________________
પર
શ્રી તત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર.
" ઇંદ્રક વિમાનની ત્રણ દિશાના ત્રિકોણ ખુણ અને ગોળના આંતરાની અંદર અને વિદિશામાં (અગ્નિ, નૈરૂત્ય, વાયવ્ય અને ઈશાન કેણમાં) પુષ્પની પેઠે છુટા છુટા વિમાને રહેલા છે. સાધમ દેવકને વિષે વિખુણ ખુણ, ગોળ અને પુષ્પાવકીર્ણ વિમાન સવ મળીને બત્રીસ લાખ છે,
આ બાજુમાં ચોઢેલા યંત્રની અંદર ઇંદ્રકવિમાનની ચારે દિશામાં સાત સાત વિમાને સમજવા માટે આપેલા છે, પણ પહેલા પાટડા કરતા એક ઓછું એટલે ૬૧ એકસઠ વિમાન સમજવા.
બીજા પ્રતરના ઇંદ્રક વિમાનની પણ ચારે દિશામાં આવી રીતે વિમાને રહેલા છે, પરંતુ દરેક પ્રત દરેક દિશામાં એક એક વિમાન ઓછા જાણવા. એટલે પહેલા પ્રતરે ૬૨ બીજે ૬૧ ત્રીજે ૬૦ શાથે ૫૯ પાંચમે ૫૮ એ પ્રમાણે પાંચ અનુત્તર વિમાને જતા દરેક દિશામાં એક એક વિમાન આવશે.
દરેક દેવલોકે આવલિગત વિમાની ગણતરી કરવાની રીત આ પ્રમાણે છે. '
પહેલે પ્રતરે જે વિમાની સંખ્યા તે “મુખ” અને છેલ્લા પ્રતરના જે વિમાની સંખ્યા તે “ભૂમી” એ બંને એકઠી કરી પછી તેનું અધ કરીને જે દેવલેકના જેટલા પ્રતર હેય તેટલાએ ગુણવાથી જે આવે, તે ચારે દિશાના આવલી ગત વિમાનેની સંખ્યા જાણવી. જેમકે સધર્મ દેવલોકે ચારે આવલીની અંદર પહેલે પ્રતરે ૨૪૯ વિમાન તે “મુખ અને ૧૩ મા પ્રતરે ૨૦૧ વિમાન તે “ભૂમી તે બંનેને સમાસ કહેતા સરવાળે ૪૫૦ થાય તેનું અર્ધ ૨૨૫ તેને એકંદર ૧૩ પ્રતરે ગુણતા ૨૯૨૫ થાય, એટલા વિમાને આવલીગત છે. આવી રીતે દરેક દેવલોકના પ્રતરની આવવિગત વિમાનોની ગણતરી કરી લેવી.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org