Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 162
________________ ના દિવસે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. માત્ર દોઢ વર્ષનો પર્યાય અને ૩૩ વર્ષની તેમની ઉંમર હતી ! તેઓ ખૂબ જ સરળ, શાંત અને ભક્તિવાળા હતાં. પ્રકરણ, વ્યાકરણાદિનો સારો અભ્યાસ કર્યો હતો. આ ત્રણ શિષ્યાઓના કાળધર્મ પછી તેમણે પોતાના નામના કોઇ શિષ્યાઓ કર્યા નથી. એમના સંયમજીવન અને પુણ્યથી ઘણા બહેનો આકર્ષિત થયાં, પણ બધાયને તેમણે પ્રશિષ્યાઓ જ બનાવ્યાં ! વિ.સં. ૧૯૫૪. ઇ.સ. ૧૮૯૮માં ફરી બીજી વખત પોતાની જન્મભૂમિ પલાંસવામાં તેમણે ચાતુર્માસ કર્યું. આ ચાતુર્માસમાં કેટલાક બાળકો તથા કિશોરોને પણ તેમણે ધર્માભિમુખ બનાવ્યા. એમાંનો એક કિશોર, નામે કાનજીભાઇ, એમને બહુ જ સરળ, ગંભીર, વિનયી, શાંત અને બુદ્ધિમાન જણાયો. તેમના પર તેમણે વધુ ધ્યાન આપ્યું. તેને વૈરાગ્યમય વાણીથી વૈરાગી બનાવ્યો ને દીક્ષા માટે તૈયાર કર્યો. ૧૬ વર્ષના કાનજીને આ ચાતુર્માસમાં ખૂબ જ સારી રીતે ભણાવ્યો. કાનજી પણ ભણવામાં હોંશિયાર હતો. વિહાર વખતે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા પણ આપી તથા આગળ જતાં વિ.સં. ૧૯૫૮, ઇ.સ. ૧૯૦૨માં સિદ્ધાચલતીર્થ પર દાદા શ્રી આદિનાથજીની સમક્ષ તેને બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા આણંદશ્રીજીએ સ્વયં કરાવી. આ જ છોકરો દીક્ષા લઇ આગળ જતાં મહાન સંયમમૂર્તિ પૂ.આ. શ્રી કનકસૂરિજી રૂપે વિખ્યાત બન્યો, તે આપણે જાણીએ છીએ. (સા. ચતુરશ્રીજીએ લખેલા સા. આણંદશ્રીજીના જીવનમાં (દેવવંદનના પુસ્તકના પ્રારંભમાં, પેજ-૨૩) લખ્યું છે કે અમડકા ગલાલચંદના સુપુત્ર કાનજીભાઇ તેઓશ્રીનાં વૈરાગ્યમય વચનામૃતો શ્રવણ કરવાથી સંસારથી વિરક્ત થયા. અહીં કંઇક ભૂલ થઈ હોય તેમ લાગે છે. કાનજીભાઇ ખરેખર ચંદુરા નાનજીભાઇના પુત્ર હતા અથવા તો આ કાનજીભાઇ કોઇ બીજા હશે ?) પલાંસવા ચાતુર્માસ પછી સાધ્વીજી કીડીયાનગર પધાર્યા.ત્યાં ૨૨ વર્ષના યુવાન ડોસાભાઇ મહેતાને (હતા યુવાન, પણ નામ ડોસાભાઇ !) બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા આપી દીક્ષાભિલાષી બનાવ્યા. વિ.સં. ૧૯૫૬ , પૂ. સાધ્વીજી આણંદશ્રીજી + ૩૧૨ ઇ.સ. ૧૯૦૦, વૈ.વ.૧૧ ના દિવસે દીક્ષા લઇ તેઓ પૂ. જીતવિ.ના શિષ્ય મુનિ શ્રી ધીરવિજયજી રૂપે પ્રસિદ્ધ થયા. ત્યાંથી તેમણે વાગડના ઉત્તર વિભાગમાં બેલા, લોદ્રાણી વગેરે સ્થળોએ વિચરણ કરી કેટલાયને શ્રાવક ધર્મમાં સ્થિર કર્યા. કેટલાયને બ્રહ્મચર્યવ્રત આપ્યું. બ્રહ્મચર્યનો મહિમા તેઓ ખાસ સમજાવતા ને તેની અસર પણ જોરદાર થતી. લગભગ સામેવાળી વ્યક્તિ એમની વાત સ્વીકારવા તૈયાર થઇ જતી. તે વખતે ઉનાળાની ભયંકર ગરમી હોવા છતાં ત્યારે કેટલાય પુણ્યશાળી લોકોએ ૧૬, ૮, ૧૧ વગેરે ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. વગર પર્યુષણે પર્યુષણ જેવું વાતાવરણ સર્જાયું હતું. સાધ્વીજી એટલા પુણ્યશાળી હતા કે જ્યાં વિચરતાં ત્યાં પર્યુષણનું વાતાવરણ ઊભું થઇ જતું. વિ.સં. ૧૯૫૮, ઇ.સ. ૧૯૦૨ માં તેઓશ્રી પાલીતાણા આવેલાં. ૯૯ યાત્રા કરી તથા તે ચાતુર્માસ પણ ત્યાં જ કર્યું. વિ.સં. ૧૯૫૯, ઇ.સ. ૧૯૦૩ માં રાધનપુરમાં ત્યાંના શેઠ ભોગીલાલભાઇના પત્ની અ.સૌ. જેકોરબાઇને દીક્ષા આપી તેનું નામ જયશ્રીજી સ્થાપ્યું હતું. વિ.સં. ૧૯૬૦, ઇ.સ. ૧૯૦૪નું ચાતુર્માસ સાંતલપુરમાં પૂ. દાદા શ્રી જીતવિજયજી મ.ની નિશ્રામાં કર્યું. ત્યારે ખૂબ જ ઘણી તપશ્ચર્યા અને શાસન પ્રભાવના થઇ હતી. સ્વયં આણંદશ્રીજીએ આ ચાતુર્માસમાં અઠ્ઠાઇ કરી હતી. વિ.સં. ૧૯૬૨, માગ સુ.૧૫ ના ભીમાસર મુકામે ડુંગરશીભાઇ તથી કાનજીભાઇના દીક્ષા પ્રસંગે ખાસ વિહાર કરીને આવ્યા હતાં. એ વર્ષનું ચાતુર્માસ પૂ. દાદાશ્રી જીતવિજયજી મ.ની નિશ્રામાં લાકડીયા થયું હતું. એ જ ચાતુર્માસમાં દાદા શ્રી જીતવિ.મ.ની વૈરાગ્યમય વાણી, તપોમય જીવન તેમજ સા. આણંદશ્રીજીની નિર્મળ જીવનચર્યા જોઇને મહેતા ગોપાલજીને દીક્ષા લેવાના ભાવ જાગ્યા હતા. પછીથી દીક્ષા લઇને તેઓ દીપવિજયજી અને આગળ જતાં પૂ. દેવેન્દ્રસૂરિજી તરીકે પ્રસિદ્ધ થયા હતા. કચ્છ વાગડના કણધારો ૨ ૩૧૩

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193