Book Title: Uttaradhyayan Sutra Author(s): Bhogilal J Sandesara Publisher: Gujarat Vidyasabha View full book textPage 6
________________ દૃષ્ટાન્તકથાઓનાં, ઈતિહાસસંવાદોની અને પ્રાચીન આખ્યાયિકાઓને લગતાં અધ્યયન છે, જે પ્રાચીન ભારતના શ્રમણુકાવ્યનાં ઉત્તમ ઉદાહરણ ગણાય છે. એ પ્રકારની વૈરાગ્યપ્રધાન કવિતા જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ એ ત્રણેય પરંપરાઓને સમાન વારસો હતી. ઉત્તરાધ્યયન સૂત્રનાં પહેલાં ૧૮ અધ્યયનને સટિપ્પણ અનુવાદ આ ગ્રન્થમાં આવે છે. આ પહેલાં “ઉત્તરાધ્યયન'ના કેટલાક અનુવાદ થયા છે. મેકસમૂલર-સંપાદિત “સંદેડ બુકસ ઓફ ધી ઈસ્ટએ ન્યમાળાને ૪૫ મે ગ્રન્થ જે ઓકસફર્ડમાં ઈ. સ. ૧૮૯૫ માં પ્રસિદ્ધ થયો છે, એમાં જૈન વિદ્યાના સુવિખ્યાત જર્મને અભ્યાસી છે. હર્મન યાકેબીએ કરેલા “ઉત્તરાધ્યયન સૂત્ર” અને “સૂત્રકૃતાંગ સૂત્ર'ના અંગ્રેજી અનુવાદ છે. ગુજરાતીમાં મુનિશ્રી સૌભાગ્યચંદ્રજીએ (સંતબાલજીએ) કરેલો અનુવાદ અમદાવાદથી સં. ૧૯૯૧ માં બહાર પડેલે છે, તથા શ્રી. ગોપાલદાસ જીવાભાઈ પટેલે કરેલા એના છાયાનુવાદની પહેલી આવૃત્તિ સને ૧૯૩૭ માં ગુજરાત વિદ્યાપીઠ તરફથી પ્રકટ થઈ હતી, અને ત્યાર પછી એની બીજી બે આવૃત્તિઓ થવા પામી છે. આ સિવાય પણ ગુજરાતી અને હિન્દીમાં સાંપ્રદાયિક દૃષ્ટિએ થયેલાં ઉત્તરાધ્યયન'ના કેટલાંક ભાષાન્તરે છે. આમ હોવા છતાં આ પ્રમાણભૂત આગમગ્રન્થને એક ને અનુવાદ તૈયાર કરવાનું સાહસ કર્યું છે. આ વિષયના સંશોધનની દૃષ્ટિએ અભ્યાસ કરતા વિદ્યાથીઓ સાથેના કેટલાંક વર્ષને નિકટના સંપર્કને પરિણામે માત્ર ઉત્તરાધ્યયન સૂત્ર'ના જ નહિ, પણ બીજે કેટલાક આગમેના પણ એવા અનુવાની જરૂર લાગે છે, જેમાં મૂળને શબ્દશઃ અનુવાદ હેય, જે અનુવાદ કરવામાં આગમોની જૂની ટીકાઓની સહાય લેવામાં આવી હોય અને તે સાથે ભાષા અને ઇતિહાસની નવી શેના પ્રકાશમાં પણ અને વિચાર કરવામાં આવ્યો હોય. આવા અનુવાદની સાથે મૂળ સત્રનો પાઠ અપાય તે અભ્યાસીને માટે ઘણું અનુકૂળ થઈ પડે. 'ઉત્તરાધ્યયન સુત્રને આ અનુવાદ ડો. યાકેબીએ સંપાદિત કરેલા એ ગ્રન્થની ડે. જીવરાજ ઘેલાભાઈ દેશીએ અમદાવાદથી ઈ. સ. ૧૯૨૫ માં બહાર પાડેલી બીજી આવૃત્તિ ઉપરથી કર્યો છે. મૂળ સત્રપાઠ પણ એ ગ્રન્થનો છે. એમાં ય વડે સૂચિત પાઠાતો આગમોદય સમિતિની વાચનાનાં અને શ૦ વડે સૂચિત પાઠાતર ઈટાલિયન વિદ્વાન છે. શાપે. ન્ટિયરની વાચનાનાં છે. મૂળના પ્રત્યેક પાને અનુવાદ કરતાં “ઉત્તરાધ્યયનPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 186