________________
શ્રી સ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૩૭ પિતાની મરણ અવસ્થા જાણી શકે છે. તેઓના દેશની અંદર કોઈ પણ વખતે વસ્તી (પ્રજા) ઘટતી નથી તેમજ વધતી નથી. લેકેની અંદર નિર્દયતા કપટ કે ક્રુરતા કાંઈ પણ હોતું નથી. ૩પ છે पूर्वकोटीत्रिंशदधिकशतविंशतिवर्षजीविताः कोशपादसप्त द्वि हस्तोवूयाः तुर्यादिषु ॥ ३६ ॥
શબ્દાર્થ-થા આરામાં પૂર્વ કોટી વર્ષનું આયુષ, ૫૦૦ ધનુષ શરીરની ઊંચાઈ હોય છે. પાંચમાં આરામાં ૧૩૦ વરસનું આયુષ અને સાત હાથનું શરીર, છઠ્ઠા આરામાં ૨૦ વરસનું આયુષ અને બે હાથનું શરીર હોય છે.
વિશેષાર્થપૂર્વકટી વર્ષની આયુષ સ્થિતિ અને પ૦૦ ધનુષની શરીરની ઊંચાઈ પેથા આરામાં ભરત ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રમાં હોય છે, ૧૩૦ વર્ષની સ્થિતિ અને સાત હાથનું શરીર પાંચમાં આરામાં ભરતક્ષેત્ર અને અરાવત ક્ષેત્રમાં હોય છે, છઠ્ઠા આરામાં ૨૦ વરસનું આયુષ અને બે હાથનું શરીર ભરત અને ઐરાવતક્ષેત્રમાં હોય છે.
પાંચમાં આરાને અંતે જિન ધર્મને તથા આચાર વ્યવહાર નિતી જાતી અગ્નિ રાજા વિગેરે બધાને નાશ થશે, પછી છો આર બેસશે તેમાં લોકોની અંદર ભાઈ પિતા બેન સ્ત્રી માતા વિગેરેને વ્યવહાર ઘણા ઓછા રહેશે, છ વર્ષની સ્ત્રી ગર્ભ ધારણ કરશે, બહુ દુઃખે પ્રસવ કરશે, બહુ બાળકવાળી સ્ત્રીઓ થશે અને લોકે ગુફાની અંદર રહેનારા થશે. ૩૬ છે
नरतैरावतयोः षट् ॥३७ ॥ શબ્દાર્થ –ભરત અને ઐરાવતને વિષે છએ આરા હેય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org