Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 177
________________ એથી અલ્પમતિ છતાં, વર્ણવું ગુરુગુણલેશ; સુણજો ભવિજન ભાવથી, ટળે સકળ સંક્લેશ... દિન દિન જ્ઞાન ક્રિયા ગુણ વાધે, નિજ પરનું હિત સાધે રે; ‘ભદ્ર કર’ ગુણ ગુરુના ઘુણતાં, મંગળ કમળા લાધે રે......... વંદુ૦ ૧૧ ઢાળ પહેલી (સાંભળજો તમે અદ્ભુત વાતો - એ દેશી) કચ્છ દેશ વાગડ વિભાગે, પલાંસવા શુભ ગામે રે, શાંતિજિનેશ્વર મહેર નજરથી, ભવિજન સુખડાં પામે રે; વંદુ કનકસૂરીશ્વર રાયા, ભવિજન મન જે ભાયા રે, વંદું કનકસૂરીશ્વર રાયા, ભવિજન મન જે ભાયા રે. . ........ ૧ વિક્રમથી ઓગણીશ ગુણચાલીશ, ભાદ્રપદી વદિ પંચમી રે; જન્મ્યા નાનુભાઇ-નવલના, નાનડિયા શુભકરમી રે........... વંદુ) ૨ કાનજી નામ ધરે સોભાગી, ગુણરાગી બડ ભાગી રે; બાલપણાથી તીક્ષણ બુદ્ધિ, જ્ઞાનતણી લય લાગી રે............ વંદુ૦ ૩ દશ-આઠ વરસે માત-પિતાનો, વિરહ વિરાગ જગાવે રે; સાહુણી આનંદશ્રી તવ ગુણિયલ, ધર્મશાસ્ત્ર શિખાવે રે............ વંદુ ૪ તવ કાકા હરદાસ મુનિશ્રી, હીરવિજય હતા ત્યાગી રે; તાસ ચરણ-શરણે રહેવાની, કાનજી મન લય લાગી રે......... વંદુ) ૫ દાદાગુરુ શ્રી જીતવિજયજી, શમદમગુણના દરિયા રે, ચંદ્ર-ચકોરાં જિમ તસ દર્શન, કાનજી મન ગહગહીયાં રે. ...... વંદુ ૬ ઓગણીસ વરસે જાવજીવનું, બ્રહ્મવ્રત ધરે ત્યાગી રે; સંયમ વરવા ભાવ ભલેરા, ધરતા તેહ વિરાગી રે. ............ વંદુ) ૭ ભીમાસરમાં ઓચ્છવ મહોચ્છવ, ધર્મપ્રભાવના ઝાઝી રે; ગામગામના સંઘ મળે તિહાં, લોક થયા બહુ રાજી રે........ વંદુ ૮ ઓગણીશ બાસઠ મૃગશિર પૂનમ, દાદા જીતવિજયજી રે; શિષ્ય કરે મુનિ હીરવિજયના, નામે કીર્તિવિજયજી રે......... વંદુ0 ૯ વડી દીક્ષાથી કનકવિજયજી, કનકસમાં ગુણધારી રે; ગામગામ વિચરે ગુરુઆણે, આતમ નિર્મળકારી રે. .......... વંદુ૦ ૧૦ પ.પૂ. કનકસૂરિજી મ. ૧ ૩૪૨ ઢાળ બીજી (એક દિન પુંડરીક ગણધરુ રે લાલ - એ દેશી) એ ગુરુના ગુણ સાંભરે રે લોલ, ભૂલ્યા કદી ન ભુલાય સુખકારી રે; માતા-પિતા સમ જે હતા રે લોલ, વિરહો અતિ દુ:ખદાય ગુણકારી રે. ............. એડ ૧ અષ્ટ પ્રવચન માતરે રે લોલ, સેવે જે અવધૂત સુખકારી રે; ચાલે જયણા પાળતા રે લોલ, યુગમાને દૃષ્ટિપૂત ગુણકારી રે. .. એ ૨ બોલે હિત મિત મીઠડાં રે લોલ, વેણ સાચા નિરવદ્ય સુખકારી રે; મુખવસ્ત્રિકા ધારતા રે લોલ, તજે નિંદાદિ અવદ્ય ગુણકારી રે. .. એ૦ ૩ શુદ્ધ ગવેષણા પિંડની રે લોલ, ટાળે દોષ બિયાલ સુખકારી રે; લેતાં મૂકતાં વસ્તુને રે લોલ, પ્રમાર્જન પૂરો ખ્યાલ ગુણકારી રે. ...... એ૦ ૪ પરિઠાવણવિધિ પાળતા રે લોલ, પૂર્વમહર્ષિની જેમ સુખકારી રે; ત્રણગુપ્તિ ગુપ્તા રહે રે લોલ, કરતા યોગને પ્રેમ ગુણકારી રે. . એ ૫ ગુરુભક્તિ બહુમાનથી રે લોલ, કરતા જેહ વિબુદ્ધ સુખકારી રે; કચ્છ વાગડના કણધારો ૨ ૩૪૩

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193