________________
એક દિવસ હું પૂજ્યશ્રી પાસે પહોંચી ગઇ ને મેં મારી મનોવ્યથા જણાવી : ‘મને કાંઇ આવડતું નથી. હું શું કરું ?’
બેન ! તમે જરા પણ ચિંતા નહિ કરતા. તમે ધારશો તો જરૂર પાંચ પ્રતિક્રમણ પાકા કરી લેશો.’
પૂજ્યશ્રીના આ આશીર્વચનથી હું આનંદથી ઝૂમી ઊઠી. ધીરે ધીરે મેં પ્રયત્ન શરૂ કર્યા. મોઢે-મોઢે સાંભળી-સાંભળીને મેં ગોખવાનું શરૂ કર્યું. થોડા સમયમાં બે પ્રતિક્રમણ પૂરા કરી લીધા. પછી તો પાંચ પ્રતિક્રમણ, નવ સ્મરણ, સ્તવનો, સજઝાયો વગેરે ઘણું કંઠસ્થ થઇ ગયું. આ હતી પૂજ્યશ્રીની વચન-સિદ્ધિ !
ચોમાસા પછી (વિ.સં. ૨૦૧૨) પૂજ્યશ્રી ભરૂડીયા પધાર્યા. પિયરનું ગામ હોવાથી હું પણ ત્યાં ગઇ. ત્યાં પણ વ્યાખ્યાન વગેરેનું વાતાવરણ જોરદાર જામ્યું.
એક દિવસ ત્યાં બપોરે ૯૯ પ્રકારી પૂજા હતી. એમાં પૂજ્યશ્રી “સિદ્ધાચલ શિખરે દીવો રે, આદીશ્વર અલબેલો રે” આ પંક્તિ અત્યંત ઘુંટી-ઘૂંટીને ભાવપૂર્વક મધુર સ્વરે બોલી રહ્યા હતા. આમ પણ પૂજ્યશ્રી શત્રુંજયના પ્રેમી હતા. શત્રુંજય ભક્તિનું કોઇ પણ નિમિત્ત મળે પૂજ્યશ્રી ભાવવિભોર બની જાય. પછી એ પ્રવચન હોય કે પૂજા હોય !
ત્યારે મેં બરાબર જોયું કે પૂજયશ્રીના મસ્તક પર દીપકની જ્યોત ઝળહળી રહી હતી. જાણે કે ઉત્તમ પુરુષના મસ્તકમાં રહેલો મણ બહાર આવીને ઝળકી રહ્યો હતો. આ દૃશ્ય માત્ર મેં જ નહિ, સમગ્ર સભાએ જોયેલું.
પૂજ્યશ્રી પર બધા ઓવારી ગયેલા. આવા પરમ પ્રભાવશાળી અને અત્યંત સરળ એવા પૂજ્યશ્રીની કૃપાથી જ મને મોટી ઉંમરમાં પણ સંયમ મળ્યું છે, એમ હું માનું છું.
*
(૧૪) સંવત્ ૨૦૫૪, કોલ્હાપુરથી પૂ.આ. શ્રી વિજયપુણ્યાનંદસૂરિજી મ. લખે છે :
પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૨ ૧૦૪
“વિ.સં. ૨૦૦૯માં હું મારા દાદા ગુરુદેવ પૂ.આ. શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વરજી મ., પૂ. ગુરુદેવ શ્રી ભદ્રંકરવિજયજી મ. (પછીથી આચાર્યશ્રી) આદિ સાથે અમે કચ્છમાં આવેલા.
તે વખતે માંડવીમાં પૂ.પં. શ્રી દીપવિજયજી મ. (પછીથી આચાર્યશ્રી)ના દર્શન કરતાં જ તન, મન હર્ષથી પુલકિત બની ગયા હતા. ત્રિવેણી સંગમમાં તો માત્ર ત્રણ જ નદીઓનો સમાગમ હોય છે, પરંતુ આ પંન્યાસજીમાં તો અનેક ગુણ-નદીઓનો સમાવેશ થયેલો પ્રથમ
નજરે જ જોવા મળ્યો હતો.
પ્રથમ નજરે જ મને જે તેમનો ગુણવૈભવ જોવા મળ્યો તે હું કેટલાક શબ્દો દ્વારા જણાવવા માંગું છું :
❖
એકદમ સાદગીભર્યું જીવન !
◊
હંમેશા નીચી દિષ્ટ !
◊
ત્યાગ અને વૈરાગ્યના તેજથી દીપતું લલાટ !
આખો દિવસ અપ્રમત્તભાવે વાચના-સ્વાધ્યાય આદિમાં લીનતા ! નિત્ય એકાસણાનો ખપ !
ખરેખર અદ્ભુત હતું એ જીવન ! જાણે ચોથા આરાની વાનગી ! એમાંય પૂજ્યશ્રીના મુખે જ્યારે સ્તવન-સજ્ઝાયો સાંભળ્યાં ત્યારે તો અમે આભા જ બની ગયા !
ખરેખર આટલા વરસો પછી પણ એ ક્યાંક જ, ક્યારેક જ જોવા મળતું વિરલ વ્યક્તિત્વ ભૂલાયું નથી.
* * *
(૧૫) “તેઓશ્રી ખરેખર ઉચ્ચ કોટિના મહાપુરુષ હતા. મારી ઘટતી જતી સ્મૃતિ અને વધી ગયેલી ઉંમર (૯૭ વર્ષ)ના કા૨ણે વધુ લખી શકતો નથી.”
પૂ. ભદ્રંકરસૂરિજી મ., અમદાવાદ
(પૂ. બાપજી મ.ના)
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૦૫