________________
ઓસવાળોનો ઉદ્ધાર કરવા માટે એટલો પરિશ્રમ કર્યો છે કે આજે પણ એ વાતને યાદ કરતાં વાગડના ઓસવાળો ગદ્ગદ્ બની ઊઠે છે.
એમના ઉપદેશથી કેટલાય ઓસવાળ લોકોએ કંદમૂળ, વાસી, દ્વિદળ વગેરે અભક્ષ્યનો ત્યાગ કર્યો. વિષ્ણુ-હનુમાન વગેરેના મંદિરોમાં જતા તેમને સમ્યક્ત્વનું શુદ્ધ સ્વરૂપ બતાવી દેવ-ગુરુની ઓળખ કરાવી. અનેક ગામોમાં જિનાલયના નિર્માણ પણ થયા. ભરૂડીયા, મનફરા, ખારોઇ, સામખીયાળી, આધોઇ, ઘાણીથર, હલરા વગેરે સ્થળોએ થયેલા જિનાલયો એમના પ્રયત્નનું મધુર ફળ છે.
આ બધા ગુણોના કારણે એમને જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી. એમનાં દર્શનાર્થે દૂર-દૂરથી લોકો આવતા હતા. આવા બધા ગુણોના કારણે પૂજ્ય ગુરુદેવશ્રીએ તેમને વિ.સં. ૨૦૦૪, મહા સુ.૫ ના રાધનપુર મુકામે ગણિ-પંન્યાસ પદથી વિભૂષિત કર્યા.
પદ મેળવા છતાં પૂજયશ્રી અત્યંત નમ્ર રહ્યા. આજીવન ગુરુ ચરણોપાસક રહ્યા. દીક્ષા પછી પૂ. ગુરુ ભગવંત ૩૭ વર્ષ વિદ્યમાન રહ્યા. પૂજ્યશ્રીએ તેમાંથી ૨૩ ચાતુર્માસ તો પૂજય ગુરુ ભગવંત (પૂ. કનકસૂરિજી મ.) સાથે જ કર્યા છે. જ્યારે ૧૪ ચાતુર્માસ પૂ. ગુરુદેવની આજ્ઞા મુજબ અન્યત્ર કરેલા છે.
વિ.સં. ૨૦૧૯નું ચાતુર્માસ પૂજ્ય ગુરુદેવનું અંતિમ ચાતુર્માસ હતું. પણ ગુરુ આજ્ઞા વધાવીને પૂજયશ્રી ત્યારે સામખીયાળી ચાતુર્માસાર્થે પધાર્યા. શ્રી.વ.૪ ના દુ:ખદ સમાચાર મળ્યા કે પૂજય ગુરુ ભગવંત સ્વર્ગે સિધાવ્યા છે. પૂજ્ય ગુરુદેવના અનન્ય સેવક પૂજ્યશ્રીને અત્યંત આઘાત લાગ્યો. પણ કાળની લીલા સામે કોઇ શું કરી શકે ?
પૂજ્ય ગુરુદેવની વિદાય પછી ઉત્તરાધિકારી તરીકે પૂજ્યશ્રી પર જવાબદારી આવી પડી. સમસ્ત વાગડના સંઘો તથા વાગડ સમુદાયના સમસ્ત શ્રમણ-શ્રમણી વૃંદે પૂજયશ્રીને આચાર્ય પદે અધિષ્ઠિત થવા વિનંતી કરી, પણ નિઃસ્પૃહી એવા આ પૂજ્યશ્રી પદેથી અલિપ્ત જ રહેવા માંગતા હતા. આખરે પૂ. બાપજી મ.ના મનોહરસૂરિજી મ., પૂ. મુનિશ્રી
પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૧ ૮૬
કલાપૂર્ણવિજયજી મ. આદિ તથા શ્રાવકોમાં તેમના સહપાઠી પંડિતવર્ય શ્રી આણંદજીભાઇ વગેરેના ખૂબ જ આગ્રહથી પૂજયશ્રીએ સૂરિ પદવી સ્વીકારતા પહેલાં કહ્યું : “હું આ સમુદાયની જવાબદારી તો સ્વીકારું, પણ મારી પાસે સંભાળી શકે એવા કોઇ સાધુઓ નથી. જો મુનિ શ્રી કલાપૂર્ણવિજયજી મારી સાથે રહીને જવાબદારી સ્વીકારવા તૈયાર હોય તો જ હું આ પદ સ્વીકારું.”
સમુદાયનું હિત જોતા પૂજય મુનિ શ્રી કલાપૂર્ણવિજયજી મ.એ સાથે રહેવાનું તથા જવાબદારી અદા કરવાનું સ્વીકાર્યું. ત્યારે પૂજ્યશ્રીએ સંમતિ દર્શાવી.
વિ.સં. ૨૦૨૦, વૈ.સુ.૧૧ ના કચ્છ-વાગડના કટારીયા તીર્થે પૂજયશ્રી સૂરિ પદ પર આરૂઢ થયા. ત્યારે કચ્છ-વાગડના સમસ્ત સંઘો તથા કચ્છ-વાગડના તમામ ભક્તજનો ઉપસ્થિત હતા. તે વખતે કચ્છમાં આવેલા પૂ. પ્રેમસૂરિજી મ.ના સમુદાયના પં. શ્રી જયંતવિજયજી મ. (પછીથી પૂ.આ. શ્રી વિજયજયંતશેખરસૂરીશ્વરજી મ.સા.)ના હાથે સૂરિ પદ પ્રદાન થયું હતું. સૂરિ પદ વખતે પૂ.પં. શ્રી દીપવિજયજી નૂતન નામ ધારણ કરીને પૂજ્ય આચાર્ય શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મ. તરીકે પ્રસિદ્ધ થયા. તે વખતે ૭૨ વર્ષની ઉંમર હતી.
વિ.સં. ૨૦૨૩માં ઉચ્ચનો ગુરુ હોવાથી પૂજય દેવેન્દ્રસૂરિજી મ. એ કચ્છ-વાગડમાં અનેક નવનિર્મિત જિનાલયોની પ્રતિષ્ઠા કરાવી હતી. મનફરા, ભૂવડ, પ્રાગપર, ઘાણીથર, ગળપાદર વગેરે સ્થળોએ પ્રતિષ્ઠા થઇ હતી. જ્યાં પૂજ્યશ્રી પહોંચી ન શક્યા ત્યાં પ્રાગપર, ગળપાદર વગેરે સ્થળોએ કિરણવિ., કંચનવિ. આદિ મુનિઓને મોકલ્યા હતા.
વિ.સં. ૨૦૨૪માં ફલોદી ચાતુર્માસ વખતે પોતાના ઉત્તરાધિકારી સુનિશ્ચિત કરવા માટે શ્રીસંઘની વિનંતીથી તથા પોતે યોગ્યતા જોઇ પૂ. મુનિ શ્રી કલાપૂર્ણવિજયજી મ.ને ભગવતીસૂત્રના યોગમાં પ્રવેશ કરાવ્યો.
ચાતુર્માસ પછી એક ભાઇ તરફથી નીકળેલા છ'રી પાલક સંઘ સાથે જેસલમેર આદિ તીર્થોની યાત્રા કરીને ફરી ફલોદીમાં પધાર્યા. ત્યાં વિ.સં.
કચ્છ વાગડના કર્ણધારો + ૮૭