Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ સમાસ (3) ગુર: ભાવ: તિ રિમ ન અન્વ: તિ અનન્ધઃ | अनल्प: गरिमा यस्य स अनल्पगरिमा, तम् (२) जन्म एव उदधिः इति નોધ:, તમ્ | ભાવાર્થ : અહીં પણ કવિ સૌ પ્રથમ વિરોધ બતાવે છે. તે આ પ્રમાણે-પ્રભુ ગુણો વગેરેથી ઘણા મહાન છે, ગુરુ=મોટા છે. ગુરુનો અર્થ “ભારે' પણ થાય. કવિ એ અર્થ પકડીને કહે છે કે તમારામાં પુષ્કળ ગુરુતા પડી છે. હવે એવું દેખાય છે કે વજનદાર વસ્તુ ઊંચકીને ચાલતો માણસ જલ્દી ચાલી ન શકે. પણ ભવ્ય જીવો તો પુષ્કળ ગુરુતાવાળા પ્રભુને હૃદય વડે ઊંચકીને ધીમા પડવાને બદલે વધુ ઝડપથી ખૂબ સહેલાઈથી સમુદ્રને તરી જાય છે. આ શી રીતે બની શકે? છેલ્લી પંક્તિમાં કવિ સમાધાન આપે છે કે મહાત્માઓનો પ્રભાવ આપણી સમજમાં ન આવે. આ તો પ્રભુનો કોઈ પ્રભાવ જ છે. (વાસ્તવિકતા એ છે કે અહીં ગરિમા એ વજનરૂપ નથી પણ ભાવાત્મક છે. એટલે ઉપરની આપત્તિ આવે નહિ. કવિ આ જાણે છે પણ પ્રભુ સાથે ભક્તિસંબંધ બાંધવા આવી કલ્પનાઓ કરે છે.) થર્વ વિમો ! પ્રથમં નિરસ્તો ध्वस्तास्तदा बत कथं किल कर्मचौराः ? प्लोषत्यमुत्र यदिवा शिशिरापि लोके । नीलमाणि विपिनानि न किं हिमानी ? ॥१३॥ '' अन्वय : विभो ! त्वया यदि क्रोधः प्रथमं निरस्तः तदा बत कर्मचौराः किल कथं ध्वस्ताः, यदिवा अमुत्र लोके शिशिरापि हिमानी नीलद्रुमाणि विपिनानि किं न प्लोषति ? ॥१३॥ પરિચય : નિરસ્ત દૂર કરાયો, ખતમ કરાયો શિશિર =ઠંડી હિમાની=બરફનો સમૂહ, હિમ વિપિન-જંગલો ખોપતિ બાળે છે વત=આશ્ચર્યદર્શક. કલ્યાણમંદિર સ્તોત્ર : ૧૩

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60