Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 166
________________ પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ, શ્રમણસૂત્ર ટીકા, પપ્પીસૂત્ર ટીકા, દશવૈકાલિક ટીકા વગેરેની વાચનાનો લાભ લીધો. જો કે આ સૂત્રની વાચનાઓ એમણે તો પહેલાં પણ લીધેલી જ હતી, પણ શિષ્યાઓના લાભ માટે પોતે પણ ફરીથી લાભ લીધો. ચાતુર્માસ પછી વિ.સં. ૧૯૭૮, ઇ.સ. ૧૯૨૨માં વિચરણ કરતાકરતા શણવા ગામમાં પધાર્યા. ત્યાં બનેલો પ્રસંગ જાણવા જેવો છે. શણવાથી પ-૬ કિ.મી. દૂર મોમાઇ માતાના મંદિરે દર વર્ષના મેળામાં બે ઘેટાં અને એક પાડો - એમ ત્રણ જીવોનું બલિદાન અપાતું હતું. જીવદયા પ્રેમી જૈનો તથા બીજા હિન્દુઓને પણ આ હિંસા ગમતી ન હતી પણ ગામના રાણાને સમજાવે કોણ ? સા. આણંદશ્રીજીએ આ કાર્ય ઉપાડી લીધું. એક મહિના સુધી શણવામાં સ્થિરતા કરીને રાણાને પ્રતિબોધ આપ્યો. રાણાનું હૃદય દયાપૂર્ણ બન્યું. એમણે ગુણીજી પાસેથી અભિગ્રહ લીધો કે હું મારી જીંદગીમાં કદી વધ કરાવીશ નહિ, પણ બીજાઓને હજુ મારે સમજાવવા પડશે. પ્રાણીઓના વધના સ્થાને જો ‘મીઠી જાતર'ની વ્યવસ્થા થઇ શકે તો હું તે બધાને આરામથી સમજાવી શકું.” મીઠી જાતર’ એટલે મીઠાઇ દ્વારા યાત્રા કરવી. શણવામાં તો શ્રાવકોના ગયા-ગાંઠ્ય ઘર. એમનાથી આ વ્યવસ્થા દર વર્ષે થઇ શકે તમ નહોતી એટલે સાધ્વીશ્રીજીએ અમદાવાદના શેઠ જમનાભાઇ ભગુભાઇને આ લાભ લેવા જણાવ્યું. સાધ્વી શ્રીજીના પરમ ભક્ત એ શેઠે ગુણીજીની આ વાત સ્વીકારી પૂરી આર્થિક સહાયતા આપી, એ પૈસાથી દર વર્ષે “મીઠી જાતર’ થવા લાગી અને ત્રણ જીવોની હિંસા હંમેશ માટે અટકી ગઇ. સા. ચતુરશ્રીજીએ સા. આણંદશ્રીજીના જીવનચરિત્રમાં નોંધ્યું છે કે (વિ.સં. ૨૦૦૨, ઇ.સ. ૧૯૪૬) “આજ સુધી આ “મીઠી જાતર'ની વ્યવસ્થા ચાલી આવી છે.” વિ.સં. ૧૯૭૮, ઇ.સ. ૧૯૨૨માં લાકડીયા ચાતુર્માસ દરમ્યાન સાધ્વીજીશ્રીના ઉપદેશથી કન્યાશાળા સ્થપાઇ હતી. કુબડીયા સાકરચંદ પૂ. સાધ્વીજી આણંદશ્રીજી + ૩૨૦ મેરાજના પુત્રી અ.સૌ. મૂળીબેન તથા તેમના પૌત્રી સ્વરૂપીબાઇને સર્વવિરતિના અભિલાષી બનાવ્યાં. વિ.સં. ૧૯૭૯, ઇ.સ. ૧૯૨૩નું ચાતુર્માસ ભુજપુર કર્યું. ચાતુર્માસ પછી પૂ. દાદાશ્રી જીતવિજયજી મ.ની તબિયત સિરીયસ છે, એવા સમાચાર સાંભળી ઉગ્ર વિહાર કરી પલાંસવા પધાર્યા ને વિ.સં. ૧૯૮૦નું ચાતુર્માસ પલાંસવા કર્યું. ચોમાસી ચૌદસ પછી ૬-૭ દિવસ પછી અષા.વ.૬ ના દિવસે સવારે પૂ. દાદાશ્રી સવારે 10.00 વાગે કાળધર્મ પામ્યા. (આણંદશ્રીજી મ.નું જીવન, જે સા. ચતુરશ્રીજીએ લખેલું છે તેમાં ઉપર મુજબ જણાવેલું છે, પણ અમારી દૃષ્ટિએ વિ.સં. ૧૯૭૯નું ચાતુર્માસ ભુજપુર નક્કી થઈ ગયું હશે ! ચાતુર્માસ પ્રવેશ પણ આદ્ર પહેલા થઇ ગયો હશે, પણ અચાનક જ પૂ. જીતવિ.મ.ની તબિયતના સમાચાર સાંભળી ઉગ્ર વિહાર કરી ભુજપુર ચોમાસું કેન્સલ કરી ચોમાસી ચૌદસ પહેલાં પલાંસવા આવી ગયાં હશે ! નહિ તો ઉગ્ર વિહાર કરવાની જરૂર પડે નહિ. વળી, પૂ. જીતવિ. વિ.સં. ૧૯૭૯માં (કચ્છી ૧૯૮૦) કાળધર્મ પામેલા છે. વિ.સં. ૧૯૮૦માં નહિ. વળી, સવારે ૧૦.૦૦ વાગે નહિ, પણ સવારે પ્રતિક્રમણ કરતાં સકલ તીર્થ વખતે ‘સિદ્ધ અનંત નમું નિશદિન’ એ પંક્તિ વખતે કાળધર્મ પામ્યા છે, એ પ્રસિદ્ધ વાત છે. સવારે ૧૦.૦૦ વાગે એમની અંતિમયાત્રા નીકળી હોય ને એ અપેક્ષાએ લખાઇ ગયું હોય, તેમ લાગે છે !) વિ.સં. ૧૯૮૧, ઇ.સ. ૧૯૨૫માં કીડીયાનગર ચાતુર્માસમાં વોરા વસ્તા ભાણજીના પાંચ પુત્રોમાંથી મોટા પુત્ર કાન્તિલાલને સર્વ વિરતિની ભાવના કરાવી. | (પૂ. કનકસૂરિજીના જીવનનું પુસ્તક ‘સાધુતાનો આદર્શ’ બીજી આવૃત્તિમાં પેજ નંબર-૧૨૨ પર લખ્યું છે કે “૧૯૮૦ના લાકડીયાના ચાતુર્માસ પછી વિ.સં. ૧૯૮૧ (પૂ. કનકવિ. આદિ) કીડીયાનગર પધાર્યા અને ત્યાં વોરા કાન્તિલાલ વસ્તા ભાણજીને મહા સુદ-૫ ના રોજ મંગળ મુહૂર્તે દીક્ષા આપી પોતાના શિષ્ય તરીકે મુનિશ્રી કાન્તિવિજયજી નામ રાખ્યું.” કચ્છ વાગડના કર્ણધારો ૩૨૧

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193