Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 140
________________ માગ.વદ-૧૦, માંડવી, સા. અમીવર્ષાશ્રીજીનું ૧૦૦મી ઓળીનું પારણું તથા સરલાબેનની ૧૦૦મી ઓળી નિમિત્તે મહોત્સવ. પો.વદ-૬, નયા અંજાર, નૂતન મંદિરમાં શ્રી મહાવીરસ્વામી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા (ભૂકંપમાં આ એક જ જિનાલય અખંડ રહ્યું. અંજારના બીજા બધા જિનાલયો ધ્વસ્ત થયાં.) બાર (રૂપેશ, રીટા, રંજન, મમતા, શર્મિષ્ઠા, મંજુલા, તારા, સરલા, હંસા, દર્શના, સુનીતા, દમયંતી) દીક્ષાઓ પણ થઇ. રૂપેશકુમાર (વાંઢિયા, મુંબઇ)નું નામ પડ્યું : મુનિ શ્રી કલ્પજિતવિજયજી . પોષ વદ-૮, ધમડકા, અહીં નૂતન જિનાલયમાં પ્રાચીન મૂળનાયક શ્રી શાંતિનાથજી આદિની પ્રતિષ્ઠા થઇ. (ભૂકંપમાં આ જિનાલય ધ્વસ્ત બન્યું. મૂળનાયક ખંડિત થયા.) મહા સુદ-૬, વાંકી, પૂ.પં. શ્રી કલાપ્રભવિજયજી ગણિવરને આચાર્યપદ આપી ઉત્તરાધિકારી રૂપે ઘોષિત કર્યા તથા પૂ. મુનિ શ્રી કલ્પતરુવિને પંન્યાસ પદ તેમજ મુનિ શ્રી પૂર્ણચન્દ્રવિજયજી અને મુનિ શ્રી મુનિચન્દ્રવિજયજીને ગણિપદથી અલંકૃત કર્યા. મહા સુદ-૧૩, ગાંધીધામ, અહીં એક દેરીમાં પ્રભુની પ્રતિષ્ઠા થઇ. મહા વદ-૨ થી મહા વદ-૫, મનફરા, વેજીબેન ગાંગજી લધા દેઢિયા પરિવાર દ્વારા નિર્મિત ગુમંદિરમાં પૂ. દાદા શ્રી જીતવિજયજી, પૂ. કનકસૂરિજી તથા પૂ. દેવેન્દ્રસૂરિજી – આ ત્રણ ગુરુમૂર્તિઓની પ્રતિષ્ઠા તથા સા. પ્રભંજનાશ્રીજીની 200મી (૧00+100) ઓળીનું તેમજ સા. સૌમ્યજયોતિશ્રીજી, સા. સૌમ્યકીર્તિશ્રીજીનું ૧૦૦મી ઓળીનું પારણું થયું. મહા વદ-૬ થી મહા વદ પ્ર.૧૨ મનફરાથી કટારીઆ, નાંગલબેન મણસી લખધીર કારિયા પરિવાર આયોજિત મનફરાથી કટારિયા છ’રી પાલક સંઘમાં ૪૧૩ યાત્રિકો જોડાયા હતા. પહેલે જ દિવસે મનફરાથી ભરુડી જતાં મોમાય મોરા ગામમાં જૈનેતરો (આહિરો) એ ૪૦ હજાર રૂપિયા જીવદયામાં લખાવ્યા હતા. (કચ્છમાં સર્વત્ર અજૈનો પણ જીવદયામાં રકમ લખાવતા હતા.) પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૬૮ મહા વદ-૭, સુવઇ, અહીં જીવદયામાં ૬|| લાખ થયા હતા. મહા વદ-૮, ત્રંબૌ, અહીં જીવદયા માટે ૪ લાખ થયા હતા. મહા વદ પ્ર.૧૨, કટારીઆમાં તીર્થમાળ થઈ હતી. મહા વદ પ્ર. ૧૨, લાકડીઆ, અહીંથી મહા વદ કિ.૧૨ ના પાલઇબેન ગેલાભાઇ ગાલા (ધનજી ગેલા) પરિવાર દ્વારા પાલિતાણાનો છ'રી પાલક સંઘ નીકળ્યો હતો, જેમાં ૨૫૦ સાધુ-સાધ્વીજીઓ તથા હજાર યાત્રિકો જોડાયા હતા. આ સંઘ ખૂબ જ શાસન-પ્રભાવક રહ્યો હતો. ફા.સુદ-૫, સીધાળા, અહીંથી ચંદા-વિજઝય પાયા પર વાચના શરૂ થઇ હતી. આ ગ્રંથ પર અષાઢ વદ-૨ સુધી વાચના ચાલી હતી. જે “કહ્યું કલાપૂર્ણસૂરિએ' (કહે કલાપૂર્ણસૂરિ-૨) નામે પ્રગટ થયેલી છે. એક વખત અમારી લખેલી નોટોને જોઇને પૂજ્યશ્રીએ કહ્યું હતું : તમે બરાબર મારા મનની વાત જ લખો છો. હવે નોટ બતાવવાની જરૂર નથી. ફા.સુદ-૧૦-૧૧-૧૨, શંખેશ્વર, અહીં પ૫૧ યાત્રિકોએ અટ્ટમ કરેલા. સૌને પ00 રૂપિયાની પ્રભાવના અપાઇ હતી. પુરાંબાઇ ધર્મશાળાનું ઉદ્ઘાટન થયું હતું. તે ધર્મશાળા માટે ૮૦ લાખ રૂપિયા થયા હતા. ફા.વદ-૬, સુરેન્દ્રનગર, અહીં મહાસુખભાઇ દ્વારા નિર્મિત ‘હેમાંજલિ” નામના ઉપાશ્રયનું ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, વિધાનસભા અધ્યક્ષ ધીરુભાઇ, શ્રેણિકભાઇ કસ્તુરભાઇ, પ્રકાશ ઝવેરી, તારાચંદ છેડા, ડુંગરશીભાઇ-અમર સન્સવાળા, ઊર્જાપ્રધાન જયવંતીબેન મહેતા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ પૂજ્યશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. ફા.વદ-૯, લીંબડી, અહીં સા. શીલગુણાશ્રીજીને ૧૦૦મી ઓળીનું પારણું થયું હતું. ચૈત્ર સુદ-૪, પાલિતાણા, ચૈત્ર સુદ-૫ ના દાદાના દરબારમાં તીર્થમાળ થઇ હતી. કચ્છ વાગડના કણધારો : ૨૬૯

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193