરુણાથી મૂર્તિની અનાદિસિદ્ધતા સાબીત કરી બતાવી. તેમની કરુણાભરી વાણી, નિર્મળ જીવન તથા અકાટ્ય દલીલોથી. પ્રભાવિત થયેલા મોટા ભાગના સ્થાનકવાસીઓએ મૂર્તિ પૂજાનો માર્ગ સ્વીકાર્યો, આ એક મોટું શાસન પ્રભાવનાનું કામ થયું. વિ.સં. ૧૯૬૪, ઇ.સ. ૧૯૦૮માં પલાંસવા નિવાસી ચંદુરા પાનાચંદભાઇની પુત્રી સામુબેન દીક્ષા લેવાની ભાવના સાથે સાધ્વીજી પાસે આવ્યાં. તેમને દીક્ષા આપીને પોતાના ગુરુબેન, ગૃહસ્થપણાથી માંડીને ઠેઠ અત્યાર સુધીના પોતાના પરમ સાથી સાધ્વીજી જ્ઞાનશ્રીજીનાં શિષ્યા કર્યા. એમનું નામ સુમતિશ્રીજી રાખવામાં આવ્યું. ત્યાર પછી થોડા સમય બાદ પોતાના ભાઇ વેણીદાસની પુત્રી રંભાને દીક્ષા આપી સા. માણેકશ્રીજીના શિષ્યા કર્યા. નામ આપ્યું : રતનશ્રીજી. વિ.સં. ૧૯૬૫, ઇ.સ. ૧૯૦૯માં અમદાવાદ - મુહૂર્ત પોળના એક બેનને દીક્ષા આપી. સા. ચંદનશ્રીજીના શિષ્યા સા. ચંપાશ્રીજી તરીકે સ્થાપિત કર્યો. અમદાવાદમાં એક વખત કચ્છ-અંજારના જાદવજીભાઇ પીતાંબર તથા ચિત્રોડના માંઉ દેવરાજ જગશી તથા માંઉં કેશવજી જગશી વંદન કરવા આવેલા. વાતચીત કરતાં તીર્થયાત્રાનો ભાવ જાગ્યો. તેના પોતાના પૂ. સાધ્વીજી આણંદશ્રીજી + ૩૧૪ ગામના અમુક માણસો સાથે છ’રી પાલક સંઘરૂપે કેશરીયાજી તથા મારવાડની પંચતીર્થીની યાત્રા માટે સૌએ પ્રયાણ કર્યું. સાધ્વીજી પણ સાથે ગયેલા. ચોટીલા ચાતુર્માસ પછી વિ.સં. ૧૯૬૬, ઇ.સ. ૧૯૧૦માં સાધ્વીજી પાલીતાણા પધાર્યા. ત્યાં માંડવીના દામજીભાઇ મોણસી, જેઠાભાઇ પીતાંબર વગેરે વંદનાર્થે આવેલા. સાધ્વીજીના ઉપદેશથી તેમણે પાલીતાણાથી છ'રી પાળતા ગિરનાર જવાનું નક્કી કર્યું. તેમાં આ સાધ્વીજી પણ જોડાયા હતા. વિ.સં. ૧૯૬૬ , ઇ.સ. ૧૯૧૦ના મોરબી ચાતુર્માસમાં સાત જણને બ્રહ્મચર્યવ્રત આપ્યું. મોરબી ચાતુર્માસ દરમ્યાન ચારિત્રના અભિલાષી રળીયાતબેન માંડવી-કચ્છથી સાધ્વીજી પાસે આવ્યાં ને કહેવા લાગ્યાં : “મારે દીક્ષા લેવાની તીવ્ર ઇચ્છા છે, પણ તે પહેલાં મારે મારી બંને પુત્રીઓને ખાસ તૈયાર કરવી છે. બંને પુત્રીઓ (નાનુ અને લાલુ)ને પણ અહીં ખાસ લાવી છું. આપની નિશ્રામાં રાખવા માટે જ લાવી છું. ગયા વર્ષે અમારા ગામ માંડવીમાં ચાતુર્માસ બિરાજમાન પૂ. દાદા શ્રી જીતવિજયજી મ. થી પ્રતિબોધ પામી મારી નાની પુત્રી લાલુએ તો નવ વર્ષની વયે ચોથા વ્રતની પ્રતિજ્ઞા લઇ લીધી છે, પણ મોટી નાનુ (આમ મોટી, પણ નામ નાનું !) હજુ બાકી છે. આપ આ ચાતુર્માસ દરમ્યાન એને પણ ભાવ થાય તેવા પ્રયત્ન કરશો.” ‘માતા હો તો આવી હો.” આ સાંભળી સાધ્વીજી મનોમન બોલી ઊડ્યાં અને કહ્યું : “કશી ચિંતા કરતા નહિ. અમે બંને બાળાઓને બરાબર સંભાળી લઇશું.' ચાર મહિના દરમ્યાન સાધ્વીજીએ બંનેને અપાર વાત્સલ્ય અને કરૂણા સાથે એવો વૈરાગ્ય પીરસ્યો કે બંનેને બહુ જ ગમી ગયું. મોટી નાનું પણ તૈયાર થઇ ગઇ ને બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા લઇ લીધી. ચાતુર્માસ પુરું થતાં બંને બેનો માંડવી પાછી ગઈ. પછીના વિ.સં. ૧૯૬૭, ઇ.સ. ૧૯૧૧, મુન્દ્રા ચાતુર્માસમાં એ બંને બેનો પોતાની માતા કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૧૫

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193