Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 153
________________ દેવદ્રવ્યનું ભક્ષણ થતું રહે.” પૂજયશ્રીની નજરે આવું ઘણે સ્થળે જોવામાં આવ્યું હતું. આથી જ હમણાં છેલ્લા ૪-૫ વર્ષમાં કચ્છ-વાગડમાં શ્રેણિબંધ પ્રતિષ્ઠાઓ થઇ, તે તમામ સ્થાને સર્વપ્રથમ સાધારણ દ્રવ્યની માતબર રકમ એકઠી કરવામાં આવી હતી. પૂજયશ્રીનું પુણ્ય પણ એવું કે જ્યાં ૧૦ લાખની પણ સંભાવના ન હોય ત્યાં પ૦-૬૦ લાખ સાધારણના થઇ જાય. વળી, દેવદ્રવ્યની આવક કરોડોની થાય તે તો જુદી જ. પૂજ્યશ્રીની તમામ પ્રવૃત્તિઓમાં લઘુબંધુ વિદ્વદ્રર્ય પૂ.પં. શ્રી કલ્પતરુવિજયજી મ.નો સંપૂર્ણ સહયોગ રહે છે. વિશાળ ભક્ત વર્ગ, વિશાળ સત્તા હોવા છતાં બંને બંધુઓ ઘણે અંશે નિઃસ્પૃહ રહ્યા છે. કોઇ પોતાનો પ્રોજેક્ટ રાખ્યો નથી. પૂજય પં. શ્રી મુક્તિચન્દ્રવિજયજી, પં. મુનિચન્દ્રવિજયજી આદિ પૂજ્યશ્રીનો શિષ્ય વર્ગ છે. પૂજ્ય અધ્યાત્મયોગી સ્વ. પૂ. ગુરુદેવશ્રીના સ્વર્ગવાસ પછી સમુદાયનું સંચાલન સુપેરે કરી રહ્યા છે. પૂજ્યશ્રીના સ્વર્ગવાસ સમયે ૩૧ સાધુઓ હતા, આજે તે આંકડો ૭૧ સુધી પહોંચ્યો છે. ૭૧ સાધુઓ તથા ૫૪૩ સાધ્વીઓનું યોગક્ષેમ કરતા, કચ્છ-વાગડના ભૂકંપથી ધ્વસ્ત બનેલા ગામોમાં ધ્વસ્ત જિનાલયોનો પુનરુદ્ધાર કરાવીને નૂતન જિનાલયોની પ્રતિષ્ઠા દ્વારા વાગડને વૃંદાવનમાં પલટાવનારા પૂજય આચાર્યશ્રી ચિરકાળ શાસનની પ્રભાવના કરતા રહે તેવી પ્રભુને પ્રાર્થના છે. પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ની , નિશ્રામાં થયેલ પ્રતિષ્ઠા-દીક્ષા-ઉપધાન વગેરે શાસન પ્રભાવક કાર્યોની શ્રેણિ જ વિ.સં. ૨૦૫૮, ઇ.સ. ૨૦૦૧-૨ : ૪ દેશોક પ્રતિષ્ઠા : કારતક વદ-૯ જે માંડવલાથી સિદ્ધાચલ સંઘ : મહા સુદ-૧૦ » કોટકાષ્ટા અંજનશલાકા : મહા વદ-૫ છે પાવાપુરી ૪ દીક્ષા : મહા વદ-૯ વલસાડ ઉપધાન : (માલશીભાઇ રમેશભાઇ) વિ.સં. ૨૦૫૯, ઇ.સ. ૨૦૦૨-૩ : » વલસાડથી નંદિગ્રામ સંઘ. જે થાણા-૧૩ દીક્ષા : પોષ વદ-૪. » અંધેરી અંજનશલાકા : મહા સુદ-૬ દાદર (દયાનિવાસ ગૃહ મંદિર) પ્રતિષ્ઠા » ગોરેગામ (એમ. જી. રોડ) પ્રતિષ્ઠા » ડોંબીવલી પ્રતિષ્ઠા. » ભીવંડી-પુનિતની દીક્ષા : ચૈત્ર વદ-૧૧ (મુ. પુણ્યનિધાન વિ.) - વિ.સં. ૨૦૬૧, ઇ.સ. ૨૦૦૩-૦૪ : » બારેજડી દીક્ષા. » જવાહરનગર પ્રતિષ્ઠા : વૈશાખ સુદ-૩. ૪ ડગારા અંજનશલાકા : વૈશાખ સુદ-૭. ૪ અંજાર (જેશીસ) પ્રતિષ્ઠા : વૈશાખ સુદ-૧૧. <> ભુવડ પ્રતિષ્ઠા. જે વાંકી (ગુરુમંદિર) પ્રતિષ્ઠા. છે મુન્દ્રા પ્રતિષ્ઠા : વૈશાખ વદ-૧૦. છે દુધઇ અંજનશલાકા : જેઠ સુદ-૬, કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૯૫ મદ્રાસનો અનુભવ... ઘણાએ કહ્યું : તેઓ ધુતારા છે. જવા જેવું નથી. પણ ભગવાનના સંકેતથી ભગવાનના ભરોસે અમે મદ્રાસ ગયા. ત્યાં પણ મુહૂર્ત સંબંધી વિશ્ન આવ્યાં. પણ ટળી ગયાં અને પ્રતિષ્ઠા ધામધૂમથી થઈ. હું આમાં ભગવાનની કૃપા જોઉં છું. - કહે કલાપૂર્ણસૂરિ-૧ (પે.નં. ૧૯૪), તા. ૩૦-૦૮-૧૯૯૯ પૂ.આ. શ્રી વિ. કલાપ્રભસૂરીશ્વરજી મ. ૧ ૨૯૪

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193