________________
“સકલ પ્રત્યક્ષપણે ત્રિભુવન ગુરુ ! જાણું તુમ ગુણગ્રામજી; બીજું કાંઈ ન માંગું સ્વામી ! એહિ જ છે મુજ કામજી.” પૂજયશ્રી આ ગાથા પર પણ ચિંતન કરતા-કરતા પ્રભુ ધ્યાનમાં મગ્ન બની ગયા - ડૂબી ગયા. પૂજયશ્રી હર શ્વાસની સાથે “નમો સિદ્ધાણં” પદનો જાપ છેલ્લી બે રાતથી કરી જ રહ્યા હતા. આવી પરિસ્થિતિમાં પણ સવાર-બપોર ૧-૧ કલાક સુધી પ્રભુભક્તિમાં દરરોજની જેમ મગ્ન બનતા હતા.
૪.૩૦ વાગે સવારે પૂજયશ્રી પ્રતિક્રમણ કરવા બેઠા થયા. ઇરિયાવહિય, કુસુમિણનો કાઉસ્સગ્ન કર્યા પછી માત્ર માટે પ્રયત્ન કર્યો, પરંતુ માનું થયું નહીં. પછી જગચિંતામણિ બોલવામાં વાર લાગવાથી પૂ.પં. કલ્પતરુવિજયજીએ જ બોલીને સંભળાવ્યું. ફરીથી શંકા થવાથી ફરી માગુ કરવા ગયા, પણ થયું નહીં. તેના પછી ઇરિયાવહિયંના કાઉસ્સગ્નમાં ચંદેસુ નિમ્મલયરા સુધી પહોંચ્યાં અને પછી વારંવાર આ પદનું મંદમંદ ઉચ્ચારણ કરતા રહ્યા. મુનિઓએ જોયું : પૂજયશ્રીના હાથોમાં કાંઇક કંપન થઇ રહ્યું છે. દષ્ટિ નિશ્ચલ થઇ ગઇ છે. પૂ.પં. કલ્પતરુવિજયજીએ પૂ. કલાપ્રભસૂરિજી, પૂ.પ, કીર્તિચંદ્રવિજયજી આદિને બોલાવ્યા. તેઓએ પરિસ્થિતિની ગંભીરતા જોઇને આગળની ક્રિયા જલદીથી કરાવીને પૂજ્યશ્રીને કેશવણા મંદિરમાં દર્શન માટે લઇ ગયા. પૂજ્યશ્રી ચારે બાજુ જોઈ રહ્યા હતા અને ઇશારાથી જાણે પૂછી રહ્યા હતા કે “આજે આટલા જલદી કેમ લાવ્યા ?”
ચાલુ ચૈત્યવંદનમાં પૂજ્યશ્રીએ ઇશારાથી માત્રુની શંકા છે, એમ કહ્યું “માસુ” શબ્દ પણ બોલ્યા. જલદી ચૈત્યવંદન કરાવીને પૂજયશ્રીને ઉપાશ્રયમાં લાવવામાં આવ્યા. પૂજયશ્રીનું આ અંતિમ ચૈત્યવંદન હતું. ઉપાશ્રયમાં પૂજયશ્રી જાતે જ ખુરશી ઉપરથી ઊભા થઇ ગયા અને પાટ પર માત્રુ કર્યું. તે પછી ઓટમલજી કપૂરચંદજીએ કામની વહોરાવી અને વાસક્ષેપ લીધો, મૃત્યુથી એક કલાક પહેલાંની જ આ ઘટના છે. આ છેલ્લી કામળી તથા છેલ્લો વાસક્ષેપ હતો. પછી પાટ પર બેસીને પૂજયશ્રી કાઉસ્સગ્ગ ધ્યાનમાં બેસી ગયા. (મૃત્યુના અર્ધા કલાક પહેલાંની આ વાત
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૮૨
છે) આ સમયે પણ પૂજયશ્રીએ ભીંત આદિનો ટેકો નહોતો લીધો. પૂજયશ્રી તો પોતાની અંતિમ અવસ્થાની તૈયારી કરી રહ્યા હતા, પણ સાથે રહેનારા મુનિઓ તો ઉપચારની ચિંતામાં હતા. એક મુનિ (પૂ. કુમુદચંદ્રવિજયજી) એ પૂજયશ્રીને ઉપાડવાની કોશિશ કરી, પરંતુ પૂજયશ્રી તો મેરુપર્વતના શિખરની જેમ ધ્યાનમાં એવા નિશ્ચલ બેઠા હતા કે જરા પણ ખસ્યા નહિ. કેવલી ભગવંતના શૈલેશીકરણની થોડી ઝલક અહીં યાદ આવી જાય. આમ પણ પૂજ્યશ્રીએ છેલ્લા બે દિવસથી શરીર પરની મમતા સંપૂર્ણરૂપે હટાવી દીધી હતી. બે દિવસમાં ઇન્જકશન વગેરે કેટલાંય લગાવ્યાં (મહા સુ.૩ ના દિવસે સાંજે એક મોટું ઇજેકશન લગાવ્યું હતું, જેમાં ૨૦ મિનિટ થઇ હતી, પરંતુ પૂજ્યશ્રીએ ઊંહ સરખો પણ અવાજ ન કર્યો, એટલું જ નહિ મુખની રેખા પણ બદલાઈ નહિ. જાણે કે તેઓ તો દેહથી પર થઇ ગયા હતા. શરીરરૂપી વસ્ત્ર ઉતારવાની પૂરી તૈયારી કરી લીધી હતી.
- આમ તો પૂજ્યશ્રીનું વજન માત્ર ૪૦ કિ.ગ્રા. જ હતું. છતાં પણ પૂજયશ્રીને જરા પણ હલાવી શકાયા નહિ. તેથી બધાને આશ્ચર્ય થયું. બીજા મુનિ (શ્રી અમિતયશવિ.) જ્યારે મદદે આવ્યા ત્યારે પૂજયશ્રીને કાંઇક ખસેડી શકાય. પૂજ્યશ્રી તો પોતાની સમાધિમાં લીન હતા. તેઓને તો આ શરીરની સાથે હવે ક્યાં લેવા-દેવા હતો ? પાદપોપગમન અનશન વિષે કહેવાય છે કે તે અનશનમાં રહેલા સાધકને કોઇ ક્યાંક લઇ જાય, કાપી નાંખે, સળગાવી દે અથવા તો શરીરનું કાંઇ પણ કરી નાખે તો પણ તે સાધક પાદપ વૃક્ષ)ની જેમ તે અડોલ હોય છે. પૂજયશ્રીમાં પણ આવી જ કાંઇક ઝલક દેખાતી હતી.
આ બધુંય બેહોશ અવસ્થામાં થઇ રહ્યું હતું, એવું નથી. અંત સમય સુધી પૂજ્યશ્રી પૂર્ણરૂપે જાગૃત હતા. આની નિશાની એ હતી કે પાસે રહેલા મુનિ જયારે પૂજ્યશ્રીના હાથ હલાવે અથવા તો આમતેમ કરે ત્યારે પૂજયશ્રી ફરી કાઉસ્સગ્ગ મુદ્રામાં હાથ રાખી દેતા હતા.
પૂજ્યશ્રીની આ અવસ્થાને જોઇને બાજુના મુનિઓએ નવકાર, ઉવસગ્ગહરે, સંતિકર, અજિતશાંતિની ૧૦ ગાથાઓ સંભળાવી. ધીરે
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૮૩