Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 182
________________ વંદુ વાર હજાર સૂરીશ્વર, લીયો વંદના સ્વીકાર, દીયો દર્શન એક વાર સૂરીશ્વર, જેમ થાય અમ ઉદ્ધાર; સૂરીશ્વર ધન્ય ધન્ય તુમ અવતાર, * પૂ.સ્વ.આ.મ. શ્રી વિજયકનકસૂરીશ્વરજીના ગુણાનુવાદ દુહા જનમ્યા ને જીવ્યા જગે, જાણો તે જ પ્રમાણ; છોડી સહુ જંજાળને, જે કરે આત્મકલ્યાણ. ત્યાગ ધર્મ વીરે કહ્યો, મોક્ષ સુખ નિદાન; આરાધક પૂર્વે થયા, પુરુષો સિંહ સમાન.. તેવા એક મહાપુરુષના, ગાઉં ગુણ રસાળ; નામે કનકસૂરીશ્વ, જિન શાસન રખવાળ. સંત પુરુષ ગુણ ગાવતાં, જિલ્લા પાવન થાય; સાંભળતાં સુખ ઊપજે, ભવજલ પાર પમાય. * કાનજીભાઇ શુભ નામથી રે, બોલાવે સહુ લોક; બાલવયે પણ માનતા રે, ધર્મ વિના બધું ફોક રે. ભણી ગણી યુવાન થયા રે, હૃદયે દઢ વૈરાગ; દીક્ષા વરસ ત્રેવીસમે રે, હીરવિજય ગુરુરાજ રે.. પ.પૂ. કનકસૂરિજી મ. * ૩૫૨ ******** ૨૨ ......... ૧ ૨ (શ્રી જિનવરને પ્રગટ થયું રે ક્ષાયિક - એ રાગ) કચ્છ-વાગડમાં પલાંસવા રે, ધરમી જનસમુદાય, દેરાસર ઉપાશ્રયો રે, જ્ઞાનભંડાર સોહાય રે ભવિયાં; ગુરુવર ગુણભંડાર, કીધા બહુ ઉપકાર રે ભવિયાં. નાનજી વંશ નભ ચંદ્રમા હૈ, નવલ કુક્ષિ સર હંસ; ઓગણીસો ઓગણચાલીસે રે, જનમ્યા જન અવતંસ રે... ભવિયાં૦ ૨ ૩ ४ ૧ ભવિયાં૦ ૩ ભવિયાં૦ ૪ જીતવિજય દાદાજીએ રે, ભીમાસર કર્યું ન્યાલ; દીક્ષા દીધી નિજ હાથથી રે, ઓગણીસો બાસઠ સાલ રે. . ભવિયાં૦ ૫ કનકવિજય મુનિ થયા રે, સમિતિ ગુપ્તિ ધરનાર; શુદ્ધ ચારિત્રને પાળતા રે, જીતે કષાયની વાર રે........... ભવિયાં૦ ૬ રાગ દ્વેષને જીતવા રે, ઉદ્યમશીલ રહે નિત; જ્ઞાન-દર્શન-ચારિત્રને રે, આરાધે એકચિત્ત રે.. નિસ્પૃહતા ગંભીરતા રે, અલ્પભાષી ગુણધાર; આશ્રિતોને ઉદ્ઘારવા રે, કરતા ધર્મપ્રચાર રે. ગણી પંન્યાસ પાલીતાણે રે, ઓગણીસો છોતેર; ઉપાધ્યાય પંચાશીએ રે, ભોયણીમાં ભલીપેર રે. ઓગણીસો નેવ્યાસીએ રે, સિદ્ધિસૂરીશ્વર હાથ; અમદાવાદ સૂરિપદ લહ્યું રે, સંઘનો પૂરણ સાથ રે. ભવિયાં૦ ૧૦ ઉત્તમ સંયમ ખ્યાતિને રે, વર્ષો વાગડ સમુદાય; .....ભવિયાં૦ ૧૩ ગચ્છ નાયકની પ્રેરણા રે, વિશેષ શુદ્ધિ થાય રે...........ભવિયાં૦ ૧૧ ઓચ્છવ પ્રતિષ્ઠા ઉજમણા રે, તીરથસંઘ ઉપધાન; સંયમધારી ઘણા કર્યા રે, ગુરુ ગુણરત્નની ખાણ રે. ભવિયાં૦ ૧૨ બે હજાર ઓગણીસમાં રે, ભચાઉ ચાતુર્માસ; કાળ કર્યો વદ ચતુર્થીએ રે, શુક્ર ને શ્રાવણ માસ રે. અંતે સમાધિ સારી રહીરે, ખમાવ્યા જીવ તમામ; સાંભળી સંઘ દુ:ખી થયો રે, કીધા ધર્મનાં કામ રે. ઉમ્મર એંશી વરસની રે, સત્તાવન પર્યાય, અઢીસો સાધુ-સાધ્વી રે, જેઓશ્રીનો સમુદાય રે. તેઓની પાટે આવીયા રે, વિજયદેવેન્દ્રસૂરિરાય; સારણાદિ કરે ગચ્છની રે, દીઠે દુઃખ દૂર થાય છે......... .......ભવિયાં૦ ૧૪ ત્યાગી તપસ્વી સંયમી રે, વિજયકનકસૂરિરાય; ભાગ્યથી લબ્ધિસૂરિ શિશુ રે, ‘પદ્મવિજય' ગુણ ગાય રે ... ભવિયાં૦ ૧૭ * * * કચ્છ વાગડના કર્ણધારો ૦-૩૫૩ ****** ....... ****.. ભવિયાં૦૭ ભવિયાં૦ ૮ ભવિયાં૦ ૯. ભવિયાં૦ ૧૫ ભવિયાં૦ ૧૬

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193