Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 188
________________ પૂનામાં અધ્યાત્મયોગી પૂ. આચાર્યશ્રીની ૮મી સ્વર્ગતિથિએ વિશાળ ગુણાનુવાદ-સભા યોજાઇ મહા સુ.૪, તા. ૨૦-૦૧-૨૦૧૦ પૂ.પં. શ્રી મુક્તિચન્દ્ર વિ.મ. તથા પૂ.પં. શ્રી મુનિચન્દ્ર વિ.મ.ના પ્રેમભર્યા આમંત્રણને સ્વીકારીને પધારેલા પ્રવચન-પ્રભાવક પૂજય આચાર્ય શ્રી હેમચન્દ્રસાગરસૂરિજી મ. આદિની નિશ્રામાં પૂના ગોડીજીના આંગણે આપણા પરમ ઉપકારી પૂજ્ય આચાર્ય શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ની વિશાળ ગુણાનુવાદ સભા યોજાઇ હતી. પૂજ્ય આચાર્યશ્રીએ કહ્યું હતું કે– પાલીતાણામાં મારે પૂજયશ્રીની સાથે અતિ નિકટનો પરિચય રહ્યો. હું પોતે વાચનામાં લગભગ રોજ આવતો અને શિષ્યોને પણ મોકલતો. “તીર્થંકરના પુણ્યની ઝલક તમારે જોવી હોય તો આ પૂજ્યશ્રીમાં તમને દેખાશે.” એવું હું મારા શિષ્યોને અવાર-નવાર કહેતો. મને પૂજ્યશ્રી પ્રત્યે પહેલેથી જ અહોભાવ હતો. કારણ કે, અમારા પૂ. ગુરુદેવ અભયસાગરજી મ. અને આ પૂજ્યશ્રી બંને પૂ. પંન્યાસજી શ્રી ભદ્રંકર વિ.મ.ના માનસ-પુત્રો હતા. પાલીતાણા ચાતુર્માસ વખતે તાવ, શરદી અને ચક્કરની બિમારીમાં હું સપડાયો. મને પૂજયશ્રીએ કહ્યું જ હતું કે- પારણામાં તબીયતનું સંભાળજે . ને ખરેખર એવું જ થયું. ૭૫મી ઓળીના પારણા પછી બિમારી આવી. તાવ-શરદી તો ગયા, પણ ડૉકટરની દવાથી પણ ચક્કર તો ન જ મટ્યા. આખરે મેં પૂજયશ્રીનું શરણું પકડયું. પૂર્ણ શ્રદ્ધા સાથે પૂજયશ્રીનો વાસક્ષેપ કરાવ્યો ને તે દિવસથી મારા ચક્કર ગયા તે ગયા જ. આજ સુધી પછી મને ચક્કર આવ્યા નથી.” પૂ.પં. શ્રી મુક્તિચન્દ્ર વિ.મ., પૂ.પં. શ્રી મુનિચન્દ્રવિ.મ. એ જણાવ્યું કે- ધર્મસિદ્ધિનાં પાંચ લક્ષણો ઔદાર્ય વગેરે આપણા ઉપકારી પૂ. ગુરુભગવંતોમાં એકદમ ઘટે છે. (૧) ઉદારતા તો પૂ. પદ્મવિજયજી મ.ની, જેમણે પોતાના શિષ્ય રત્નવિજયજીને ડેલાવાળા સૌભાગ્યવિજયજીને સોંપી દીધેલા. (૨) દાક્ષિણ્ય તો પૂ. જીતવિજયજી મ.નું, જેમણે વિ.સં. ૧૯૬૯ - મુન્દ્રામાં સ્થાનકવાસી આઠ કોટિ મોટી પક્ષના આ. કર્મસિંહજીની વિનંતિથી તેમને નિર્ધામણા કરાવ્યા. (૩) પાપ – જુગુપ્સા તો પૂ. કનકસૂરિજી મ.ની, જેમણે પોતાના પર ચપુથી હુમલો કરનાર વ્યક્તિને પણ માફી આપી દીધી. ક્રોધરૂપ પાપ પ્રત્યેની કેવી જુગુપ્સા ! (૪) નિર્મળ બોધ તો પૂ. દેવેન્દ્રસૂરિજી મ.નો, જેમણે ૫૦-૬૦ વર્ષ પહેલાંનું ભણેલું પણ અક્ષરશઃ યાદ રહેતું. મૃત્યુના આગલા દિવસે પણ સ્વાધ્યાયમાં અત્યારે કેટલામી ગાથા ચાલે છે ? તે કહી આપવાની શક્તિ ! કેટલી નિર્મળ પ્રજ્ઞા ! (૫) લોકપ્રિયતા તો પૂ. કલાપૂર્ણસૂરિજીની, જેઓ મુંબઇ-મુલુંડ પધાર્યા ત્યારે વગર આયોજને, વગર જાહેરાતે એમના દર્શનાર્થે હજારોની ભીડ ઉમટી પડેલી ! જ્યાં જાય ત્યાં લોકો એમની એક ઝલક નિહાળવા પડાપડી કરે ! પૂજય અધ્યાત્મયોગી આચાર્યશ્રીમાં હૃદયની ઉદારતા પણ એટલી બધી કે અન્ય સંપ્રદાય કે ગચ્છના મહાનાયકો પણ મહાન યોગી તરીકે સ્વીકારે. જેઓ બીજાને પોતાના હૃદયમાં સમાવે તેમને બીજા પણ પોતાના હૃદયમાં સ્વીકારે, એમાં નવાઈ શી ? જગતના સર્વ જીવોને એમણે પોતાના હૃદયમાં સમાવેલા, આથી જ મૈત્રીના કારણે જ એમનામાં ઉત્કૃષ્ટ પ્રશમ લબ્ધિ પેદા થયેલી. જેના પ્રભાવથી બેણપ, સિરિગુપ્પા વગેરેના ઝગડા ટળ્યા હતા. દાક્ષિણ્ય પણ પૂજ્ય આચાર્યશ્રીનું જોરદાર ! કોઇને ય પ્રતિકૂળ નહિ બનતાં, અનુકૂળ જ બનતા. પાપ-જુગુપ્સા તો પળે પળે દેખાય ! છ જીવનિકાયની સહેજ પણ વિરાધના ન થાય, તેની અત્યંત તકેદારી ! હિંસારૂપ પાપ પ્રત્યે કેટલો ધિક્કારભાવ ! કચ્છ વાગડનાં કર્ણધારો ૨ ૩૬૪ કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૫

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193